ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં 1 હજાર આંગણવાડી કાર્યકર્તાઓએ વેતન મુદ્દે કલેક્ટરને કરી રજુઆત - રાજકોટ

રાજકોટઃ રાજકોટ તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજીત 1 હજાર કરતા વધારે આંગણવાડી મહિલાઓ કામ કરે છે. જેમને વેતન મુદ્દે હાલ મુશ્કેલીઓ પડી રહી છે. જેને લઈને આજે ગુરુવારે 200 જેટલી રાજકોટ સહિતના આસપાસના ગામની મહિલાઓ જિલ્લા કલેકટરને રજુઆત માટે દોડી આવી હતી.

Rajkot

By

Published : Sep 5, 2019, 9:15 PM IST

આંગણવાડી કાર્યકર્તાઓની માગ છે કે, કેન્દ્ર સરકાર દ્વારા તેમના વેતનમાં 1500 રૂપિયાનો વધારો કરી આપવામાં આવ્યો છે. છતાં હજુ સુધી તેમને તે વેતન ચૂકવવામાં આવતું ન હતું. જ્યારે અન્ય રાજ્યોમાં આ વેતન ચૂકવવમાં આવી રહ્યું છે માટે તેમને પણ એરિયન્સ સહિત તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માગ કરી હતી.

રાજકોટમાં 1 હજાર આંગણવાડી કાર્યકર્તાઓએ વેતન મુદ્દે કલેક્ટરને કરી રજુઆત

આ ઉપરાંત આંગણવાડી મહિલા કાર્યકર્તાઓને હાલમાં અનેક કામ કરાવવામાં આવી રહ્યા છે. જેની સંવ વેતન પણ યોગ્ય ચુકવવામાં નથી આવી રહ્યું, ત્યારે સમગ્ર મામલે આજે રાજકોટ શહેર અને જિલ્લાની મહિલાઓ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને રજુઆત કરવા માટે દોડી આવી હતી.

ABOUT THE AUTHOR

...view details