ગુજરાત

gujarat

ETV Bharat / city

Forest Minister visit Sasan: કેન્દ્રીય વન પ્રધાન ભૂપેન્દ્ર યાદવ શા માટે આવ્યા છે સાસણની મુલાકાતે - Parliamentary Wildlife Committee

આજે રાત્રે સાસણમાં વન વિભાગના(Forest Department in Sasan) અધિકારીઓ સાથે કેન્દ્રીય પ્રધાન અને વન વિભાગના ડાયરેકટર જનરલ(Wildlife Director General of Forest ) ગીરની સમસ્યાઓ ગીરનુ જંગલ અને જંગલ વિસ્તારમાં રહેતા માલધારીઓની સમસ્યાઓનો પ્રોજેક્ટ લાયનને આગળ ધપાવવા માટે અધિકારીઓને શું સૂચના આપશે? જાણો આ અહેવાલમાં.

Forest Minister visit Sasan: કેન્દ્રીય વન પ્રધાન ભૂપેન્દ્ર યાદવ શા માટે આવ્યા છે સાસણની મુલાકાતે
Forest Minister visit Sasan: કેન્દ્રીય વન પ્રધાન ભૂપેન્દ્ર યાદવ શા માટે આવ્યા છે સાસણની મુલાકાતે

By

Published : May 23, 2022, 10:44 PM IST

જૂનાગઢ:આજથી(સોમવારે) કેન્દ્રીય પ્રધાન(Union Forest Minister ) ભુપેન્દ્ર યાદવની સાથે wildlife ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેસ્ટ SP યાદવ બે દિવસની મુલાકાતે આવ્યા છે. આજે તેઓ સાસણના અધિકારીઓ સાથે બેઠક કરીને આવતીકાલે જંગલની મુલાકાત કરી હતી. માલધારીઓની સાથે ગીરની સમસ્યાઓ(Problems of cattle owners) વિશે અધિકારીઓ પાસેથી વિગતો એકત્રિત કરશે.

વન વિભાગના અધિકારીઓ સાથે આજે રાત્રે સાસણમાં ગીર જંગલની મુશ્કેલીઓ અને જંગલ વિસ્તારમાં રહેતા પશુપાલકોની સમસ્યાઓ અંગે માહિતી એકત્ર કરવા માટે મળ્યા હતા.

આ પણ વાંચો:શું હવે ગીરના જંગલોમાં જ સિંહ સુરક્ષિત નથી ?, મુશ્કેલીના ભણકારા

ગીરનુ જંગલ અને જંગલ વિસ્તારમાં રહેતા માલધારીઓની સમસ્યાઓનો અધિકારીઓ -કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને વન વિભાગના ડાયરેક્ટર જનરલ SP યાદવ આજથી સાસણની મુલાકાતે(Meeting with Sasan officials) છે. કેન્દ્રીય પ્રધાન અને વન વિભાગના ડાયરેક્ટર જનરલ, વન વિભાગના અધિકારીઓ સાથે આજે રાત્રે સાસણમાં ગીર જંગલની મુશ્કેલીઓ અને જંગલ વિસ્તારમાં રહેતા પશુપાલકોની સમસ્યાઓ અંગે માહિતી એકત્ર કરવા માટે મળ્યા હતા. આ પ્રોજેક્ટ આગામી દિવસોમાં અધિકારીઓને સિંહોને કેવી રીતે આગળ લઈ જવા તે અંગે સૂચનાઓ આપશે તેવી અપેક્ષા છે. કેન્દ્રીય પ્રધાનની આજની મુલાકાતથી, આગામી દિવસોમાં પ્રોજેક્ટ લાયન ખૂબ જોરશોરથી શરૂ થાય તેવી પ્રબળ સંભાવના છે.

કાલે કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને ડાયરેક્ટર જનરલ વાઈલ્ડ લાઈફ એસ પી યાદવ માલધારીઓને મળીને તેમના પ્રશ્નોનું નિરાકરણ થાય તે માટે તબ્બકાવાર મુલાકાત કરશે

આ પણ વાંચો:દમણગંગા પાર તાપી રીવરલીંક પ્રોજેક્ટ રદ્દ કરાતા ધારાસભ્ય અનંત પટેલએ કહી આ મોટી વાત...

સાસણ જૂનાગઢ અને ગીરના માલધારીઓ સાથે તબક્કાવાર બેઠક -સંસદીય વન્યજીવ કમિટીએ(Parliamentary Wildlife Committee) પણ થોડા દિવસો પહેલા સાસણની મુલાકાત લીધી હતી. પરિમલ નથવાણી અને પૂર્વ કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન જયરામ રમેશની આગેવાની હેઠળ સંસદીય વન્યજીવ કમિટી દ્વારા તાજેતરમાં ગીર સાસણ જૂનાગઢ અને ગીર માલધારીઓ સાથે ચાર દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કમિટીએ પોતાનો અંતિમ રિપોર્ટ રજૂ કર્યા બાદ આજે ફરી એક વખત કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન(Union Minister of Forests and Environment) ભુપેન્દ્ર પટેલની સાથે ડાયરેક્ટર જનરલ wildlife SP યાદવ પણ સાસણ આવ્યા છે. ડાયરેક્ટર જનરલ વાઈલ્ડ લાઈફ SP યાદવ માલધારીઓ સાથે તબક્કાવાર મુલાકાત કરીને તેમની ચિંતાઓને દૂર કરશે.

ABOUT THE AUTHOR

...view details