- રક્ષાબંધનના તહેવારને લઈને પોસ્ટ વિભાગ દ્વારા વિશેષ તૈયારીઓ
- રાખડી અને શુભેચ્છા સંદેશ માટે ખાસ વોટરપ્રુફ કવર વેચાણ અર્થે મૂક્યું
- 10 રૂપિયાના મૂલ્યનું કવર સમગ્ર દેશમાં રાખડી સાથે શુભેચ્છા સંદેશ પણ પહોંચાડશે
જૂનાગઢ: આગામી દિવસોમાં ભાઈ-બહેનના પ્રેમના સંબંધ તણો રક્ષાબંધન (Raksha Bandhan 2021)નો પવિત્ર તહેવાર આવી રહ્યો છે, જેને ધ્યાને રાખીને પોસ્ટ વિભાગે વિશેષ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. જે અંતર્ગત આગામી રક્ષાબંધનના તહેવારને લઈને રાખડી અને શુભેચ્છા સંદેશ મોકલવા માટેનું ખાસ વોટરપ્રુફ કવર વહેચાણ અર્થે મૂક્યું છે. જેને ગ્રાહકો પણ સારો પ્રતિસાદ આપી રહ્યા છે. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ચોમાસાની ઋતુ દરમિયાન આવતો હોય છે. જેને ધ્યાને રાખીને રાખડી મોકલવા માટેનું ખાસ વોટરપ્રુફ કવર પોસ્ટ વિભાગે બજારમાં મૂક્યું છે.
10 રૂપિયાના મૂલ્યના કવરથી રાખડી અને શુભેચ્છા સંદેશ મોકલી શકાશે
પોસ્ટ વિભાગ ( Post Department ) દ્વારા રાખડી અને શુભેચ્છા સંદેશ મોકલવા માટેના ખાસ વોટરપ્રુફ કવર (Water proof covers) ની કિંમત 10 રૂપિયા રાખવામાં આવી છે. આ કવર થકી દેશના કોઈપણ રાજ્ય અને શહેરમાં રાખડીની સાથે શુભેચ્છા સંદેશ મોકલી શકાશે. આ પ્રકારની વ્યવસ્થા થવાથી હવે રાખડીની સાથે બહેન દ્વારા મોકલવામાં આવેલો સંદેશ વરસાદી પાણીમાં નુકસાન થયા વગર પ્રત્યેક ભાઈના ઘર સુધી પહોંચી શકશે.