- જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના 41 વિદ્યાર્થીઓની સ્કોલરશીપ માટે પસંદગી
- સંશોધન કરી રહેલા પ્રત્યેક વિદ્યાર્થીને વાર્ષિક 20 હજારનું અનુદાન અપાશે
- વિદ્યાર્થીઓમાં સંશોધન કાર્યને વેગ મળે તે માટે 41 વિદ્યાર્થીઓને કરાયા પસંદ
જૂનાગઢ:એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વિવિધ અનુસ્નાતક ભવનોમાં સંશોધન કાર્ય કરી રહેલા 41 જેટલા વિદ્યાર્થીઓને સંશોધન કાર્યમાં મદદરૂપ થવા માટે વિશેષ સ્કોલરશીપ માટે પસંદ કરવામાં આવ્યા છે. એગ્રીકલ્ચર યુનિવર્સીટીમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમોમાં દેશ અને દુનિયામાંથી અનેક વિદ્યાર્થીઓ કૃષિ ક્ષેત્રમાં સંશોધનને લઈને અભ્યાસ માટે આવેદનપત્ર આપતા હોય છે. જે પૈકી વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમા સમાવી શકવાની ક્ષમતાને ધ્યાને રાખીને વિદ્યાર્થીઓને અનુસ્નાતક અભ્યાસક્રમમાં સંશોધન માટે પસંદ કરવામાં આવતા હોય છે. જે પૈકીના પસંદગી પામેલા 41 જેટલા વિદ્યાર્થીઓને ખાસ સંશોધન સ્કોલરશીપ આપવામાં આવી છે.