- રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાથી વણસી રહી છે પરિસ્થિતિ
- રાજકોટમાં મોડી રાત્રે એક દર્દીને ગભરામણ થતા રસ્તા પર સૂઈ ગયો
- એમ્બ્યુલન્સને ફોન કર્યા બાદ મોડી આવતા દર્દીને પડી હાલાકી
રાજકોટ: શહેર-જિલ્લામાં કોરોના બેકાબૂ બન્યો છે. કોરોના દર્દીઓ માટે બેડ નથી. તો ક્યાંક ઓક્સિજન નથી. કેટલીક જગ્યાઓ પર દર્દીઓ 108માં સારવાર લઈ રહ્યા છે. ત્યારે હવે રાજકોટમાં રસ્તા પર જ સારવાર કરવામાં આવે છે. તાજેતરમાં જ રાજકોટના મવડી વિસ્તારના આનંદ બાંગ્લા ચોક પાસે એક યુવાનને ગભરામણ થતા તે રસ્તા પર જ સૂઈ ગયો હતો. કફોડી હાલતમાં સળવળી રહેલા આ દર્દીની કોઈ મદદે ન આવતા સ્થાનિકો તેમજ રાહદારીઓ દ્વારા તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.