ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢનો ઋષાત બનશે મંગળ ગ્રહ પરની જમીનનો માલીક - ઋષાત ચોટલીયા

જૂનાગઢમાં પણ મંગળ ગ્રહ પર જમીન ખરીદનાર યુવાન સામે આવ્યો છે. IT કંપનીમાં કામ કરતા ઋષાતે મંગળ ગ્રહ પર જમીન ખરીદવાને લઈને કેટલીક ટેકનિકલ પ્રક્રિયા શરૂ કરી છે. ખરીદીની પ્રક્રિયા આગામી દિવસોમાં પૂર્ણ કરવામાં આવશે.

જૂનાગઢનો ઋષાત હશે બનશે મંગળ ગ્રહ પરની જમીનનો માલીક
જૂનાગઢનો ઋષાત હશે બનશે મંગળ ગ્રહ પરની જમીનનો માલીક

By

Published : Apr 4, 2021, 9:00 AM IST

Updated : Apr 4, 2021, 9:33 AM IST

  • જૂનાગઢના ઋષાત ચોટલિયા નામના યુવાને મંગળ ગ્રહ પર ખરીદી જમીન
  • આગામી દિવસોમાં જમીન ખરીદીને અંતિમ કાર્યવાહી હાથ ધરાશે
  • ઋષાત ચોટલિયા મંગળ ગ્રહ પર જમીન ધરાવનાર પ્રથમ જૂનાગઢવાસી બન્યો

જૂનાગઢ:ઋષાત ચોટલીયા નામના યુવાને મંગળ ગ્રહ પર જમીન ખરીદવાની પ્રક્રિયા હાથ ધરી છે. મુનાર લેંન્ડરીસ નામની કંપની સાથે જમીન ખરીદી પર કેટલીક પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી છે. આ સિવાય તો કેટલીક પ્રક્રિયા આગામી દિવસોમાં પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો:નાસાએ મંગળ ગ્રહ પર મોકલામાં આવેલ હેલીકોપ્ટરની તસવીર બહાર પાડી

જૂનાગઢનો યુવાન બનશે મંગળ ગ્રહ પર જમીનનો માલિક

ઋષાત ચોટલિયા મંગળ ગ્રહ પર જમીન ધરાવતો જુનાગઢનો પ્રથમ વ્યક્તિ બનશે. IT કંપની આર.કે. વેબ સોલ્યુશનમાં કામ કરતા ઋષાતે મંગળ ગ્રહ પર જમીન ખરીદવાને લઈને કેટલીક ટેકનિકલ પ્રક્રિયા શરૂ કરી છે. જેમાં, મંગળ ગ્રહ પણ જમીન વેચનાર કંપની મુન્નાર લેંન્ડરીસ સાથે પ્રાથમિક તબક્કાની વાતો પૂર્ણ થઇ હોવાનું પણ ઋષાત ચોટલીયાએ ETV ભારત સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું.

જૂનાગઢનો ઋષાત હશે બનશે મંગળ ગ્રહ પરની જમીનનો માલીક

આ પણ વાંચો:કચ્છી યુવાને પોતાની એક માસની દીકરી માટે ચંદ્ર પર જમીન ખરીદી

ચંદ્ર અને મંગળ પર જમીન ખરીદવાને લઈને લોકો ઉત્સુકત

ચંદ્ર અને મંગળ ગ્રહ પર જમીન ખરીદવાને લઈને લોકો હવે ધીમે ધીમે ઉત્સાહી બની રહ્યા છે. થોડા સમય અગાઉ ચંદ્ર પર પણ કેટલાક લોકોએ જમીન ખરીદી હોવાની વિગતો સામે આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મંગળ અને ચંદ્ર ગ્રહ પર માનવ જીવનને લઇને હજુ સુધી કોઈ નક્કર શક્યતાઓ સામે આવી નથી. પરંતુ, પૃથ્વીની માફક મંગળ અને ચંદ્ર ગ્રહ પર પણ રહેવા લાયક વાતાવરણ હોઈ શકે છે. જેને લઇને, ચંદ્ર અને મંગળ ગ્રહ પર જમીન ખરીદવા માટે હવે લોકો સામે આવી રહ્યા છે.

Last Updated : Apr 4, 2021, 9:33 AM IST

ABOUT THE AUTHOR

...view details