ગુજરાત

gujarat

ETV Bharat / city

કૌતુકઃ માંગરોળના દરિયાના પાણીનો બદલાયો રંગ - દરિયાનું પાણી

કુદરતના અનેક રંગ છે તેમ કહેવાતું હોય છે. જોકે તેમાં દરિયાના પાણીનો રંગ બદલાતો જોવો એ અજાયબી ભર્યું લાગી શકે છે. જૂનાગઢના માંગરોળમાં દરિયામાં પાણીને રંગ બદલાતાં કૌતુક ફેલાયું હતું.

કૌતુકઃ માંગરોળના દરિયાના પાણીનો બદલાયો રંગ
કૌતુકઃ માંગરોળના દરિયાના પાણીનો બદલાયો રંગ

By

Published : May 30, 2020, 2:45 PM IST

જૂનાગઢઃ માંગરોળના દરિયામાં હાલ પાણીનો રંગ બદલાતાં અનેક તર્કવિર્તક સર્જાયાં હતાં. કારણ કે દરિયામાં પાણીનો રંગ ચોમાસાનું નવું પાણી કે નદીવોંકળાનું પાણી દરિયામાં જવાથી પાણીનો રંગ બદલાતો હોય છે. પરંતુ હાલ તો હજુ ચોમાસાની શરૂઆત થવાને પણ કેટલાક દિવસની વાર છે ત્યાં દરિયામાં પાણીના રંગમાં ફેરફાર થતાં અનેક તર્કવિતર્ક સર્જાયાં છે.

કૌતુકઃ માંગરોળના દરિયાના પાણીનો બદલાયો રંગ

ખાસ કરીને જાણકારોનું માનવું એવું છે કે હાલ દરિયામાં ચોમાસાના કરંટના કારણે પાણીના કલરમાં બદલાવ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details