- રાજકોટમાં શંકાસ્પદ કોરોના 12 દર્દીઓના મોત
- રાજકોટમાં વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ
- અક દિવસમાં નોંધાયા 93 પોઝિટિવ કેસ
રાજકોટઃ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં દિવાળી બાદ કોરોનાનો કહેર ખુબ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં કોરોનાની સારવાર લઈ રહેલા 12 જેટલા દર્દીઓના શંકાસ્પદ મોત નોંધાયા છે. રાજકોટમાં કોરોનાના દર્દીઓનો મૃત્યુઆંક વધતાની સાથે જ મનપા તંત્ર પણ એલર્ટ થયું છે. શુક્રવારની વાત કરવામાં આવે તો દિવસ દરમિયાન કુલ 93 કેસ નોંધાયા છે.
કોરોનાના 93 પોઝિટિવ કેસ નોંધાયા
રાજકોટમાં દિવાળી બાદ કોરોનાના પોઝિટિવ કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે દિવાળી બાદ દરરોજ 70થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. શુક્રવારે બપોરે 12 વાગ્યા સુધીમાં 32 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જ્યારે સાંજે 61 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટમાં કુલ 93 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે.
અત્યાર સુધીમાં 11,315 કોરોનાના પોઝિટિવ કેસ
રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાના પોઝિટિવ કેસની વાત કરીએ તો કુલ 11,315 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી કુલ 781 દર્દીઓને કોરોનાની સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે આજે વિવિધ હોસ્પિટલમાંથી કુલ 82 જેટલા દર્દીઓને કોરોનાની સારવાર બાદ રજા આપવામાં આવી છે.