ગુજરાત

gujarat

ETV Bharat / city

World Forestry Day 2022: આજે વિશ્વ વન દિવસ નિમિત્તે જાણીએ ગીર અને ગિરનાર સિંહોની શી સ્થિતિ છે

સમગ્ર વિશ્વમાં આજે વિશ્વ વન દિવસની (World Forestry Day 2022) ઉજવણી થઈ રહી છે. એક તરફ વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે. તેની વચ્ચે સૌરાષ્ટ્ર અને ગીરમાં જંગલોનું પ્રમાણ વિશેષ હોવાથી અહીં જીવ અને વન્ય સંપત્તિ (Status of lions in Junagadh) ખૂબ જ સચવાયેલી જોવા મળે છે. ત્યારે આવો જોઈએ આ વિશ્વ વન દિવસના મહત્વ (Importance of World Forestry Day) વિશે.

World Forestry Day 2022: આજે વિશ્વ વન દિવસ નિમિત્તે જાણીએ ગીર અને ગીરનાર સિંહોનું શું સ્થિતિ છે
World Forestry Day 2022: આજે વિશ્વ વન દિવસ નિમિત્તે જાણીએ ગીર અને ગીરનાર સિંહોનું શું સ્થિતિ છે

By

Published : Mar 21, 2022, 2:42 PM IST

જૂનાગઢઃ સમગ્ર વિશ્વમાં આજે વિશ્વ વન દિવસની (World Forestry Day 2022) ઉજવણી કરવામાં આવી રહી છે. વન્યજીવ સંપદા અને જંગલની સાથે પ્રાણી અને ઝાડને બચાવવા માટે દર વર્ષે 21 માર્ચે આ દિવસ ઉજવાય છે. સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ જેવી ઘાતક અને વૈશ્વિક સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે તેની સામે લડત આપતા એક માત્ર જંગલો બચાવવા માટે આજના આ દિવસની ઉજવણી (Importance of World Forestry Day) કરવામાં આવી રહી છે.

જંગલ વિસ્તારની મદદથી ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી શકાય છે

આ પણ વાંચોઃJungle safari Kevadia: કેવડિયા જંગલ સફારી પાર્કમાં અલ્પાકા લાંબા પ્રાણીઓએ બચ્ચાને જન્મ આપ્યો

લોકોમાં જાગૃતિ લાવવાનો ઉદ્દેશ - વિશ્વના પરિક્ષેત્રમાં આવેલા તમામ જંગલો ગ્લોબલ વોર્મિંગની સમસ્યા (Global warming is a global problem) સાથે લડવામાં મદદરૂપ થાય છે. સાથે સાથે જંગલની બહાર ઝાડનું પ્રમાણ વધવાથી પણ વૈશ્વિક સમસ્યા અને ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગ અને ગરમીમાંથી રાહત (Global warming is a global problem)મળી શકે છે. વધુમાં આવનારી પેઢીઓ જંગલ વન્ય સંપદા અને ઝાડને મહત્વ આપે તે માટે લોકોમાં જાગૃતિ લાવવાના ભાગરૂપે પણ વિશ્વ વન દિવસ ઉજવાય છે. તો આજે સમગ્ર રાજ્યમાં વિશ્વ વન દિવસ નિમિત્તે વૃક્ષારોપણ સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરીને વિશ્વ વન દિવસની ઉજવણી (Importance of World Forestry Day) થઈ રહી છે.

ગીરમાં જંગલો સિંહોને અનુકૂળ આવી રહ્યા છે
જૂનાગઢમાં સિંહોની સંખ્યા વધી રહી છે

ગીરમાં અનેક પ્રાણીઓની સંખ્યા વધી -વન્ય વિસ્તાર વધતા ગીરમાં સિંહ સહિત અનેક પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો છે. વિશ્વ વન દિવસ નિમિત્તે ગીર અને ગિરનાર સિંહોની યાદ (Status of lions in Junagadh) ચોક્કસ આવે વર્ષ 1990થી લઈને વર્ષ 2020 સુધી ગીરમાં સિંહોની સંખ્યાની સાથે સિંહોના નિવાસસ્થાન વિસ્તારમાં પણ ખૂબ મોટો વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 1990માં સમગ્ર વિસ્તારમાં 284 જેટલા સિંહો જોવા મળતા હતા, જે આજે 2020માં તેની સંખ્યા 674 સુધી પહોંચી ગઈ છે.

જૂનાગઢમાં સિંહની સ્થિતિ

આ પણ વાંચોઃBirth of two lion cubs : કેવડીયાની જંગલ સફારીમાં હરખનાં તેડાં, બે સિંહબાળની નટખટ ક્રીડાથી આનંદ ભયો અપાર

ગીરમાં જંગલો સિંહોને અનુકૂળ આવી રહ્યા છે - બીજી તરફ વર્ષ 1990માં સિંહોના નિવાસસ્થાન તરીકે જંગલ અને જંગલી બહારના વિસ્તારો (Status of lions in Junagadh) છે. તે 6,600 ચોરસ કિલોમીટરનો નોંધાયો હતો. તેમાં પણ ખૂબ વધારો થઈને વર્ષ 2020માં 30,000 ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં જંગલના રાજા સિંહ સહિત અનેક વન્યપ્રાણીઓ અસ્તિત્વ ધરાવી રહ્યા છે. આ સ્પષ્ટ દર્શાવે છે કે, આ આંકડાઓ ગીરમાં જંગલની સાથે જંગલના રાજા સિંહને પણ અનુકૂળ આવી રહ્યા છે અને જંગલની સાથે સિંહોની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.

ગીરમાં અનેક પ્રાણીઓની સંખ્યા વધી

જંગલ વિસ્તારની મદદથી ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી શકાય છે - સમગ્ર વિશ્વને ભરડામાં લઇ રહેલી ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યા (Global warming is a global problem) પર એક માત્ર જંગલ વિસ્તાર અને ઝાડ થતી કાબૂ મેળવી શકાય તેમ છે. સૌરાષ્ટ્ર અને ગીરમાં જંગલોનું પ્રમાણ વિશેષ (Status of lions in Junagadh) હોવાના કારણે અહીં જીવ અને વન્ય સંપત્તિ ખૂબ સચવાયેલી જોવા મળે છે, પરંતુ વિશ્વના પરિપેક્ષમાં આ સંપત્તિ ખૂબ જૂજ માનવામાં આવે છે ત્યારે પ્રત્યેક વ્યક્તિ પોતાની સમજદારી અને આગવી સૂઝબૂઝથી જંગલ વિસ્તારમાં વધારો કરે તો ગ્લોબલ વોર્મિંગ જેવી (Global warming is a global problem) સમસ્યા પણ નિવારી શકાય તેમ છે.

ABOUT THE AUTHOR

...view details