ગુજરાત

gujarat

ETV Bharat / city

World Anti Child Labor Day : આંતરરાષ્ટ્રીય બાળ મજુરી વિરોધી દિવસે જોવા મળ્યા બાળ મજૂરોના દ્રશ્યો - જૂનાગઢમાં બાળ મજૂરોના દ્રશ્યો જોવા મળ્યા

બાળ કામદારોની દુર્દશા વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 12 જૂને, વિશ્વભરમાં "વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ" (World Anti Child Labor Day) મનાવવામાં આવે છે. 'બાળ મજૂર' શબ્દ ઘણીવાર એવા કાર્ય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે બાળકોને તેમના બાળપણ, તેમની ક્ષમતા અને તેમના ગૌરવથી વંચિત રાખે છે, જે તેમના શારીરિક અને માનસિક વિકાસ માટે હાનિકારક છે. આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન (આઈએલઓ) એ 2002 માં બાળ મજૂર સામે વિશ્વ દિવસની શરૂઆત, બાળ મજૂરીનો વૈશ્વિક વિસ્તાર અને તેને દૂર કરવા માટે જરૂરી પગલાં અને પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરવા કરી હતી.

World Anti Child Labor Day : આંતરરાષ્ટ્રીય બાળ મજુરી વિરોધી દિવસે જોવા મળ્યા બાળ મજૂરોના દ્રશ્યો
World Anti Child Labor Day : આંતરરાષ્ટ્રીય બાળ મજુરી વિરોધી દિવસે જોવા મળ્યા બાળ મજૂરોના દ્રશ્યો

By

Published : Jun 12, 2022, 8:31 AM IST

જૂનાગઢ:સમગ્ર વિશ્વના બાળકો બાળ મજુરી (World Anti Child Labor Day) જેવા દૂષણમાંથી દુર થાય તેને લઈને સમગ્ર વિશ્વના દેશો દ્વારા 12 મી જુનના દિવસે બાળ મજુરી વિરોધી દિવસ મનાવવામાં આવે છે, ત્યારે જૂનાગઢમાં હજુ પણ બાળકો મજૂરી અને ભિક્ષાવૃત્તિ કરતા જોવા મળ્યા આ દ્રશ્યો ખૂબ ચિંતાજનક બની શકે છે. ભારતને બાળ મજુરી નાબુદી કરવાના ક્ષેત્રમાં સારા કામ બદલ કૈલાશ સત્યાર્થીને નોબેલ પારિતોષિતથી સન્માનવામાં આવ્યા હતા. તેની વચ્ચે આજે બાળમજૂરીનું પ્રમાણ સતત જોવા મળી રહ્યું છે.

World Anti Child Labor Day : આંતરરાષ્ટ્રીય બાળ મજુરી વિરોધી દિવસે જોવા મળ્યા બાળ મજૂરોના દ્રશ્યો

આ પણ વાંચો:ઓહો! ભારત હવે સુકા છાણાની નિકાસ કરશે, કુવૈતે આપ્યો આટલો મોટો ઑર્ડર

આજે આંતરરાષ્ટ્રીય બાળમજૂરી વિરોધી દિવસ :આજે 12મી જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય બાળ મજુરી વિરોધી દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસની ઉજવણી કરવા પાછળનો આશય સમગ્ર વિશ્વના બાળકો મજૂરી છોડીને તેમને મળતા મૌલિક અધિકારોમાં પોતાનું જીવન જીવે તેને લઈને કરવામાં આવી હતી. આ તમામ શક્યતા વચ્ચે આજે પણ જૂનાગઢમાં બાળ મજૂરોનું પ્રમાણ સતત વધી રહ્યું છે, આ ખુંબ ચિંતાનો વિષય છે. બાળકોને તેના મૌલિક અધિકારો પ્રાપ્ત થાય સારું શિક્ષણ અને આરોગ્ય સેવા મળે તે માટે બાળકોના રક્ષણ માટે અનેક વ્યવસ્થાઓ અને જોગવાઈ આજે પણ છે. તેમ છતાં બાળ મજૂરોનું પ્રમાણ ઘટાડવામાં સફળતા મળી નથી જે ચિંતાનો વિષય છે.

