- રાજકોટમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ
- ત્રણ વખત દુષ્કર્મ થયાની નોંધાઈ ફરિયાદ
- પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
રાજકોટઃ શહેરમાં ધોરણ 12ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાઈ હતી. રાજકોટના એક વિસ્તારમાં રહેતા યુવક સંજયે ધોરણ 12ની વિદ્યાર્થિનીને તેના પરિવારને મારી નાંખવાની ધાક ધમકી આપી પોતાની સાથે ધરાર પ્રેમસંબંધ રાખવા દબાણ કરી ત્રણ વખત બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યુ હતું. યુનિવર્સિટી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાતા પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી સંજય કડીયા કામ કરતો હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જ્યારે તેની વિરુદ્ધ પોલીસે દુષ્કર્મ, પોકસો, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.