ગુજરાત

gujarat

ETV Bharat / city

ગીરના જંગલમાં બે દીપડા વચ્ચેનો ફાઇટનો વીડિયો કેમેરામાં થયો કેદ

જૂનાગઢ ગીરના જંગલ વિસ્તારમાં બે દીપડાની લડાઇનો એક અદ્ભૂત વિડીયો કેમેરામાં(Video of fight between leopard goes viral) કેદ થયો હતો. થોડા સમય પહેલા વાઇલ્ડ લાઇફ પ્રેમી ગીર વિસ્તારની મુલાકાતે આવ્યો હતો તે દરમિયાન તેને પોતાના કેમેરામાં(Traveler captures video in camera) આ વિડિયો કેદ કર્યો હતો.

ગીરના જંગલમાં બે દીપડા વચ્ચેનો ફાઇટનો વીડિયો કેમેરામાં થયો કેદ
ગીરના જંગલમાં બે દીપડા વચ્ચેનો ફાઇટનો વીડિયો કેમેરામાં થયો કેદ

By

Published : Dec 2, 2021, 8:46 PM IST

  • જંગલની મુલાકાત દરમિયાન વન્યજીવ પ્રેમીને વિડીયો ઉતારવાની મળી અદ્ભુત તક
  • ગીરના જંગલમાં બે દીપડા વચ્ચેની ફાઇટનો વીડિયો થયો વાઇરલ
  • પ્રવાસી દ્વારા કરાયો કેમેરામાં કેદ વિડીઓ

જૂનાગઢ: ગીરના જંગલમાં બે ખૂંખાર દિપડાઓ લડાઈ કરતા હતા તેનો વિડિયો કેમેરામાં કેદ(Video of fight between leopard goes viral) થયો હતો. આ વિડિયો થોડા સમય પહેલાનો છે ગીરના જંગલ વિસ્તારમાં પ્રવાસીએ પોતાના કેમેરામાં((Traveler captures video in camera) કેદ કર્યો હતો. વન્યજીવન સૃષ્ટિમાં આ પ્રકારના વિડીયો કેદ કરવા ખુબજ મુશ્કેલ હોય છે. આ પ્રકારનો વિડિયો કેમેરામાં કેદ કરવાની તક વન્યજીવ પ્રેમી કરીમને મળી છે.

ગીરના જંગલમાં બે દીપડા વચ્ચેનો ફાઇટનો વીડિયો કેમેરામાં થયો કેદ

લોકોને રોમાંચીત કરનારો વિડીઓ...

ગીરનું જંગલ વન્યજીવ સૃષ્ટિના વિશેષતાઓથી ભરેલું જોવા મળે છે. સમગ્ર એશિયામાં જોવા મળતા સિંહો એક માત્ર ગીરના જંગલમાં જ જોવા મળે છે. પરંતુ આ લડાઇનો વિડીયો વન્યજીવ સૃષ્ટિને રોમાંચિત કરી મુકનારો છે.

આ પણ વાંચો : પ્રાણીની અદલા બદલીના કાર્યક્રમમાં જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને પણ મળવા જોઈએ વિદેશી પ્રાણીઓ

આ પણ વાંચો :Video viral: આસામમાં ગુસ્સે ભરાયેલા જંગલી હાથીએ વ્યક્તિને કચડ્યો, થયું મોત

ABOUT THE AUTHOR

...view details