ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાથી સમગ્ર વિશ્વની મુક્તિ થાય તે માટે જૂનાગઢના ભારતી આશ્રમમાં યજ્ઞ યોજાયો - Bharti Ashram

નવરાત્રિના સમયમાં ભવનાથમાં આવેલ ભારતી આશ્રમમાં સંતો મહંતો દ્વારા હોમાસ્ટક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંતો દ્વારા આહુતિ આપીને કોરોના સંક્રમણ થી સમગ્ર વિશ્વને મુક્તિ મળે તે માટે નવરાત્રિના નવ દિવસ સુધી આ યજ્ઞનું આયોજન કરાયું છે.

કોરોનાથી સમગ્ર વિશ્વની મુક્તિ થાય તે માટે જૂનાગઢના ભારતી આશ્રમમાં યજ્ઞ યોજાયો
કોરોનાથી સમગ્ર વિશ્વની મુક્તિ થાય તે માટે જૂનાગઢના ભારતી આશ્રમમાં યજ્ઞ યોજાયો

By

Published : Oct 22, 2020, 2:33 PM IST

  • યજ્ઞનુ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ
  • ભારતી આશ્રમમાં હોમાસ્ટક મહાયજ્ઞનું આયોજન
  • ભારતી આશ્રમમાં દર વર્ષે નવરાત્રિના દિવસો દરમિયાન યજ્ઞનું આયોજન

જૂનાગઢ :આદિ-અનાદિ કાળથી નવરાત્રીનાં આ નવ દિવસો દરમ્યાન દરેક જગ્યા પર નાના-મોટા યજ્ઞનું આયોજન થતું હોય છે. જેમાં માઈ ભક્તો પોતાની ઈચ્છા અનુસાર આહુતી પણ આપતાં હોય છે.

કોરોનાથી સમગ્ર વિશ્વની મુક્તિ થાય તે માટે જૂનાગઢના ભારતી આશ્રમમાં યજ્ઞ યોજાયો

યજ્ઞનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ

નવરાત્રિમાં કરવામાં આવેલા યજ્ઞને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. તેમાં પણ આઠમના દિવસે થયેલું હવન સર્વે રોગ આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ અપાવે તેવું ધાર્મિક મહત્ત્વ આજે પણ જોવા મળે છે. જેને ધ્યાને રાખીને ભવનાથમાં આવેલા ભારતી આશ્રમમાં હોમાસ્ટક મહાયજ્ઞનું આયોજન કરાયું હતું

કોરોનાથી મુક્તિ મળે તે માટે યજ્ઞમાં આપવામાં આવી આહુતિઓ

કોરોના થી સમગ્ર વિશ્વને મુક્તિ મળે તે માટે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતી આશ્રમમાં દર વર્ષે નવરાત્રીના દિવસો દરમિયાન યજ્ઞનું આયોજન થતું હોય છે, પરંતુ આ વર્ષે સમગ્ર વિશ્વ કોરોના જેવી મહામારીમાં સપડાયું છે. ત્યારે સમગ્ર વિશ્વની સાથે પશુ પક્ષી અને પ્રાણીઓનું પણ કલ્યાણ થાય તેવા હેતુ માટે મહાયજ્ઞમાં કોરોના થી મુક્તિ મળે તે માટે આહુતિઓ આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details