જૂનાગઢ : આગામી સમયમાં રેલવે વિભાગ જ્યારે બજેટ(Railway budget) બહાર પાડવા જઇ રહ્યું છે, તે દરમિયાન નાગરીકો પોતાની પડતર માંગણી જે છે તેનું નિરાકરણ આવે તે માટે રેલવે વિભાગ આગળ માગ કરી રહી છે. નાગરીકોએ માગમાં જણાવ્યું છે કે, રાજકોટથી સોમનાથ સુધી ડબલ ટ્રેકની સાથે આ માર્ગ પર ઈલેકટ્રીક લાઈન બેસાડવાનું કામ કરવામાં આવે અને વેરાવળથી સોમનાથ વચ્ચે બે ડેમુ ટ્રેન દોડાવામાં આવે.
various demand of junagadh in railway budget 20 વર્ષના પડતર પ્રશ્નોનું કરાશે નિરાકરણ?
પાછલા 20 વર્ષથી ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ આવતી જુનાગઢ અને સોમનાથ રેલવે લાઈન પર કેટલીક માંગણીઓ આજે પણ પડતર જોવા મળી રહી છે, જેને લઇને ફરી એક વખત જૂનાગઢ અને સોમનાથની પડતર માગો પૂર્ણ કરવા નાગરીકોએ અવાજ ઉઠાવ્યો છે. જૂનાગઢ અને ગીર સોમનાથ રેલવે સ્ટેશન વિસ્તારને રાજકોટ ડિવીઝનમાં સમાવેશ કરવાની સાથે જૂનાગઢ શહેરમાં આવેલા મીટરગેજ રેલવે સ્ટેશનને શહેરની બહાર ખસેડવાની માગ કરવામાં આવી છે.
various demand of junagadh in railway budget સોમનાથ રેલવે ટ્રેક પર ઇલેકટ્રીક લાઇનની કરાઈ માંગ
સોમનાથ સુધી ડબલ રેલવે ટ્રેક બનાવવાની સાથે આ લાઇન પર ઈલેક્ટ્રીક ટ્રેનો ચાલે તે માટેની વ્યવસ્થા ઊભી કરવા માટેની પણ માંગ કરવામાં આવી રહી છે. રાજકોટ અને વેરાવળ વચ્ચે મોટા પ્રમાણમાં પ્રવાસીઓ દરરોજ આવન-જાવન કરતા હોય છે, તેને ધ્યાને રાખીને દિવસ દરમિયાન બે જેટલી ડેમુ ટ્રેન રાજકોટ અને સોમનાથ વચ્ચે ચલાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. રામેશ્વર ઓખા ટ્રેનને બે ભાગમાં વિભાજીત કરીને એક ભાગને સોમનાથ સાથે જોડવાની પણ માંગ કરાઇ છે, વેરાવળ અને અમદાવાદ વચ્ચે ચાલતી દૈનિક ઇન્ટરસિટી ટ્રેનને બરોડા સુધી લંબાવવાની પણ માંગ કરવામાં આવી છે. આ સિવાય જુનાગઢ રેલવે સ્ટેશન વિસ્તારમાં રેલવેના વિકાસ કામોને લઈને પાછલા 20 વર્ષોથી પડતર માંગો છે તેને આગામી બજેટમાં સામેલ કરવામાં આવે તેવી પણ જુનાગઢના અગ્રણીઓ દ્વારા માગ કરવામાં આવી હતી.
various demand of junagadh in railway budget આ પણ વાંચો : Train accident in Valsad: વલસાડમાં ટ્રેન ઉથલાવવા અજાણ્યા શખ્સે રેલવે ટ્રેક પર મૂક્યો સિમેન્ટનો થાંભલો, જાનહાની ટળી
આ પણ વાંચો : Western Railway: વડોદરામાં કોરોનાના કેસમાં વધારો થતા રેલવે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો