ગુજરાત

gujarat

ETV Bharat / city

UP Election BJP Campaign 2022: UP ચૂંટણી પ્રચારમાં ચમકી જૂનાગઢની મૈત્રી જોષી, ભાજપે લોકો સુધી યોજના પહોંચાડવા ગુજરાતી કલાકારનો લીધો સહારો - ઉત્તરપ્રદેશ ચૂંટણી ઓનલાઈન પ્રચાર

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં (UP Election BJP Campaign 2022) ભાજપ તરફથી થતા પ્રચારમાં જૂનાગઢના કોડીનારની મૈત્રી જોષીનો પણ મહત્ત્વનો ફાળો રહ્યો છે. ભાજપે પોતાની યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે (BJP's Campaign to deliver the plan to the people) મૂળ કોડીનારની આ કલાકારના અભિનયનો સહારો (Gujarati artist in UP BJP campaign) લીધો છે. સાથે જ જૂનાગઢની મૈત્રીએ (Junagadh Maitri Joshi in UP Campaign) જૂનાગઢનું નામ રોશન કર્યું છે.

UP Election BJP Campaign 2022: UP ચૂંટણી પ્રચારમાં ચમકી જૂનાગઢની મૈત્રી જોષી, ભાજપે લોકો સુધી યોજના પહોંચાડવા ગુજરાતી કલાકારનો લીધો સહારો
UP Election BJP Campaign 2022: UP ચૂંટણી પ્રચારમાં ચમકી જૂનાગઢની મૈત્રી જોષી, ભાજપે લોકો સુધી યોજના પહોંચાડવા ગુજરાતી કલાકારનો લીધો સહારો

By

Published : Jan 19, 2022, 9:17 AM IST

જૂનાગઢઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. તેવામાં ભાજપે (UP Election BJP Campaign 2022) પણ પોતાની યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે (BJP's Campaign to deliver the plan to the people) પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. જોકે, ખાસ વાત એ છે કે, ભાજપના આ પ્રચાર જાહેરાતમાં એક ગુજરાતી કલાકાર મૂળ કોડીનારની મૈત્રી જોષીએ (Junagadh Maitri Joshi in UP Campaign) અભિનય કર્યો છે.

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં કોડીનારની કલાકારે દેખાડ્યો દમ

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં કોડીનારની કલાકારે દેખાડ્યો દમ

ઉત્તરપ્રદેશમાં આવતા મહિને વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ (UP Election BJP Campaign 2022) યોજાશે ત્યારે કોરોનાને સંક્રમણને કારણે આ વખતે ઓનલાઈન પ્રચાર માધ્યમ (UP Election Online Campaign) પણ આટલું જ મહત્વનું અને સબળ માધ્યમ સાબિત થઈ રહ્યું છે, જેને ધ્યાનમાં રાખી ઉત્તરપ્રદેશના ચૂંટણી પ્રચારમાં ભાજપે ગુજરાતી કલાકારને તક આપી છે.

ભાજપે પોતાની યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે મૂળ કોડીનારની આ કલાકારના અભિનયનો સહારો લીધો

આ પણ વાંચો-PM Narendra Modi visits Gujarat : વડાપ્રધાન મોદી આવશે ગુજરાત, ચૂંટણીલક્ષી પ્રચારની કરી શકે છે શરૂઆત

ઉત્તરપ્રદેશમાં પ્રચારની આ વીડિયો ક્લિપ ધૂમ મચાવી રહી છે

સાથે જ ભાજપ મતદારો સુધી ભાજપ સરકારે કરેલા કાર્યક્રમો અને યોજનાઓને પહોંચાડવા માટે મૈત્રી જોષી (Junagadh Maitri Joshi in UP Campaign) નામની મૂળ કોડીનારની કલાકારના અભિનયનો સહારો કરીને ઉત્તરપ્રદેશના મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ (BJP's Campaign to deliver the plan to the people) કર્યો છે. ચૂંટણીના કારણે આ ગુજરાતી કલાકાર ચૂંટણી પ્રચાર માધ્યમોની (Gujarati artist in UP BJP campaign) વીડિયો ક્લિપ ઉત્તર પ્રદેશમાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે

ઉત્તરપ્રદેશ ભાજપ કરી રહ્યું છે ઓનલાઈન પ્રચાર

વિજ્ઞાનની સ્નાતક મૈત્રી જોષી હાલ અભિનય ક્ષેત્રે કરી રહી છે કામ

શિક્ષિત પરિવારમાંથી આવતી કલાકાર મૈત્રી જોષીનો જન્મ કોડીનારમાં થયો હતો. તેનું શિક્ષણ કાર્ય જામનગરમાં પૂર્ણ થયા બાદ તેણે વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી મેળવી છે, પરંતુ અભિનય ક્ષેત્રે ખૂબ રૂચિ ધરાવતી મૈત્રી જોષી વર્ષ 2014થી અભિનય ક્ષેત્રમાં કામ કરી રહી છે ત્યારે ઉત્તરપ્રદેશ વિધાનસભાની આગામી ચૂંટણીમાં (UP Election BJP Campaign 2022) તેને પ્રચાર માધ્યમમાં અભિનય કરવાની તક મળી હતી.

આ પણ વાંચો-UP Assembly Election 2022: આ માતા સામે સપા ઉમેદવાર નહીં ઉતારે, કોંગ્રેસને સમર્થન આપીને રમ્યા મોટો દાવ

આગામી સમયમાં પણ પ્રચાર માધ્યમોમાં કામ કરવાની ઈચ્છા ધરાવે છે મૈત્રી જોષી

આ તકને ઝડપી ચૂંટણી પ્રચારમાં પણ પોતાના અભિનય થકી મતદારો (Junagadh Maitri Joshi in UP Campaign) સુધી રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવેલા કામો અને તેમના દ્વારા અમલમાં મૂકવામાં આવેલી યોજનાઓને (UP Election BJP Campaign 2022)લોકો સુધી પહોંચાડી રહી છે. રાજકીય પ્રચાર માધ્યમોમાં મૈત્રી જોષીનો આ પ્રથમ પ્રયાસ છે, પરંતુ આગામી દિવસોમાં તે આ ક્ષેત્રમાં પણ આગળ વધવા માટેનું મનોબળ ધરાવે છે અને આગામી સમયમાં અન્ય રાજકીય પક્ષો માટે પણ ડિજિટલ અને આધુનિક પ્રચાર માધ્યમોમાં કામ કરવાની તક મળશે તો તેઓ સહજે તેનો સ્વીકાર કરશે તેવું ETV Bharat સમક્ષ કરેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું

ABOUT THE AUTHOR

...view details