ગુજરાત

gujarat

ETV Bharat / city

Wild Animal Cage in junagadh : આ એવું પાંજરુ છે જે પોતાનો ખાસ વારસો ધરાવે છે

1936માં બનેલું પાંજરું આજે પણ એવું જ પ્રસ્તુત બની રહેલું છે જે તે બનાવાયું એ સમયે પણ હતું.સક્કરબાગ ઝૂના આ પાંજરા (Wild Animal Cage in junagadh) વિશે રસપ્રદ માહિતી આ રહી.

By

Published : Feb 17, 2022, 2:23 PM IST

Updated : Feb 17, 2022, 3:37 PM IST

Wild Animal Cage in junagadh : આ એવું પાંજરુ છે જે પોતાનો ખાસ વારસો ધરાવે છે
Wild Animal Cage in junagadh : આ એવું પાંજરુ છે જે પોતાનો ખાસ વારસો ધરાવે છે

જૂનાગઢ : સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને એશિયાનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય માનવામાં આવે છે. ગીર વિસ્તારમાં જોવા મળતા સિહ અને અન્ય પ્રાણીઓની સુરક્ષા અને એકમાત્ર ગીરમાં જોવા મળતા એશિયાટીક સિહોની પ્રજાતિ સુરક્ષિત રહે તે માટે જેતે સમયે જૂનાગઢના નવાબ દ્વારા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ (Interesting thing about Junagadh Zoo cage) કરાવ્યું હતું.

1936થી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં કામ આવતું પાંજરુ

1936થી પાંજરુ ઉપયોગમાં લેવાઈ રહ્યું છે

પ્રાણી સંગ્રહાલયમાં ( Junagadh Sakkarbagh Zoo )વર્ષ 1936માં જૂનાગઢના દીવાન આર પી કેડલ દ્વારા સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓને પાંજરે (Cage of Asiatic Lion in Sakkarabag) પુરવા તેમજ બીમાર થવાની પરિસ્થિતિમાં પાંજરામાં સિંહ સહિત અન્ય હિંસક પ્રાણીઓને સારવાર આપવાને લઈને એક પાંજરાનુ (Wild Animal Cage in junagadh) નિર્માણ કરાવવામાં આવ્યું હતું. જેને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને (Interesting thing about Junagadh Zoo cage)ભેટ સ્વરૂપે અર્પણ કરાયું હતું. આ પાંજરૂ આજે પણ કાર્યરત હાલતમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે.

આ પણ વાંચોઃ Asia Sakkarbagh Zoo: લુપ્ત થતી પ્રજાતિઓને અટકાવા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓ તત્પર

આ પાંજરાની ડિઝાઇન મુજબ આજે પણ પાંજરા બની રહ્યા છે

વર્ષ 1936માં બનેલું પાંજરુ (Wild Animal Cage in junagadh) સુરક્ષા અને સલામતી માટે ખૂબ જ આદર્શ માનવામાં આવે છે. પરંતુ તેનું વજન ખૂબ જ ભારે હોવાને કારણે વર્તમાન સમયમાં આ પ્રકારના પાંજરાઓ વ્યાવસાયિક ધોરણે અને સિંહ તેમજ અન્ય પ્રાણીઓના રેસ્ક્યુ તેમજ સારવાર માટે ઉપયોગમાં લેવાતા નથી. આ પાંજરાની માફક વર્તમાન સમયમાં વજનમાં હ(Interesting thing about Junagadh Zoo cage)ળવા અને લોખંડની પાઈપમાંથી બનાવવામાં આવેલા પાંજરાનો ઉપયોગ વન વિભાગ સિંહ તેમજ અન્ય હિંસક પ્રાણીઓના રેસ્ક્યુ અને સારવાર માટે કરી રહી છે.

રસપ્રદ માહિતી આ રહી

આ પણ વાંચોઃ ડાંગ અને પંચમહાલના જંગલોમાં જોવા મળતા લાલ મરઘાનું Sakkarbagh Zooમાં સફળ બ્રિડિંગ, સંકટગ્રસ્ત પ્રજાતિને બચાવી લેવાના પ્રયાસો

કર્મચારીઓની સુરક્ષાનું પણ ધ્યાન રખાયું છે

વર્તમાન સમયમાં ઉપયોગમાં લેવાતા પાંજરાઓ વર્ષ 1936માં નિર્માણ પામેલા પાંજરાની (Wild Animal Cage in junagadh) ટેકનોલોજી અનુસાર બનાવવામાં આવી રહ્યા છે કેટલાક પાંજરાઓમાં ગીયરની જગ્યા પર કર્મચારીઓ દ્વારા હાથેથી દરવાજો ખોલ બંધ કરી શકાય તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે. આમ કરવા પાછળનું કારણ સ્થળ પર રેસ્ક્યૂ કરવા ગયેલા (Interesting thing about Junagadh Zoo cage) કર્મચારીઓની સુરક્ષા અને દરવાજાને ખૂબ જ ઝડપથી બંધ કરી શકાય તે માટે કરવામાં આવી છે. આ સિવાય પાંજરાની મોટાભાગની ટેકનોલોજી વર્ષ 1936માં બનાવવામાં આવેલા પાંજરાની માફક આજે પણ જોવા મળે છે.

Last Updated : Feb 17, 2022, 3:37 PM IST

ABOUT THE AUTHOR

...view details