- માળિયા તાલુકાના ગામના લોકોએ સરવે કરી સહાયની માગ કરી
- વાવાઝોડાના કારણે જૂનાગઢના માળિયા હાટીના તાલુકાના કેટલાક ગામો અસરગ્રસ્ત
- કાત્રાસા ગામના લોકોએ નુકસાનીનો સરવે કરીને રાહત આપવાની કરી માગ
આ પણ વાંચો-કપરાડામાં વાવાઝોડાથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવા આમ આદમી પાર્ટીએ મામલતદારને આવેદનપત્ર આપ્યું
જૂનાગઢ- રાજ્યમાં 18મેએ આવેલા તૌકતે વાવાઝોડાના કારણે જૂનાગઢ જિલ્લાના અનેક તાલુકામાં આવેલા ગામો અસરગ્રસ્ત થયા છે. ત્યારે માળિયા હાટીના તાલુકામાં આવેલા કાત્રાસા ગામમાં પણ ખૂબ જ નુકસાન થયું છે, જેને ધ્યાનમાં રાખી અહીંના લોકોએ નુકસાનનું વળતર આપવા સરકાર પાસે માગ કરી છે.
કાત્રાસા ગામના લોકોએ નુકસાનીનો સરવે કરીને રાહત આપવાની કરી માગ આ પણ વાંચો-સુરત જિલ્લાના ખેડૂતોને વાસ્તવિક વળતર ચૂકવવા માગ
કાત્રાસા ગામમાં અનેક મકાનોને નુકસાન
કાત્રાસા ગામમાં વાવાઝોડાના કારણે કાચા મકાનો પડી ગયા છે. ખેતી અને પશુધનને પણ ખૂબ નુકસાન થયું છે. આ સમગ્ર નુકસાનને ધ્યાનમાં રાખી ગામના લોકોએ સરવે કરીને તાકીદે નુકસાનનું વળતર આપવા સરકાર પાસે માગ કરી છે.
વાવાઝોડાના કારણે જૂનાગઢના માળિયા હાટીના તાલુકાના કેટલાક ગામો અસરગ્રસ્ત માળિયા હાટીના તાલુકામાં 20 ગામ વાવાઝોડાથી અસરગ્રસ્ત
માળીયા હાટીના તાલુકામાં 20 જેટલા મકાનોને તૌકતે વાવાઝોડાને કારણે નુકસાન થયું છે. ગામમાં ગાય અને કેટલાક બકરાં પણ વાવાઝોડાને કારણે મોતને ભેટ્યા છે. આ પરિસ્થિતિમાં ગામના લોકો રાજ્ય સરકાર સમક્ષ તાકીદે નુકસાનના વળતરની માગ કરી રહ્યા છે. ગામના લોકોની માગ છે કે, સરકાર તાત્કાલિક નુકસાનનો સરવે કરે અને તેમને વળતર પહોંચાડે.