ગુજરાત

gujarat

વન્યજીવોની અદભૂત અદા ફરી એક વાર કેમેરામાં થઈ કેદ

By

Published : Jun 25, 2022, 1:41 PM IST

ગીરના જંગલમાં ફરી એક વાર વન્યજીવ સૃષ્ટિપ્રેમીઓ માટે અદભૂત વીડિયો (Fun among wildlife lovers) સામે આવ્યો છે. અહીં ચિંકારા હરણ તેના બચ્ચાને દૂધ પીવડાવતી હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. સાથે જ સિંહનો પણ એક વીડિયો સામે (Stunning video of wildlife in the forest of Gir) આવ્યો છે.

વન્યજીવોની અદભૂત અદા ફરી એક વાર કેમેરામાં થઈ કેદ
વન્યજીવોની અદભૂત અદા ફરી એક વાર કેમેરામાં થઈ કેદ

જૂનાગઢઃ ગીરના જંગલમાં અવારનવાર વન્યજીવના અનેક અદભૂત ફોટો-વીડિયો સામે આવતા (Fun among wildlife lovers) હોય છે. તે જ રીતે ફરી એક વાર વન્યજીવ સૃષ્ટિપ્રેમીઓ માટે એક નવો વીડિયો (Stunning video of wildlife in the forest of Gir) સામે આવ્યો છે. વન્યજીવ ફોટોગ્રાફર કરીમ કડીવારને (Wildlife photographer Karim Kadiwar) આ વખતે જીવસૃષ્ટિને કેમેરામાં કેદ કરવાની તક મળી હતી. તેમના આ વીડિયોમાં જંગલનો રાજા સિંહ મારણ પર બેઠેલો જોવા મળે છે. બીજી તરફ ચિંકારા હરણ તેના બચ્ચાને દૂધ પીવડાવતી હોય તેવો અદભૂત વીડિયો સામે આવ્યો છે.

સિંહ અને ચિંકારા હરણનો અદભૂત વીડિયો

આ પણ વાંચો-પ્રવાસી માટે બંધ થઈ રહ્યા છે ગીર સફારી પાર્કના દરવાજા, જાણો ક્યારે થશે ફરી કાર્યરત

અદભૂત વીડિયો આવ્યો સામે -મહત્વનું છે કે, વન્યજીવ સૃષ્ટિની અદભુત દુનિયા સૌ કોઈને ગીર તરફ ખેંચી લાવે છે. ત્યારે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર કરીમ કડીવારને (Wildlife photographer Karim Kadiwar) જંગલમાં વધુ એક વખત અદભૂત વીડિયો કેમેરામાં કેદ કરવાની તક મળી છે. જંગલનો રાજા સિંહ મારણ પર બેઠો હતો. ત્યારે આ વીડિયો કેમેરામાં કેદ (Stunning video of wildlife in the forest of Gir) થયો છે. જ્યારે બીજા એક વીડિયોમાં સિહણ મારણ માટે જતી હોય તેવું જોવા મળે છે.

ચિંકારા હરણ તેના બચ્ચાને દૂધ પીવડાવતી હોય તેવો અદભૂત વીડિયો સામે આવ્યો

આ પણ વાંચો-સિંહે આખું ગામ માથે લીધાનો વીડિયો વાઈરલ, લોકોએ પણ લાકડી અને પથ્થરમારાથી કર્યું સ્વાગત

ચિંકારા હરણના વીડિયોએ સૌથી વધુ આકર્ષિત કર્યા -સૌને મંત્રમુગ્ધ કરી શકે તેવો આહલાદક વીડિયો ચિંકારા હરણ તેના બચ્ચાને દૂધ પીવડાવતી હોય તે પ્રકારનો વીડિયો કેમેરામાં (Stunning video of wildlife in the forest of Gir) કેદ થયો છે. વન્યજીવ સૃષ્ટિની આ ત્રણ અલગ-અલગ ઘટનાઓ ગીરને વધુ જીવંત બનાવી રહી છે. આના કારણે આજે પણ સમગ્ર વિશ્વમાં પ્રવાસીઓ માટે અદકેરું સ્થાન ધરાવે છે. ગીરમાં જોવા મળતી વન્યજીવ સૃષ્ટિની વિવિધતાના કારણે ગીર આજે પણ પ્રવાસીઓથી સતત ધમધમતું જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details