ગુજરાત

gujarat

ETV Bharat / city

શિક્ષક હોય તો આવા, શાળાએ ન જઈ શકતા બાળકોને ભણાવવા યુવતીઓએ અપનાવી નવી તરકીબ - બધા માટે શિક્ષણની જરૂરિયાત

જૂનાગઢમાં 2 શિક્ષિત યુવતીઓ બાળકો શાળાએ ન જઈ શકતા બાળકોને શિક્ષણ આપવાનું કામ કરી રહી છે. આ બંને યુવતી મજૂર વર્ગના બાળકોને શિક્ષણ આપીને શિક્ષણની જ્યોતને વધુ પ્રજવલ્લિત કરી રહી છે. free education to poor child, woman celebrates teachers day, TEACHERS DAY 2022.

શિક્ષક હોય તો આવા, શાળાએ ન જઈ શકતા બાળકોને ભણાવવા યુવતીઓએ અપનાવી નવી તરકીબ
શિક્ષક હોય તો આવા, શાળાએ ન જઈ શકતા બાળકોને ભણાવવા યુવતીઓએ અપનાવી નવી તરકીબ

By

Published : Sep 5, 2022, 9:43 AM IST

Updated : Dec 5, 2022, 10:20 AM IST

જૂનાગઢઆજે 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ. સમગ્ર ભારતવર્ષમાં શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ સુધી પહોંચેલા એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને (dr radhakrishnan birthday teachers day) શિક્ષક દિવસ તરીકે (TEACHERS DAY 2022) મનાવવામાં આવે છે. ત્યારે જૂનાગઢની વાઘેલા જલ્પા અને પ્રતિક્ષા મોરી નામની બે શિક્ષિત યુવતીઓ આજે શાળાએ નહીં જતા પરપ્રાંતીય મજૂરોના બાળકોને શિક્ષણ આપીને અનોખી રીતે શિક્ષણની જ્યોત ચલાવી રહી છે.

શિક્ષણ એ મૂળભૂત જરૂરિયાત વર્તમાન સમયની એક માત્ર જરૂરિયાત (need of education for all) એટલે શિક્ષણ તેની વચ્ચે આજે અનેક બાળકો શાળાએ જઈ શકતા નથી. ત્યારે આવા બાળકોને શિક્ષણ આપવાની જવાબદારી ઉપાડી છે જૂનાગઢ શહેરની 2 શિક્ષિત યુવતીઓએ. તેઓ પોતાના કામકાજના સમયમાં જ્યારે પણ સમય મળે ત્યારે આ બંને શિક્ષિત યુવતીઓ મજૂરવર્ગના બાળકોને શિક્ષણ આપીને શિક્ષણની જ્યોત (woman celebrates teachers day) વધુ પ્રજ્વલિત કરી રહી છે.

ખાનગી શાળામાં નોકરી કરતી યુવતીએ ઝડપ્યું બીડું શહેરની ખાનગી શાળામાં નોકરી કરતી જલ્પા વાઘેલા અને પ્રતિક્ષા મોરી આ બંને પોતાના નોકરીના સમયમાંથી જ્યારે પણ સમય મળે ત્યારે કારખાનામાં કામ કરતા મજૂરના બાળકોને શિક્ષણ (free education to poor child) આપી રહી છે. આ બંને યુવતીઓએ (woman celebrates teachers day) ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શિક્ષણ વગર જીવનની કલ્પના કરવી ખૂબ મુશ્કેલ છે. આવી પરિસ્થિતિમાં નવી પેઢી શિક્ષણથી વંચિત રહી જાય તે કઈ રીતે ચલાવી શકાય.

કારખાના પર બાળકોને આપે છે શિક્ષણ આવા મનોમંથનની વચ્ચે આજે પણ અને જ્યારે સમય મળે ત્યારે મજૂર વર્ગના બાળકો કે (free education to poor child) જે પરપ્રાંતીય છે અને આજે પણ શાળાએ જતા નથી. તેવા તમામ બાળકોને તેમની ભાષામાં શિક્ષણ આપીને એક શિક્ષકની ગરજ સારી રહી છે. આ બંને યુવતીઓનો પ્રયાસ (woman celebrates teachers day) ખરેખર આવકારદાયક છે. કોઈ બાળક શિક્ષણથી (need of education for all) વંચિત ન રહે તેવો વિચાર કરીને તેને શિક્ષણ આપવું આજે શિક્ષક દિવસે કોઈ (TEACHERS DAY 2022) નાની ઉપલબ્ધી ન ગણી શકાય.

આ કારણે ઉજવાય છે શિક્ષક દિવસ મહત્વનું છે કે, આજે પાંચમી સપ્ટેમ્બર એટલે કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ(dr radhakrishnan birthday teachers day) વ્યવસાયે શિક્ષક સર્વપલ્લી રાધાકૃષ્ણ પોતાની વિશેષ ક્ષમતાઓને ઉજાગર કરીને એક શિક્ષકમાંથી વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશ ભારતના પ્રથમ શિક્ષક રાષ્ટ્રપતિ બન્યા હતા. તેમના જ માનમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના દિવસે શિક્ષક દિવસની ઉજવણી (TEACHERS DAY 2022) થાય છે.

Last Updated : Dec 5, 2022, 10:20 AM IST

ABOUT THE AUTHOR

...view details