ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં કપાસની ખરીદી મુદ્દે વિરોધ કરતા 10 ખેડૂતોની અટકાયત - ખેડૂત

રાજકોટ કિસાન સંઘ દ્વારા આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે કપાસના પોટલાં ભરીને રસ્તા પર ફેંકીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન કિસાન સંઘના 10 ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે.

રાજકોટમાં કપાસની ખરીદી મુદ્દે વિરોધ કરતા 10 ખેડૂતોની અટકાયત
રાજકોટમાં કપાસની ખરીદી મુદ્દે વિરોધ કરતા 10 ખેડૂતોની અટકાયત

By

Published : Jul 3, 2020, 4:17 PM IST

રાજકોટઃ કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે સીસીઆઇ દ્વારા ટેકાના ભાવે કરવામાં આવેલી કપાસની ખરીદી બંધ કરતા કિસાન સંઘ દ્વારા આ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેને લઇને કપાસના પોટલાં ભરીને કિસાન સંઘના નેતાઓ રાજકોટ કલેકટર કચેરી ખાતે દોડી આવ્યાં હતાં અને વિરોધ પ્રદર્શન કરતાં હતાં તે દરમિયાન પોલીસ આવી ચડતાં 10 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. કિસાન સંઘ જિલ્લા કલેકટરને આ મામલે આવેદન આપે તે પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવતાં તેઓ રોષે ભરાયાં હતાં અને રસ્તા પર જ કપાસ ફેંકી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

રાજકોટમાં કપાસની ખરીદી મુદ્દે વિરોધ કરતા 10 ખેડૂતોની અટકાયત

ABOUT THE AUTHOR

...view details