World Anti Child Labor Day : આંતરરાષ્ટ્રીય બાળ મજુરી વિરોધી દિવસે જોવા મળ્યા બાળ મજૂરોના દ્રશ્યો

બાળમજૂરીના ક્ષેત્રમાં ભારતને મળ્યો છે નોબેલ પારિતોષિક :ભારતમાંથી બાળમજૂરોની સમસ્યા દૂર થાય બાળકો ફરી શાળાએ જતા થાય તેવું ઉમદા કાર્ય કરવા બદલ કૈલાશ સત્યાર્થીને વિશ્વનો સૌથી ઊંચો નોબલ પારિતોષિક આપવામાં આવ્યો હતો. આ ઉપલબ્ધિની વચ્ચે આજે પણ આપણા સમાજમાં અને આસપાસ બાળ મજૂરીનું પ્રમાણ સતત અને ચિંતાજનક રીતે જોવા મળે છે. બાળમજૂરીમાં સંડોવાયેલા બાળકો મોટા ભાગે મજૂર અને ભિક્ષુક વર્ગમાંથી આવતા હોય છે. આવા પરિવારોમાં બાળકોની સંખ્યા પણ ખૂબ વધુ હોવાને કારણે બાળકો શાળાએ જવાને બદલે મજૂરી કે ભિક્ષાવૃત્તિ કરવાનો સરળ માર્ગ અપનાવે છે અને આ કામ કરાવવા પાછળ તેમના પરિવારના સભ્યો પણ સામેલ હોય છે. ખૂબ મોટો પરિવાર અને આર્થિક રીતે જરૂરિયાતો ન પૂર્ણ કરતા આવા પ્રત્યેક પરિવારો અને માતા-પિતાઓ તેમના સંતાનોને મજૂરી કે ભિક્ષા વૃત્તિ કરવા તરફ પ્રેરણા આપીને તેને મંજૂરી કે ભિક્ષાવૃત્તિ તરફ વાળી રહ્યા છે. આ ખુંબ ચિંતાનો વિષય છે. સમય રહેતાં આ સમસ્યા પર કામ કરવું પડશે નહીંતર બાળ મજુરોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળશે.

World Anti Child Labor Day : આંતરરાષ્ટ્રીય બાળ મજુરી વિરોધી દિવસે જોવા મળ્યા બાળ મજૂરોના દ્રશ્યો

આ પણ વાંચો:સંતાનોએ ઘરમાં પોતાના પિતાની મૂર્તિ સ્થાપિત કરી, પ્રેરણાદાયી બન્યો કિસ્સો

બાળ સુરક્ષા એકમ પણ વર્ષ દરમિયાન પકડે છે બાળ મજૂરોને : બાળ સુરક્ષા એકમ દ્વારા ગત વર્ષે અંદાજે 15 કરતાં વધુ સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 50 કરતાં વધુ બાળમજૂરો જોવા મળતા આ તમામને મુક્ત કરાવીને ફરીથી તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા, બાળ મજૂરીનું પ્રમાણ ભિક્ષાવૃત્તિ કચરો વિણવો ચા ની કીટલીમાં કામ કરવું, રેસ્ટોરન્ટ અને પાણીપુરીની લારીઓ પર મોટે ભાગે બાળ મજૂરો કામ કરતા જોવા મળતા હોય છે. બાળ સુરક્ષા એકમની તમામ કામગીરીની વચ્ચે પણ ગરીબ અને ભિક્ષુક વર્ગના પરિવારો ફરીથી તેમના બાળકોને ભિક્ષાવૃત્તિ કે બાળ મજૂરીના ક્ષેત્રમાં ફરી પાછા ધકેલી આપે છે, જે બાળ મજૂરીને ઘટાડવા માટે અવરોધક બની રહ્યું છે.

World Anti Child Labor Day : આંતરરાષ્ટ્રીય બાળ મજુરી વિરોધી દિવસે જોવા મળ્યા બાળ મજૂરોના દ્રશ્યો

ABOUT THE AUTHOR

...view details