ગુજરાત

gujarat

ETV Bharat / city

ઘેડ પંથકમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત - જૂનાગઢના તાજા સમાચાર

હવામાન વિભાગે 10, 11 અને 12 ડિસેમ્બર સુધી સૌરાષ્ટ્ર અને ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. જેને પગલે આજે શુક્રવારે વહેલી સવારથી જ જૂનાગઢ જિલ્લાના માળીયા અને માંગરોળ પંથકના કેટલાક ગામોમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ત્યાર બાદ સવારથી જ વરસાદનું આગમન થતાં આ વિસ્તારમાં રવિ પાકોને નુકસાન થવાની ચિંતા જગતના તાતને સતાવી રહી છે.

ઘેડ પંથકમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત
ઘેડ પંથકમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત

By

Published : Dec 12, 2020, 4:08 PM IST

  • જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં માવઠાનો માર
  • કમોસમી વરસાદને કારણે રવિ પાકને નુકસાન
  • હજુ પણ 24 કલાક વરસાદની આગાહી
    ઘેડ પંથકમાં કમોસમી વરસાદ

જૂનાગઢઃ શુક્રવારે વહેલી સવારથી જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને માળિયા પંથકમાં કમોસમી વરસાદ પડતાં રવિ પાકોને નુકસાન થવાની ચિંતા જગતના તાતને સતાવી રહી છે. હવામાન વિભાગ દ્વારા હજુ 24 કલાક દરમિયાન માવઠા રૂપી કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે શુક્રવારના વરસાદે રવિ પાક ઉપર ખૂબ મોટી નકારાત્મક અસરો પાડી છે.

ઘેડ પંથકમાં કમોસમી વરસાદ

ચોમાસું બાદ રવિ સિઝન પર પણ કમોસમી વરસાદનો માર

ચોમાસા દરમિયાન અતિભારે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાનો ઘેડ વિસ્તાર પાણીમાં ગરકાવ થયેલો જોવા મળતો હતો. આ પરિસ્થિતિમાં ચોમાસું પાક તરીકે લેવાતા મગફળી, કપાસ અને કેટલાક વિસ્તારોમાં કઠોળના પાકને ખૂબ મોટું નુકસાન થયું હતું, ત્યારે ચોમાસા દરમિયાન પડેલો સારો વરસાદ રવિ સિઝનમાં આશીર્વાદરૂપ સાબિત થશે તેવું ખેડૂતો માની રહ્યા હતા, પરંતુ રવિ સિઝનની શરૂઆતમાં આફત રૂપી કમોસમી વરસાદ પડતાં બાજરી, ઘઉં, મકાઈ, ડાંગ સહિતનો કેટલાક રવિ પાકોને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details