- જૂનાગઢમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડોઉનની શક્યતા
- આગામી દિવસોમાં વધુ વ્યાપારી સંકુલો સ્વૈચ્છિક રીતે બંધ થાય તેવી શક્યતા
- કોરોના સંક્રમણને ડામવા હવે વેપારીઓ મેદાનમાં આવી રહ્યા છે
જૂનાગઢ:કોરોનાનું સતત વધી રહેલું સંક્રમણ હવે ભયાવહ બનતું જાય છે. આવી પરિસ્થિતિમાં હવે વેપારીઓ પણ સ્વૈચ્છિક લોકડાઉનના રસ્તે ચાલવા નીકળી પડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જૂનાગઢના કાળવા ચોકથી લઈને તળાવ દરવાજા સુધીના વ્યાપારિક સંકુલો બપોરના 2 વાગ્યા બાદ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે. સતત વધી રહેલું સંક્રમણ હવે જૂનાગઢમાં પણ ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે. ત્યારે, આવી પરિસ્થિતિમાં વેપારીઓએ સ્વૈચ્છિક તેમના વેપાર, રોજગાર-ધંધા બંધ રાખીને લોકડાઉન કરવા તરફની પહેલ કરી ચૂક્યા છે. જેના ભાગરૂપે આ વિસ્તારની તમામ દુકાનો બપોરના 2 બાદ બંધ રાખવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:પ્લાયવુડ મર્ચન્ટ એસોસિએશનના વેપારીઓ દ્વારા સાંજના 5 વાગ્યા પછી લાગુ કરાયું સ્વૈચ્છિક લોકડાઉન