જૂનાગઢઃ સંસદ સભ્યોની બનેલી વન્યજીવ કમિટીના (Wildlife Committee Members Gir Visit) 11 સભ્યો પૂર્વ વન અને પર્યાવરણ પ્રધાન ડો. જયરામ રમેશની (Dr. Jayram Ramesh Junagadh Visit) આગેવાનીમાં ચાર દિવસ સુધી ગીરની મુલાકાતે આવ્યા હતા. ગીરના જંગલની સાથે અહીં આવેલા અભયારણ્યો અને માલધારીઓની સાથે ગીર વિસ્તાર બહાર રેવન્યૂ વિસ્તારમાં સતત વધી રહેલી સિંહોની સંખ્યા અને તેના કારણે માનવ અને સિંહો વચ્ચેના ઘર્ષણના બનાવો અંગે ગંભીરતાપૂર્વક અભ્યાસ (Concerns about the safety of lions) કર્યો હતો.
સમિતિએ આસપાસના વિસ્તારોની પણ લીધી મુલાકાત - આ કમિટીની અધ્યક્ષતા પૂર્વ વન અને પર્યાવરણ પ્રધાન ડો. જયરામ રમેશ (Dr. Jayram Ramesh Junagadh Visit) કરી રહ્યા હતા, તેમની સાથે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી, સાક્ષી મહારાજ સહિત 11 સભ્યોએ જીવ અને આસપાસના વિસ્તારો તેમ જ અભયારણ્યની મુલાકાત કરી હતી. અહીં માલધારીઓથી લઈને જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓને મળી રહેલી સુવિધાઓને લઈને તેઓ ચોક્કસ તારણ અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારને રિપોર્ટ (Suggestions to Central and State Governments for setting up of new sanctuaries) કરવા જઈ રહી છે. આ રિપોર્ટમાં અનેક શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને સિંહોની સુરક્ષાને લઈને વન્યજીવ સમિતિ (Concerns about the safety of lions) ખૂબ જ ગંભીર જોવા મળી હતી.
ગીરનું જંગલ અને અભયારણ્યો સિંહ માટે અપૂરતા - વન્યજીવ સમિતિ અને ગીરમાં આવેલા અભયારણ્યોને લઈને પોતાનું ચોક્કસ તારણ વ્યક્ત કર્યું છે. પૂર્વ કેન્દ્રિય પ્રધાન ડો. જયરામ રમેશની (Dr. Jayram Ramesh Junagadh Visit) અધ્યક્ષતામાં બનેલી સમિતિ ગીરનું જંગલ (Wildlife Committee Members Gir Visit) અને આ વિસ્તારમાં આવેલા સાસણ, દેવળિયા અને આંબરડી સફારી પાર્ક સિંહોના નિવાસ સ્થાને લઈને હવે ખૂબ નાના પડી રહ્યા હોવાનું તારણ કાઢ્યું હતું. આના કારણે ગીરના સિંહો ગીરના અભયારણ્યની બહાર રેવન્યૂ વિસ્તારમાં પણ ખૂબ જ જોવા મળે છે, જે ચિંતાનો વિષય છે.
પોરબંદરમાં નવું અભયારણ્ય બનાવી શકાય છે-ગીરના સિંહોની સુરક્ષા અંગે વધુ કેટલાક અભયારણ્યો બનાવવાની સૂચના સમિતિએ (Suggestions to Central and State Governments for setting up of new sanctuaries) રજૂ કરી છે. પોરબંદર નજીક બરડા જિનપુલ હાલ કાર્યરત્ છે. ત્યારે આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ ગીરને મળતી આવતી હોવાના કારણે પણ અહીં કોઈ અભયારણ્યને સ્થાન આપી શકાય તેમ છે. આથી સિંહોની વસ્તીને ગીર વિસ્તારમાં જ રાખીને તેના સંવર્ધનને લઈને ખૂબ સારું કામ થઈ શકે છે.
વર્ષ 1972માં સ્થપાયેલા લાયન પ્રોજેક્ટનો અર્થ હજી સુધી નથી થયો પૂર્ણ -સમિતિના અધ્યક્ષ અને પૂર્વ વન અને પર્યાવરણ પ્રધાન ડો. જયરામ રમેશે (Dr. Jayram Ramesh Junagadh Visit) તેવું સ્પષ્ટ તારણ કાઢયું હતું કે, સિંહોની સુરક્ષા અને તેના સંવર્ધનને લઈને વર્ષ 1972માં તત્કાલિન વડાપ્રધાન સ્વર્ગસ્થ ઈન્દિરા ગાંધીએ સિંહ પ્રોજેક્ટ (Lion Project) શરૂ કર્યો હતો. ત્યારબાદ વર્ષ 1973માં વાઘ પ્રોજેક્ટ (Tiger Project) પણ રજૂ થયો હતો. બંને પ્રોજેક્ટ રજૂ થવાની વચ્ચે 12 મહિના જેટલા સમયનો તફાવત જોવા મળે છે, પરંતુ જે પ્રકારે વાઘની સંખ્યા સતત વધારવામાં આ પ્રોજેક્ટ ખૂબ સફળ રહ્યો છે. સાથે સાથે આ પ્રોજેક્ટ અંતર્ગત વાઘના અભયારણ્યો પણ ખૂબ વધી રહ્યા છે. તેના કારણે વાઘોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળે છે.
સિંહ પ્રોજેક્ટમાં કોઈ નક્કર કામ નથી થયું -આની સામે સિંહ પ્રોજેક્ટ (Lion Project) અંતર્ગત હજી સુધી કોઈ નક્કર કામ થયું હોય તેવું સામે આવ્યું નથી. સિંહોની સંખ્યા સતત વધી રહી છે, પરંતુ સિંહોની વસતી 50 ટકા કરતા વધુ ગીરની બહાર જોવા મળી છે, જે ચિંતાનો વિષય છે. સાથે સાથે સિંહનો મૃત્યુ દર 22 ટકાની આસપાસ જોવા મળે છે, જે વાઘના મૃત્યુદર કરતા 17 ટકા વધુ હોવાનું પણ સમિતિના ચેરમેન જયરામ રમેશે જણાવ્યું હતું.