ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટની કેન્સર કોવિડ હોસ્પિટલમાંથી 7 દિવસમાં જ 109 લોકોએ કોરોનાને આપી માત

સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે કેટલાક શહેરોમાં બેડ અને ઓક્સિજનની સુવિધા પણ કરવામાં આવી રહી છે. ત્યાં રાજકોટની કેન્સર કોવિડ હોસ્પિટલમાંથી 7 દિવસમાં જ 109 લોકોએ કોરોનાને હરાવ્યો છે.

કેન્સર કોવિડ હોસ્પિટલમાંથી 7 દિવસમાં જ 109 લોકોએ કોરોનાને આપી માત
કેન્સર કોવિડ હોસ્પિટલમાંથી 7 દિવસમાં જ 109 લોકોએ કોરોનાને આપી માત

By

Published : Apr 22, 2021, 9:21 PM IST

  • કેન્સર કોવિડ હોસ્પિટલમાંથી 109 વ્યક્તિઓને કોરોના મુક્ત બનાવી ડીસ્ચાર્જ કરાયા
  • કુલ 67 દર્દીઓએ કોરોનાને માત આપી સ્વ-ગૃહે પરત ફર્યા છે
  • 20થી 49 વર્ષની વય ધરાવતા 42 લોકોએ પણ કોરોનાને હરાવ્યો છે

રાજકોટ: કોણ કહે છે કે, મોટી ઉંમર ધરાવતા વ્યક્તિ માટે કોરોના ઘાતક હોય છે ? રાજકોટની કેન્સર કોવિડ હોસ્પિટલમાંથી 7 દિવસ એટલે કે, 11થી 17 એપ્રિલ દરમિયાન ડીસ્ચાર્જ થયેલા દર્દીઓની યાદી જોશો તો ખબર પડશે કે, 7 દિવસ દરમિયાન કેન્સર કોવિડ હોસ્પિટલમાંથી 109 જેટલા વ્યક્તિઓને કોરોના મુક્ત બનાવી ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ દર્દીઓ પૈકી 61 ટકાથી વધુ લોકો એટલે કે, 67 લોકો એવા છે જે 50 વર્ષથી વધુ ઉંમર ધરાવે છે.

આ પણ વાંચોઃનવી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રીશ્યને કોરોનાને 13 દિવસમાં માત આપી પુન: ફરજ પર હાજર થયા

50 વર્ષથી વધુ ઉંમરના 67 લોકો થયા કોરોના મુક્ત

કેન્સર કોવિડ હોસ્પિટલના મેડીકલ સુપ્રિટેન્ડન્ટ ડો. અંજના ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે 11થી 17 એપ્રિલ દરમિયાન કેન્સર કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી 109 વ્યક્તિઓ સ્વસ્થ બનતા તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમિત થયા બાદ કેન્સર કોવિડ હોસ્પિટલની સઘન સારવાર બાદ પુન:સ્વસ્થ બનેલા આ દર્દીઓ પૈકી 50થી 60 વર્ષના 32 વ્યક્તિ, 61થી 70 વર્ષના 19 વ્યક્તિ, 71થી 80 વર્ષના 10 વ્યક્તિ તેમજ 81થી 90 વર્ષની વયના 5 વ્યક્તિ અને 92 વર્ષની વયના 1 વ્યક્તિ મળી 50 વર્ષથી વધુ વય ધરાવતા કુલ 67 દર્દીઓએ કોરોનાને માત આપી સ્વ-ગૃહે પરત ફર્યા છે. સાથે 20થી 49 વર્ષની વય ધરાવતા 42 લોકોએ પણ કોરોનાને હરાવ્યો છે.

આ પણ વાંચોઃ68 વર્ષીય પૂર્વ નર્સિંગ સુપરિન્ટેન્ડ અને 75 વર્ષીય તેમની બહેને કોરોનાને માત આપી

92 વર્ષીય દર્દીએ પણ કોરોનાને આપી માત

કોવિડ હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થયેલા 109 દર્દીઓમાં સૌથી ઓછી વય ધરાવતા 20 વર્ષીય પ્રિયંકા પંડીત જ્યારે સૌથી વધુ વય ધરાવતા 92 વર્ષીય દિલીપરામ દેવરામ જોષી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સમગ્ર દેશમાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને લઈ કેન્દ્ર - રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે તેમને કોરોનાના સંક્રમણથી બચાવવા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જેના પરિણામે ગંભીર સ્થિતિ ધરાવતા મોટી ઉંમરના દર્દીઓએ પણ કોરોનાને માત આપી સ્વસ્થ બની રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details