ગુજરાત

gujarat

ETV Bharat / city

સિંહોના સંરક્ષણ માટે જૂનાગઢના નવાબથી લઈને વન વિભાગની દ્રઢતા, આજે પણ અકબંધ - World Lion Day 2021

દુનિયાભરમાં આજે મંગળવારે વિશ્વ સિંહ દિવસ ( World Lion Day 2021 ) ઉજવવામાં આવી રહ્યો છે. દેશભરમાં સિંહ માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે, ત્યારે શા માટે આજના દિવસે સમગ્ર ભારતમાંથી માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જ સિંહ ટક્યા છે ? ઉલ્લેખનીય છે કે, વર્ષ 1911માં જૂનાગઢના નવાબ મહોબતખાન ત્રીજા ( Nawab Mahabat Khan III of Junagadh ) ના દ્વારા સિંહોના સંરક્ષણની સંપૂર્ણપણે શરૂઆત કરી શિકાર પર અંકુશ લાદવામાં આવ્યો હતો. આ બાદ આઝાદી બાદ વન વિભાગે આ બીડું ઝડપ્યું હતું અને આજદિન સુધી સિંહોના સંરક્ષના કાર્યને યોગ્ય રીતે નિભાવી રહ્યા છે.

World Lion Day 2021
World Lion Day 2021

By

Published : Aug 10, 2021, 8:14 AM IST

Updated : Aug 10, 2021, 12:44 PM IST

  • સૌ પ્રથમ વર્ષ 1911 મા જૂનાગઢ નવાબે ગીરના સિંહોને કર્યા સંરક્ષિત
  • નવાબના પ્રયાસને આગળ વધારવાનું વન વિભાગે બીડું ઝડપ્યું
  • સિહોના શિકારમાં કર્ણાટકની ટોળકી સહિતના લોકો જેલ હવાલે

જૂનાગઢ :વર્ષ 1911 બાદ ગીરમાં સિંહોની સંખ્યામાં સતત વધારો થયો છે 1911 પહેલા ગીરમાં સિંહનો શિકાર સામાન્ય વાત હતી આવી પરિસ્થિતિમાં સિંહોની સંતતિ સંકટગ્રસ્ત બની ગઈ હતી ત્યારે જૂનાગઢ નવાબ મહોબતખાન ત્રીજા ( Nawab Mahabat Khan III of Junagadh )ના સહકારથી સિંહોને ગીરમાં ફરી નવજીવન મળ્યું છે, ત્યારે ગીરમાં શિકાર જેવી તમામ ગતિવિધિઓ પર અંકુશ આવે તે માટે વન વિભાગ ( World Lion Day 2021 ) આધુનિક ટેકનોલોજી અને હથિયારના સહારે તેમજ જંગલમાં પગપાળા પેટ્રોલિંગ કરીને પણ સંભવિત શિકાર કે ગેરકાયદેસર સિંહ દર્શનની તમામ ગતિવિધિઓ પર અંકુશ મેળવવામાં સફળતા મળી છે. વર્ષ 2018માં આ જ પ્રકારના ગુનામાં શામેલ કેટલાક આરોપીને જેલની સજા પણ કરાવવામાં વન વિભાગ સફળ રહ્યું હતું.

જૂનાગઢ નવાબ દ્વારા સૌ પ્રથમ વાર મૂકાયો શિકાર પર પ્રતિબંધ

વર્ષ 1911 પહેલા ગીરમાં જંગલના રાજા સિંહનો શિકાર સામાન્ય વાત હતી, રાજા રજવાડાઓ અને વિદેશી શાસકો દ્વારા પોતાના શિકારના શોખને પુર્ણ કરવા માટે સિંહોના આડેધડ શિકાર કરવામાં આવતા હતા, પરંતુ વર્ષ 1911માં જૂનાગઢ નવાબે શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ લાદીને આવી ગતિવિધિઓમાં શામેલ પ્રત્યેક વ્યક્તિને મરણતોલ સજા આપવાનું નક્કી કર્યું હતું, ત્યારથી ગીરમાં સિંહોની શિકારની ગતિવિધિ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાગી ગયો હતો, પરંતુ વચ્ચેના કેટલાક સમયમાં પરપ્રાંતીય કર્ણાટકની શિકાર ટોળકી સક્રિય બની હતી. આ બાબતે ગીરના જંગલમાં કેટલાક સિંહોનો શિકાર થયો છે તે વાતની પુષ્ટી થતાં જ વન વિભાગ ચોંકી ગયું હતું અને શિકારની ગતિવિધિમાં શામેલ તમામ શિકારી ટોળકીના સદસ્યોને પકડી પાડીને સિંહોના શિકારીઓ પર સકંજો કસી દીધો હતો. સિંહનો શિકાર મુખ્યત્વે તેના નખ માટે થતો હોય છે, ત્યારે આવી લાલચામાં સપડાઈને કર્ણાટકની શિકારી ગેંગના સદસ્યોએ સિંહનો શિકાર તો કરી નાખ્યો, પરંતુ વન વિભાગના સકંજામાંથી બચવામાં નિષ્ફળ રહ્યા અને કારાવાસ સુધીની સજા આપવામાં આવી હતી.

