- જૂનાગઢ શહેરમાં ધોળા દિવસે યુવાનની હત્યાથી ચકચાર મચી
- પૂર્વ મેયર લાખા પરમારના યુવાન પુત્ર ધર્મેશની કરવામાં આવી હત્યા
- ફરાર હત્યારાઓને પકડવા જિલ્લા પોલીસ વડા સહિતની ટીમ મેદાને પડી
જૂનાગઢ: શહેરના પૂર્વ મેયરના પુત્રની ધોળા દિવસે હત્યાનો બનાવ બનતા રેન્જ આઇજી અને જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. પોલીસેે આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ મૃતક ધર્મેશ પરમારના પરિવારજનોએ આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહનો કબજો નહીં સ્વીકારવાની વાત કરતાં સમગ્ર મામલો હવે વધુ ચર્ચાસ્પદ બની રહ્યો છે
આ પણ વાંચોઃ જૂનાગઢ પોલીસે ઇલેક્ટ્રોનિક્સ આઇટમની ચોરી કરતા એક શખ્સની કરી ધરપકડ
રામનિવાસ વિસ્તારમાં બની ઘટના
જૂનાગઢ શહેરમાં આજે સવારના સમયે રામનિવાસ વિસ્તારમાં કોઈ અજાણ્યા ઈસમોએ જૂનાગઢના પૂર્વ મેયર લાખાભાઈ પરમારના યુવાન પુત્રની તીક્ષ્ણ હથિયારોના ઘા મારી ફરાર થઈ ગયાં હતાં. હત્યા જેવી ઘટના ધોળે દિવસે જૂનાગઢ શહેરમાં બનતા રેન્જ આઇજી પવાર અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી સહિત જિલ્લાભરની પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો અને ઘટનાનું જાત નિરીક્ષણ કરીને હુમલાખોરોને ઝડપી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતાં.
પૂર્વ મેયર લાખાભાઇ પરમારના યુવાન પુત્ર ધર્મેશ પરમારની કેટલાક અજાણ્યા શખ્સોએ કોઈ કારણસર હત્યા કરી હત્યારાઓ હત્યા નિપજાવીને ફરાર થઈ જવામાં રહ્યાં સફળ
રામનિવાસ વિસ્તારમાં ધર્મેશ પરમારની હત્યા નિપજાવીને હત્યારાઓ ફરાર થઈ જવામાં સફળ રહ્યાં હતાં. ધર્મેશ પરમારની હત્યાના સમાચાર જૂનાગઢ શહેરમાં વાયુવેગે ફેલાતાં દલિત સમાજના લોકો પણ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયાં હતાં અને પોલીસ તાકીદે આરોપીની ધરપકડ કરે તેવી માગ કરી હતી. આજે સવારના સમયે ધર્મેશ પરમારને રામનિવાસ વિસ્તારમાંથી તેમના સ્કુટર પરથી નીચે પાડી દઈને હત્યા નિપજાવવામાં આવી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસ પણ માની રહી છે. તેમ છતાં તપાસમાં કોઇ પણ પ્રકારની ચૂક ન રહી જાય તે માટે જિલ્લા પોલીસ તમામ પુરાવાઓ એકત્ર કરીને હત્યારાઓ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે. તેની વચ્ચે મૃતક ધર્મેશ પરમારના પરિવારજનોએ હત્યારાઓ જ્યાં સુધી પકડવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહનો કબજો સંભાળી લેવાની મનાઈ કરી દેતાં મામલો વધુ પેચીદો બની રહ્યો છે.
કુલ 16 વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
પૂર્વ મેયરના પુત્રની હત્યાના ગુનામાં બે કોર્પોરેટર સહિત 16 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ આજે બુધવારે પૂર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેશ પરમારની હત્યામાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના બે વર્તમાન કોર્પોરેટર વોડ નંબર 15ના ભાજપના પ્રભારી સહીત કુલ 16 વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મુખ્ય આરોપી તરીકે ભાજપના કોર્પોરેટર અને વોર્ડ પ્રભારીનું નામ સામે આવતા જૂનાગઢ શહેરના રાજકારણમાં પણ ખળભળાટ મચ્યો છે. મૃતક ધર્મેશ પરમારના પરિવારજનો દ્વારા જે હત્યાના આરોપીઓ ગણાવવામાં આવી રહ્યા છે તે પૈકી ૧૫ નંબરના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિનું નામ પણ આરોપીમાં સામેલ થયું છે તેને લઈને હત્યા બાદ હવે રાજકીય હુંસા તુસી પણ જોવા મળે તો નવાઈ નહીં. સમગ્ર મામલાની તપાસ એ ડિવિઝન પોલીસ મથક સહિત જિલ્લાની પોલીસ કરી રહી છે, ત્યારે આરોપીઓ પોલીસ પકડમાં આવશે ત્યારબાદ જ સમગ્ર હત્યાને લઈને વધુ કેટલીક વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે.
આ પણ વાંચોઃ કચ્છમાં ગુજરાતનો સર્વપ્રથમ સોલાર સિસ્ટમથી ચાલતો આધુનિક કેટલફીડ પ્લાન્ટ શરૂ કરાયો