ગુજરાત

gujarat

ETV Bharat / city

World Radio Day 2022 : રેડિયો કુદરતી આફતમાં સમાચાર સાથે મનોરંજન આપતું સૌથી સબળ માધ્યમ - ગુગલીએલ્મો માર્કોનીવનો રેડિયો

આજે સમગ્ર વિશ્વમાં રેડિયો દિવસ (World Radio Day 2022) મનાવવામાં આવી રહ્યો છે. વર્ષ 1946માં યુનેસ્કો દ્વારા પ્રથમ વખત રેડીયો મારફતે સમાચાર અને અન્ય ઉપયોગી જાણકારી આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

World Radio Day 2022 : રેડિયો કુદરતી આફતમાં સમાચાર સાથે મનોરંજન આપતું સૌથી સબળ માધ્યમ
World Radio Day 2022 : રેડિયો કુદરતી આફતમાં સમાચાર સાથે મનોરંજન આપતું સૌથી સબળ માધ્યમ

By

Published : Feb 13, 2022, 11:33 AM IST

જૂનાગઢ: અભિવ્યક્તિની આઝાદીનું પ્રબળ અને સબળ માધ્યમ એટલે રેડિયોમાધ્યમોના આધુનિકરણ છતાં પણ રેડિયો આજે દમખમ સાથે જોવા મળે છે. રેડિયોના માધ્યમથી લોકોને શિક્ષિત કરવા, માહિતીનું આદાન પ્રદાન અને વિવિધ સંસ્કૃતિઓમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવાના એક ભાગ તરીકે વિશ્વ રેડિયો દિવસની (World Radio Day 2022) ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ઈટાલીના સંશોધનકાર ગુગલીએલ્મો માર્કોની વિશ્વના સર્વ પ્રથમ રેડિયોની શોધ કરી હતી.

World Radio Day 2022 : રેડિયો કુદરતી આફતમાં સમાચાર સાથે મનોરંજન આપતું સૌથી સબળ માધ્યમ

આજે સમગ્ર વિશ્વમાં રેડિયો દિવસની ઉજવણી

આધુનિક ટેકનોલોજીના સમયમાં રેડિયો (World Radio Day 2022) આજે પણ સંદેશા વ્યવહારના પ્રબળ માધ્યમ અને તેની આવશ્યકતાને પુરવાર કરી રહ્યું છે.રેડિયોને પ્રત્યાયનનું પ્રબળ માધ્યમ તરીકે પણ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. વર્ષ 1895માં ઇટલીએ પોતાનું પ્રથમ રેડિયો સિગ્નલો મોકલ્યું અને તેને પરત પ્રાપ્ત પણ કર્યું હતું. વર્ષ 1899 સુધીમાં ઇંગલિશ ચેનલ પર પ્રથમ વખત રેડિયોના વાયરલેસ સિગ્નલ મોકલવામાં સફળતા મળી હતી. ત્યારબાદ 13મી ફેબ્રુઆરી 1943ના દિવસથી યુનેસ્કો દ્વારા રેડિયો પર સમાચાર અને અન્ય ઉપયોગી માહિતી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે 13મી ફેબ્રુઆરીના દિવસે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવાની પરંપરા શરૂ કરવામાં આવી છે જે આજે પણ જોવા મળે છે.

આ પણ વાંચો:World Radio Day 2022 : જાણો રેડિયોનો ઈતિહાસ અને તેનાથી સંબંધિત વિશેષ બાબતો

રેડિયો આજે મનોરંજનનુ પ્રથમ માધ્યમ બની રહ્યું છે

આધુનિક ટેકનોલોજી અને માધ્યમોમા આવેલા અનેક સંશોધનોને કારણે રેડિયોના પણ નવા સંસ્કરણો વર્તમાન સમયમાં જોવા મળે છે. ટ્રાન્ઝિસ્ટર રેડિયોથી લઈને આજે મોબાઇલમાં FM રેડીયો સતત ગુંજતો જોવા મળે છે. સેટેલાઇટ રેડિયો, સામુદાયિક રેડીયો, બ્રોડબેન્ડ રેડીયો, FM રેડીયો આજે આપણી સામે અવાજના રૂપમાં આપણને મનોરંજન, શિક્ષણ અને માહિતી આપતો સરળ સુલભ અને શ્રાવ્ય માધ્યમ બની ગયું છે. કુદરતી આફત કે સંકટના સમયમાં રેડિયની સેવા આજે પણ એટલી પ્રસ્તુત મનાઈ છે.

આ પણ વાંચો:World Radio Day : 'આકાશવાણી' કે જ્યાં 50 વર્ષથી ચાલે છે માઁ ભારતીના સૈનિકો માટે કાર્યક્રમ 'જય ભારતી'

વર્ષ 1936માં ભારતમાં ઓલ ઈન્ડિયા રેડિયોની થઈ હતી શરૂઆત

ભારતને આઝાદી મળતાં પૂર્વે વર્ષ 1936માં પ્રથમ વખત ઓલ ઈન્ડિયા રેડિયોની શરૂઆત કરવામાં આવી હતી. જે તે સમયે તે વિશ્વનું સૌથી મોટું બીજા નંબરનું રેડિયો નેટવર્ક માનવામાં આવતું હતું. રેડિયોની અગત્યતા અને ઉપયોગીતાનું વર્ણન કરતા રેડિયોના ચાહકો દુર્ગેશ આચાર્ય અને લલિત ઓઝાએ Etv Bharatને જણાવ્યું હતું કે, રેડિયો કુદરતી આફત સંકટના સમયે સમાચાર આપવાની સાથે મનોરંજન પૂરું પાડતું સૌથી સબળ માધ્યમ છે. રેડિયોમાં સમાચારની સાથે ગીત-સંગીત ,ધાર્મિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમો આજે પણ મળી રહ્યા છે તે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details