જૂનાગઢ જિલ્લામાં એક અઠવાડિયા બાદ ફરીથી જથ્થાબંધ તમાકુનું વેચાણ શરૂ - કોરોના વાઈરસ ન્યૂઝ
એક અઠવાડિયા બાદ ફરીથી તમાકુની દુકાનો જૂનાગઢ શહેર અને જિલ્લામાં ધમધમી રહી છે. જે પ્રકારે એક અઠવાડિયા પહેલા તમાકુની દુકાનો ખુલ્યા બાદ તેને અનિશ્ચિત સમય સુધી બંધ કરવાની ફરજ પડી હતી. 28 મેંથી ફરીથી દુકાનોના દ્વાર ખુલતા તમાકુના વ્યસનીઓ ખરીદી માટે વહેલી સવારથી જ લાઈનમાં ઉભેલા જોવા મળતા હતા.
જૂનાગઢમાં જથ્થાબંધ તમાકુનું વેચાણ શરૂ
જૂનાગઢઃ શહેર અને જિલ્લામાં બંધ તમાકુની દુકાનના દ્વાર ગુરૂવારથી ફરી એક વખત ખુલતા જોવા મળી રહ્યા છે, જે પ્રકારે 1 અઠવાડિયા પહેલા તમાકુની દુકાનો ખુલવા પામી હતી. પરંતુ 50 દિવસ સુધી બંધ રહેલી આ દુકાનો ખુલતાની સાથે જ મોટી સંખ્યામાં તમાકુના વ્યસનીઓએ તમાકુની ખરીદી કરવા માટે પડાપડી બોલાવી હતી. જેને ધ્યાને રાખીને જથ્થા તમાકુના વેપારીઓએ તેમની દુકાનો અનિશ્ચિત સમય સુધી બંધ રાખવાની ફરજ પડી હતી.