ગુજરાત

gujarat

ETV Bharat / city

દુનિયામાં વધતા કેન્સરના કેસોની વચ્ચે ઉજવવામાં આવી રહ્યો છે વિશ્વ તમાકુ નિષેધ દિવસ

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તમાકુના સતત વધી રહેલા સેવન અને તેની આરોગ્ય (Health)પર પડી રહેલી હાનિકારક અસરોને ધ્યાને રાખીને દર વર્ષે 31 મેના દિવસે તમાકુ નિષેધ દિવસ (World No Tobacco Day) ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ તમાકુનું સેવન ઘટે તેમજ લોકો તમાકુથી થતા ગંભીર રોગોમાં ન સપડાઈ અને પ્રત્યેક વ્યક્તિને તમાકુના સેવનથી થતી ગંભીર બિમારીઓ અટકાવી શકવા માટે તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે, તમાકુના સેવનને કારણે થઇ રહેલા કેન્સર (cancer) નું પ્રમાણ પ્રતિવર્ષ 5 ટકાના દરે ચિંતાજનક રીતે વધી રહ્યું છે.

વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી
વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી

By

Published : May 31, 2021, 3:30 PM IST

Updated : May 31, 2021, 3:48 PM IST

  • 31 મેના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવી રહ્યો છે તમાકુ નિષેધ દિવસ
  • તમાકુને કારણે કેન્સર થવાના કિસ્સાઓ ખૂબ જ ચિંતાજનક રીતે વધ્યાં
  • સતત વધી રહેલા તમાકુનું સેવન માનવજાતના આરોગ્ય પર ગંભીર ખતરો

જૂનાગઢ: વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે 31મી મેના દિવસે વિશ્વ તમાકુ નિષેધ દિવસ (World No Tobacco Day)ની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે, સમગ્ર વિશ્વમાં તમાકુ અને તેની બનાવટોના સતત વધી રહેલા ઉપયોગને કારણે માનવજાતના આરોગ્ય પર ખૂબ જ વિપરીત અને નકારાત્મક અસરો પડી રહી છે. જેને ધ્યાને રાખીને લોકોમાં જાગૃતતા આવે અને પ્રત્યેક વ્યક્તિ તમાકુનું સેવન ઘટાડીને સેવન સદંતર બંધ કરે તેવા આશય સાથે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષની 31મી મેના દિવસે વિશ્વ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવતો હોય છે. ત્યારે, વર્તમાન સમયમાં તમાકુનું સેવનના કારણે ગંભીર કહી શકાય તેવા કેન્સર (cancer) ના રોગોમાં પણ હવે યુવાનથી લઈને વયોવૃદ્ધ લોકો પણ સપડાઈ રહ્યા છે.

વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી

આ પણ વાંચો:World No Tobacco Day 2021: ફેફસાંને નબળા પાડે છે તમાકુ, સાથે સાથે કોરોનાને પણ આપે છે આમંત્રણ

જૂનાગઢ જિલ્લામાં પ્રતિવર્ષ 5 ટકાના દરે કેન્સરના દર્દીનો થઈ રહ્યો છે વધારો

જૂનાગઢ જિલ્લામાં પાછલા 5 વર્ષના ડેટા મુજબ પ્રતિ વર્ષ 5 ટકાના સરેરાશ દરે કેન્સરના દર્દીઓ સામે આવી રહ્યા છે. જે પૈકી મોટાભાગના લોકોમા ગંભીર રીતે કેન્સરના પ્રકારો જોવા મળી રહ્યા છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પ્રતિ મહિના દરમિયાન 150 કરતાં વધુ કેન્સરગ્રસ્ત દર્દીઓને કિમોથેરાપી આપવામાં આવી રહી છે. ત્યારે, સાથે સાથે 400 કરતાં વધુ દર્દીઓ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કેન્સરની તપાસ માટે આવી રહ્યા છે. આ આંકડો ખૂબ જ ચિંતાજનક માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો:સૌરાષ્ટ્રમાં દર 5માંથી 3 લોકોને ફાકીનું વ્યસન, થાય છે મોઢાના કેન્સર

નિષ્ણાંતો દ્વારા જંતુનાશક દવાઓ અને રાસાયણીક ખાતરોના ઉપયોગને ટાળવાની સલાહ

તમાકુ નિષેધ દિવસ નિમિત્તે ETV Bharatએ કેન્સરના સર્જન સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, સતત વધી રહેલું તમાકુનું સેવનઅને ખેતરમાં બહોળા પ્રમાણમાં વાપરવામાં આવતા જંતુનાશક દવાઓ અને રાસાયણીક ખાતરો, મોટાભાગના કેન્સરગ્રસ્ત દર્દીઓમાં જોવા મળતી કુટેવો અને આધુનિક સમયમાં ફાસ્ટ જીવનશૈલીને કેન્સરનું કારણ માનવામાં આવી રહ્યું છે. ત્યારે, આજે સોમવારે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે તબીબો પણ લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની સાથે તમાકુનું વ્યસન અને કુટેવોને છોડવાની સલાહ આપી રહ્યા છે. સાથે સાથે ધરતી પુત્રોને પણ જંતુનાશક દવાઓ અને રાસાયણીક ખાતરોનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાનું ટાળવાની માર્મિક ટકોર પણ કરી હતી.

Last Updated : May 31, 2021, 3:48 PM IST

ABOUT THE AUTHOR

...view details