જૂનાગઢઃ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતમાંથી (Presidential Election 2022) કૉંગ્રેસના કુલ 7 જેટલા ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. તેમણે NDAના રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુને મત આપ્યા હતા. ત્યારે હવે સૂત્રો તરફથી અહેવાલ પ્રસિદ્ધ થયા (Cross Voting of Congress in Presidential Elections) હતા કે, 7 ધારાસભ્યો પૈકી એક ધારાસભ્ય તરીકે વિસાવદરના હર્ષદ રિબડિયાનું નામ પણ ચાલી રહ્યું છે. બીજી તરફ હર્ષદ રીબડીયાએ ક્રોસ વોટિંગ કર્યાની વાતને પાયાવિહોણી ગણાવી (Visavdar MLA Harshad Ribadia denied for cross voting) હતી.
ધારાસભ્યો સામે કડક કાર્યવાહીની માગ - આ સાથે જ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ (Visavdar MLA Harshad Ribadia denied for cross voting) ચૂંટણીના સમયમાં કાર્યકરોને નિરુત્સાહી બનાવવા માટેનું ષડ્યંત્ર હોવાનું કહીને ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યો સામે આકરી કાર્યવાહી કરવાની માગ (Strict action against cross voting MLAs) પણ કરી હતી.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં થયું ક્રોસ વોટિંગ - રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ હવે ક્રોસ વોટિંગને લઈને કોંગ્રેસમાં વિવાદ સામે આવી (Cross Voting of Congress in Presidential Elections) રહ્યો છે. કૉંગ્રેસના 7 જેટલા ધારાસભ્યોએ રાષ્ટ્રપતિપદ માટે ભાજપ સમર્થિત ઉમેદવાર દ્રોપદી મુર્મુને મત આપ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે જે ધારાસભ્યોએ UPAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હા વિરુદ્ધ મતદાન કર્યું છે. તેમાં વિસાવદરના ધારાસભ્યના હર્ષદ રિબડિયાનું નામ પણ સૂત્રોના હવાલાથી આપવામાં આવ્યું છે.