ગુજરાત

gujarat

ETV Bharat / city

યુવાન પાટીદાર મહિલા અગ્રણી જેની ઠુમર બન્યા ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ - Gujarat Assembly Election 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે કોંગ્રેસ પણ ચૂંટણી મોડમાં જોવા મળી રહી છે. ગુજરાત પ્રદેશના મહત્ત્વના ગણાતા અને પાછલા કેટલાક સમયથી ખાલી પડેલી મહિલા મોરચાના પ્રમુખ પદની જગ્યાએ અમરેલીના યુવાન શિક્ષિત અને પાટીદાર મહિલા જેની ઠુમર(Gujarat Pcc Women President )ની વરણી કરવામાં આવી છે.

યુવાન પાટીદાર મહિલા અગ્રણી જેની ઠુમર બન્યા ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ
યુવાન પાટીદાર મહિલા અગ્રણી જેની ઠુમર બન્યા ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ

By

Published : Mar 27, 2022, 8:05 PM IST

જુનાગઢ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ(Gujarat Assembly Election 2022) પૂર્વે કોંગ્રેસ પણ ચૂંટણી મોડમાં જોવા મળી રહી છે. ગત સામાન્ય ચૂંટણીઓ બાદ ગુજરાતમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શનને કારણે પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખનું પદ ખાલી હતુ. જેમાં ગીતાબેન પટેલ જેનીબેન ઠુમર (Gujarat Pcc Women President ) સહિત કોંગ્રેસના મહિલા અગ્રણીઓ દાવેદાર હતા, પરંતુ અંતે રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે યુવાન શિક્ષિત અને પાટીદાર મહિલા જેની ઠુમરની વરણી કરી છે.

આ પણ વાંચો:Delhi Violence Case: દિલ્હી હિંસા કેસમાં સોનિયા ગાંધી સહિત 24 નેતાઓને ફરી નોટિસ જારી

માતા નીલાબેન ઠુમર કોંગ્રેસના ઉમેદવાર: જેની ઠુમર પ્રદેશ મહિલા મોરચા ના નવા અધ્યક્ષ રાજકારણ વારસામાં મળ્યું હોય તે પ્રકારે જેની ઠુમર આક્રમક યુવાન મહિલા રાજકારણી તરીકે અમરેલી જિલ્લામાંથી રાજકારણની શરૂઆત કરી હતી વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં તેમની માતા નીલાબેન ઠુમર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા હતા ત્યાંર થી જેની ઠુમરે રાજકારણમાં આવવાની શરૂઆત કરી અને વર્ષ 2015માં યોજાયેલ અમરેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બાબરા તાલુકાની મોટા દેવળીયા બેઠક પરથી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટણી જીતીને સક્રિય રાજકારણની શરૂઆત કરી હતી.

વીરજી ઠુમ્મરના એકમાત્ર સંતાન:પ્રદેશ કોંગ્રેસે તેમની આવડત અને તેમના અભ્યાસ તેમજ તેમની રાજકીય સુજબુજને ધ્યાને રાખીને વર્ષ 2015માં જેની ઠુમર ને અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળવાની તક મળી હતી વર્ષ 2018ના જુન મહિના સુધી જેની ઠુમ્મરે અમરેલી જિલ્લા પંચાયતના કામકાજને યશસ્વી રીતે પૂર્ણ કર્યો હતો અને અમરેલી જિલ્લામાં શિક્ષિત યુવાન મહિલા રાજકીય નેતા તરીકે પોતાની છાપ છોડી હતી જેની કદર કરીને આજે રાષ્ટ્રીય કોંગ્રેસે જેની ઠુમરને પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે જવાબદારીઓ સોંપી ને તેમની રાજકીય સૂઝબૂઝ નો આગામી વિધાનસભાની ચૂંટણીમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય તેને ધ્યાને રાખીને તેમની નિમણૂક કરી છે જેની ઠુમર લાઠી બાબરાના ધારાસભ્ય વીરજી ઠુમ્મરના એકમાત્ર સંતાન છે.

લંડનની મિડલસેક્સ યુનિવર્સિટીમાં અભ્યાસ:અમરેલીના વતની જેની ઠુમરે પોતાનો શાળા કક્ષાનો અભ્યાસ અમરેલીમાં પૂર્ણ કર્યા બાદ નિરમા યુનિવર્સિટીમાં પણ તેઓ અભ્યાસ કરી ચૂક્યા છે જેની ઠુમર લંડનની મિડલસેક્સ યુનિવર્સિટીમાંથી હ્યુમન રીસોર્ટ ક્ષેત્રમાં મેનેજમેન્ટનો અભ્યાસ પૂર્ણ કરીને અમરેલી આવ્યા હતા વર્ષ ૨૦૦૯માં વિદેશમાં અભ્યાસ પૂર્ણ કરીને અમરેલી આવતાની સાથે જ જેની ઠુમર વર્ષ 2009ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં રાજકીય પ્રચાર અને ચૂંટણી સભાઓમાં સામેલ થવાનું શરુ કર્યું.જેની ઠુમરને રાજકીય વારસો તેના ઘરમાંથી પિતા દ્વારા મળ્યો છે.જેની ઠુમર સક્રિય રાજકારણમાં આવતા પહેલાં રાજકીય વારસો તેને તેના ઘરમાંથી જ પ્રાપ્ત થયો છે જેની ઠુમર વીરજી ઠુમર ના એક માત્ર સંતાન તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો વીરજી ઠુમર લાઠી બાબરા ના ધારાસભ્ય ની સાથે અમરેલી લોકસભા વિસ્તારના સાંસદ તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે

આ પણ વાંચો:વડાપ્રધાનને મોંઘવારીના રોગચાળા વિશે પૂછો, તેઓ કહેશે થાળી વગાડો: રાહુલ ગાંધી

રાજકારણમાં અમરેલી જિલ્લાનું કેટલું મહત્વ:કોંગ્રેસ માટે ગુજરાતમાં અમરેલી જીલ્લો ખૂબ રાજકીય મહત્વ ધરાવતો હોય તેવું પાછલા પાંચ વર્ષથી સતત જોવા મળી રહ્યું છે વર્ષ 2017 ની સામાન્ય વિધાનસભાની ચૂંટણીઓ બાદ કોંગ્રેસ સત્તામાં આવતા સહેજમાં ચુકી ગઈ ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વે અમરેલીના યુવાન ધારાસભ્ય પરેશ ધાનાણીને વિધાનસભામાં નેતા પ્રતિ પક્ષ તરીકે નિમણૂક કરીને રાજકારણમાં અમરેલી જિલ્લાનું કેટલું મહત્વ છે, તેને સાબિત કરી આપ્યું હતું. ત્યારે ફરી એક વખત પ્રદેશ કક્ષાના નેતાની નિમણૂંકને લઈને અમરેલી જીલ્લો ફરી એક વખત કોંગ્રેસ માટે મહત્વનો બન્યો છે. આ વખતે અમરેલીના જેની ઠુંમરને પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details