ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટની પી.ડી.યુ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સારવારમાં ફરજ બજાવતા 13 તબીબ દંપતિઓ... - PDU covid Hospital

રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ રાજકોટની પી.ડી.યુ કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની અદ્યતન સારવાર માટે તબીબો દિવસ-રાત સેવા આપી રહ્યા છે. રાજકોટની કોવિડ હોસ્પિટલમાં 13 દંપતિઓ સૈનિકની જેમ કોરોના સામેની લડાઈ લડી રહ્યા છે. જેમાં કેટલાક એવા તબીબ પણ છે, જે પોતે પણ કોરોનાથી સંક્રમિત થયા છે. દર્દીઓને સ્વસ્થ કરવાના સંકલ્પ સાથે તબીબો અને નર્સ બીમાર પડે છે, ત્યારે ફરી સાજા થઈને આ સેવામાં લાગી જાય છે.

PDU covid Hospital
રાજકોટની પી.ડી.યુ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે ફરજ બજાવતા 13 તબીબ દંપતિઓ

By

Published : Oct 11, 2020, 8:44 PM IST

રાજકોટઃ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ રાજકોટની પી.ડી.યુ કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની અદ્યતન સારવાર માટે તબીબો દિવસ-રાત સેવા આપી રહ્યા છે. રાજકોટની કોવિડ હોસ્પિટલમાં 13 દંપતિઓ સૈનિકની જેમ કોરોના સામેની લડાઈ લડી રહ્યા છે. જેમાં કેટલાક એવા તબીબ પણ છે, જે પોતે પણ કોરોનાથી સંક્રમિત થયા છે. થોડી ઘણી મુશ્કેલીઓ છે છતાં પણ તેને એડજેસ્ટ કરીને દર્દીની સેવાને અગ્રતા આપીને એક યોદ્ધાની જેમ લડી આ દંપતિઓ સેવા કરી છે.

આ 13 દંપતીઓનો એક જ સંકલ્પ છે કે કોરોનાને હરાવવાનો. તબીબી સ્ટાફ સહિતનાઓ આટલી મહેનત કરતા હોય ત્યારે લોકોએ કોરોના સામે સાવધાની અને સાવચેતી રાખવાની જરૂર છે. તબીબી દંપતિ ડો. કમલ ડોડીયા અને ડો. ચેતના ડોડિયાએ જણાવ્યું હતું કે, અમે ઘરે જઈએ ત્યારે બાળકો સાથે પણ તેમને સંક્રમણ ન થાય તે માટે તેમને વ્હાલ પણ કરી શકતા નથી.

ડો. ચેતના ડોડીયા રેડીયોલોજીસ્ટ છે અને કોવિડ હોસ્પિટલમાં ફલોર મેનેજર તરીકે સેવા આપે છે. તેમણે કહ્યું કે, એક વખત તેમનો પુત્ર બીમાર પડયો હતો. હોસ્પિટલમાં સેવાને લીધે તેઓ ઘરે જઇ શક્યા ન હતા, ત્યારે પાડોશીઓએ અને સંબંધીઓએ મદદ કરી હતી. આમ પરિવારની ચિંતા મૂકીને તબીબો દર્દીઓની સેવામાં છે. કોરોના સામે લોકોની જાગૃતિ જરૂરી છે.

ડૉ.નીરવ પુરોહિત અને ડૉ.તૃપ્તિ પુરોહિત પેથોલોજી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે અને હાલ કોવિડ હોસ્પિટલમાં સેવા આપે છે. તેઓએ જણાવ્યું કે, તેઓ પતિ-પત્ની હોસ્પિટલમાં સેવા આપે છે. જેથી ઘરે એમની પુત્રી માતાની સેવા કરે છે. ડૉ. નીરવ પુરોહિતના માતાને કિડનીની બીમારી હોય ઘરે ડાયાલિસિસ પર છે. છતાં પણ ઘરે રહેલી પુત્રી માતા પિતાના માર્ગદર્શન હેઠળ દાદીમાની સેવા કરે છે અને ડોક્ટર પતિ-પત્ની હોસ્પિટલમાં દર્દીઓની સેવા સારવાર કરે છે.

આ દંપતીએ વધુમાં જણાવ્યું કે, હોસ્પિટલમાં કોરોના સામેની લડાઈમાં સૌ સેવારત છે. આ સમય સામાજિક દાયિત્વ અને ઉચ્ચ વ્યવસાયિક મૂલ્યોનુ જતન સેવા થકી કરવાનુ છે.

રાજકોટ પી.ડી.યુ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. પંકજ બુચે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં સૌ સ્ટાફ અને ડોક્ટરો કોરોનાના દર્દીની સારવાર માટે ટીમ વર્કથી કામ કરી રહ્યા છે. કેટલાક તબીબો અને પેરામેડિકલ સ્ટાફ કોરોના સંક્રમિત થયા હતા છતાં પણ સ્વસ્થ થઈને સેવામાં લાગી રહ્યા છે. હારશે કોરોના, જીતશે રાજકોટના સૂત્ર સાથે સૌ પૂરતી સાવધાની રાખે તે જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details