World Lion Day 2021

2007/08માં કર્ણાટકની ટોળકીએ કર્યો હતો શિકાર

વર્ષ 1911 પહેલા ગીરના જંગલમાં શિકાર પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ જોવા મળતો ન હતો, તેને કારણે રાજા રજવાડાઓ અને વિદેશી શાસકો દ્વારા સિંહોના બેફામ શિકાર કરવામાં આવ્યા હોવાથી, ગીરમાં સિંહો લુપ્તપ્રાય થવાને આરે પહોંચી ગયા હતા, પરંતુ 1911 બાદ જૂનાગઢ નવાબે સિંહોના શિકાર પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદતા, સિંહો સુરક્ષિત બન્યા હતા. આ ઉપરાંત, ફરી એક વખત ગીરના સિંહો પર કર્ણાટકની શિકારી ટોળકીની નજર બગડી અને વર્ષ 2007/08ના સમયમાં આ ટોળકીના સદસ્યોએ 4 જેટલા સિંહોના શિકાર કરી નાખ્યાની ઘટના સમગ્ર ગીર વિસ્તારને ઝંઝોડી નાખે તેવી સામે આવી હતી. સિંહનો શિકાર કરીને ફરાર થવામાં નિષ્ફળ રહેલા શિકારી આજે પણ જેલમાં જોવા મળે છે. વર્ષ 2018માં આ જ પ્રકારે બાબરીયા રેન્જમાં સિંહોને ગેરકાયદેસર હેરાન પરેશાન કરવાના કિસ્સામાં ત્રણ જેટલા સદસ્યોને જેલની સજા ફરમાવવામાં આવી હતી, તેઓ પણ આજે જેલમાં જોવા મળી રહ્યા છે.

સિંહના શિકાર પૂર્વે જ શખ્સોને વન વિભાગે ઝડપ્યા

વર્ષ 2011 બાદ સિંહોના શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ આવતા ગેરકાયદેસર સિંહ દર્શનનો ધંધો કેટલાક વિસ્તારમાં જોવા મળતો હતો, વર્ષ 2018 માં ગીરગઢડા નજીક કેટલાક શખ્સો પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે સિંહોને મરઘીનો શિકાર આપવાની લાલચ બતાવીને ગેરકાયદેસર સિંહ દર્શન કરાવી રહ્યા હતા, આ પૈકીના મોટાભાગના શખ્સો આજે જેલમાં જોવા મળી રહ્યા છે. સોમનાથ જિલ્લાના પ્રાચી નજીક સિંહનો શિકાર કરવાની ફિરાકમાં ફરી રહેલા 30 જેટલા પર પ્રાંતિયોને સિંહ અને વન્ય પ્રાણીઓના શિકાર કરવાના હથિયારો સાથે પકડી પાડીને વન વિભાગે સિંહોના શિકારની સંભવિત ઘટનાને અંજામ આપતા પૂર્વે જ રોકી દેવામાં સફળતા મળી હતી.

જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરનારાઓની સંખ્યામાં ઘટાડો

સમય બદલવાની સાથે વન વિભાગ આધુનિક ટેકનોલોજી અને માનવ બળે સિંહના શિકાર અને તેની પજવણીની ઘટનાઓ પર સંપૂર્ણપણે કાબુ મેળવ્યો છે. વન વિભાગના કર્મચારી અને અધિકારીઓને સિંહોની સુરક્ષા માટે હથિયાર સહિત આધુનિક કહી શકાય તેવાત વાયરલેસ ટેકનોલોજી સભર વાહનો, સિંહોને રેડિયો કોલર, CCTV કેમેરા અને 24 કલાક સતત જંગલના એક એક રસ્તા પર નજર રાખતા વન વિભાગના કાર્યનિષ્ઠ કર્મચારીઓને કારણે 2008 બાદ સિંહોના શિકારની એક પણ ઘટના કે ગતિવિધિ સામે આવી નથી. આગામી દિવસોમાં વન વિભાગ ટેકનોલોજીના સહારે સિંહોની સુરક્ષાને લઇને વધુ કેટલાક પગલાં ઉઠાવવા જઈ રહી છે, જેને કારણે જંગલના રાજા સિંહની સુરક્ષા વધુ ચોક્કસ બની શકશે. સાસણ નજીક પણ સિંહોની સુરક્ષા અને તેની ગતિવિધિ પર 24 કલાક નજર રહી શકે તેમજ જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર થતા પ્રવેશને રોકી શકાય તે માટે કંટ્રોલ યુનિટની પણ સ્થાપના કરવામાં આવી છે. જેના થકી જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનાર વ્યક્તિઓની સંખ્યામાં પણ ખુબજ ઘટાડો જોવા મળી રહ્યો છે.

Last Updated : Aug 10, 2021, 12:44 PM IST

ABOUT THE AUTHOR

...view details