- 5 ડિસેમ્બરના દિવસે સમગ્ર વિશ્વમાં જમીન દિવસની ઉજવણી
- વર્ષ 2012માં થાઈલેન્ડના રાજાએ કરી જમીન દિવસની ઉજવણીની શરૂઆત
- નાશક કેમિકલોની અસરોથી જમીનને બચાવવાની થઈ શરૂઆત
જૂનાગઢ:5 ડિસેમ્બરના દિવસે સમગ્ર વિશ્વમાં જમીન દિવસની ઉજવણી કરવાની (World Soil Day 2021) શરૂઆત વર્ષ 2012થી કરવામાં આવી છે, 2012ના વર્ષમાં આજના દિવસે થાઈલેન્ડના રાજાના અધ્યક્ષ સ્થાને ખોરાક અને ખેતીવાડી સંગઠન દ્વારા જમીનને બચાવવાના ભાગરૂપે વિશ્વ જમીન દિવસની (World Soil Day History) ઉજવણી કરવાની શરૂઆત (soil day celebration) થઈ હતી, સતત વધી રહેલા રાસાયણિક ખાતરના વપરાશ, જંતુનાશક દવાનો બિનજરૂરી ઉપયોગ તેમજ શારીરિક શ્રમ ન પડે તે માટે નિંદામણને દૂર કરવાના કેમિકલને કારણે જમીન સતત બિન ઉપજાવ અને ગુણવત્તા વિહીન બનતી જાય છે, જેની વિપરીત અસરો હવે કૃષિ પેદાશો પર પણ જોવા મળી રહી છે, જેને ધ્યાને રાખીને 5મી ડિસેમ્બરના દિવસે સમગ્ર વિશ્વમાં જમીન દિવસની ઉજવણી (Soil Day 2021 significance) કરવાની શરૂઆત વર્ષ 2012થી કરવામાં આવી છે.
પારંપરિક ખેતીની જગ્યા હવે આધુનિક સાધન અને સંસાધનોએ લિધી
આધુનિક સમયમાં ટેક્નોલોજીનો વ્યાપ સમગ્ર વિશ્વના સીમાડાઓ ઓળંગી રહ્યો છે, દરરોજ ટેકનોલોજીને લઈને નવા સંશોધનો સામે આવી રહ્યા છે ટેકનોલોજીના આ સંશોધનમાં ખેતી ક્ષેત્ર પણ બાકાત રહેલું જોવા મળતું નથી. એક સમય હતો કે ભારતમાં માત્ર બળદ અને ગાડા દ્વારા ખેતી થતી હતી આ ખેતીને પારંપરિક ખેતી તરીકે સમગ્ર વિશ્વમાં જોવાતી હતી પરંતુ સમય બદલાવાની સાથે ટેકનોલોજીમાં થયેલા સંશોધનોને કારણે પારંપરિક ખેતીની જગ્યા પર હવે આધુનિક સાધન અને સંસાધનોએ લિધી છેે.
ઉત્પાદિત થતો કૃષિ પાક પણ રસાયણો અને કેમિકલ યુક્ત બની રહ્યો છે
ખેતી પદ્ધતિમાં થયેલા આમૂલ ફેરફારને કારણે કૃષિ પાકો લેતી વખતે રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓ અને નિંદામણનો નાશ કરે તેવા રસાયણોનો ઉપયોગ બિન જરૂરી રીતે અને પુષ્કળ પ્રમાણમાં થતો જોવા મળી રહ્યો છે, જેની વિપરીત અને નકારાત્મક અસરો હવે ખેતી લાયક જમીન પર પણ જોવા મળી રહી છે, આ નકારાત્મક અસરોને કારણે જમીન બિન ઉપજાવ પ્રદૂષિત અને બંજર બની રહી છે, જેની સાથે ઉત્પાદિત થતો કૃષિ પાક પણ રસાયણો અને કેમિકલ યુક્ત બની રહ્યો છે જે સમગ્ર સૃષ્ટિ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે.
જમીનને બચાવવા માટે નૈસર્ગિક ખેતી પદ્ધતિ તરફ પરત વળવું વર્તમાન સમયની જરૂરિયાત