- જૂનાગઢ જિલ્લામાં સર્વર ધીમો ચાલવાને કારણે રસીકરણ પ્રક્રિયા બની રહી છે મંદ
- ઓનલાઇન સર્વર ધીમો ચાલતા રસીકરણ પ્રક્રિયામાં થઈ રહ્યું છે વિક્ષેપ
- રસીકરણ પ્રક્રિયામાં વિલંબ થતાં રસી લેવા માટે આવતા વ્યક્તિઓ અને કર્મચારીઓ વચ્ચે થઇ રહી છે બોલાચાલી
જૂનાગઢ :ઓનલાઇન રસીકરણનું સર્વર સતત 48 કલાકથી ધીમું ચાલી રહ્યું છે જેને કારણે રસી લેનાર આવનાર પ્રત્યેક વ્યક્તિની નોંધણી થઇ શકતી નથી. જેને કારણે રસી લેવા માટે આવનાર વ્યક્તિઓ અને રસીકરણ કરતા કર્મચારીઓ વચ્ચે ચકમક પણ હવે થઈ રહી છે. પાછલા 48 કલાકથી આ પ્રકારની અવ્યવસ્થા ઓનલાઈન સર્વર પર જોવા મળી રહી છે, જેને કારણે રસીકરણ પ્રક્રિયા પણ ખૂબ ધીમી બની ગઈ છે અને દૈનિક રસીકરણના આંકડાઓ પણ ખૂબ ઓછા થઈ રહ્યા છે.
48 કલાકથી સર્વર ડાઉન
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 48 કલાકથી કોરોના રસીકરણ સામે નોંધણી કરતું ઓનલાઇન સર્વર પર કોઈ કારણોસર ધીમું ચાલી રહ્યું છે, આવી પરિસ્થિતિમાં હવે કોરોના રસીકરણની ગતિ ધીમી પડી છે, જેને કારણે રસીકરણ માટે આવતા વ્યક્તિઓ અને રસીકરણ કરતા આરોગ્ય વિભાગના કર્મચારીઓ વચ્ચે કેટલીક વાતોને લઈને હવે ચકમક ઝરી રહી છે. જે પ્રકારે સર્વર ડાઉન જોવા મળી રહ્યું છે જેને કારણે સમય મુજબ પ્રત્યેક વ્યક્તિનો ડેટા ઓનલાઇન રજીસ્ટર થઇ શકતો નથી જેને કારણે કેટલાક વ્યક્તિઓ ખૂબ જ અગવડતા અનુભવી રહ્યા છે.