ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢના ખેડૂતોનો અનોખો સુગરી પ્રેમ, માળાની રાખી રહ્યા છે ખાસ કાળજી - જૂનાગઢમાં સુગરીના માળા

જૂનાગઢ નજીક કુદરતના ઇજનેર એવા સુગરીના માળાઓ ગત 10 વર્ષથી જોવા મળી રહ્યા છે. ખેડૂતો પણ સુગરીને માળા બનાવવા માટે કુવાની નજીક આવેલા લીમડા અને પીપળાના ઝાડને સુરક્ષિત રાખી અનેક વિકલ્પો આપી રહ્યા છે.

ETV BHARAT
જૂનાગઢના ખેડૂતોનો અનોખો સુગરી પ્રેમ, માળાની રાખી રહ્યા છે ખાસ કાળજી

By

Published : Jul 4, 2020, 7:03 PM IST

જૂનાગઢઃ જોતાની સાથે જ વાહ એવો ઉદગાર નીકળી જાય તેવા માળાની રચના સુગરી નામનું પક્ષી કરે છે. ઉનાળાના પ્રારંભ કાળમાં સુગરી દ્વારા માળાની બનાવવાની શરૂઆત કરવામાં આવે છે. જે ચોમાસા દરમિયાન બચ્ચાના ઉછેર સુધી જોવા મળે છે.

જૂનાગઢના ખેડૂતોનો અનોખો સુગરી પ્રેમ, માળાની રાખી રહ્યા છે ખાસ કાળજી

જૂનાગઢ પાસે આવેલા એક ખેતરના કુવા પાસેના વૃક્ષમાં ગત 10 વર્ષથી સુગરી માળો બનાવે છે. આ ખેતરના ખેડૂતને પોતાનો કુવા રિપેર કરાવવો છે, પરંતુ સુગરીનો માળો હોવાથી ખેડૂત કુવો રિપોર કરાવતા નથી.

સુગરી પક્ષી મોટેભાગે ઊંડા કૂવા નજીક આવેલા વૃક્ષો પર માળો બાંધવાનું પસંદ કરે છે. જેની પાછળ સુરક્ષાની સાથે-સાથે સલામતીનું કારણ પણ જોવા મળે છે. વૃક્ષની પાતળી ડાળીઓ પર માળાને બનાવવાથી પ્રથમ ઈંડા અને ત્યારબાદ તેના બચ્ચાને શાપ અને અન્ય શિકારી પક્ષીઓથી રક્ષણ મળે તે પ્રકારનો માળો સુગરી દ્વારા બનાવવામાં આવતો હોય છે.

સુગરી નામ સુગૃહી એટલે કે, સારૂં ઘર બનાવનારા શબ્દ પરથી પડ્યું છે. નર સુગરી દ્વારા માર્ચ મહિનાથી માળાની બનાવટ શરૂ કરવામાં આવે છે. આ માળાને 3 તબક્કે બનાવવામાં આવે છે. જો, નર સુગરી દ્વારા બનાવવામાં આવેલો આ માળો માદા સુગરીને પસંદ ન આવે, તો નર સુગરી દ્વારા ફરીથી બીજો માળો બનાવવાની શરૂઆત કરવામાં આવે છે.

નર સુગરીના પગ અને ચાંચ દ્વારા બનાવવામાં આવેલા કલાત્મક માળાને માદા સુગરી દ્વારા પસંદ કરવામાં આવે, તો નર અને માદા સુગરી સંવવન કરીને માળામાં ઈંડા મૂકે છે. જેમાંથી સપ્ટેમ્બર મહિનામાં બચ્ચાનો જન્મ થતાં માળો ફરીથી ખાલી થાય છે.

માદા સુગરી નર સુગરીને નહીં, પરંતુ તેના દ્વારા બનાવવામાં આવેલા કલાત્મક માળાને પસંદ કરીને તેની સાથે સંવનન કરવા માટે આગળ આવે છે. નર સુગરી માદાને આકર્ષવાના પ્રયાસ માટે કરવામાં આવતી જગતની જટિલ અને બેનમૂન કલા આપણે એક વખત વિચારતા ચોક્કસ કરી મૂકે તેવી હોય છે.

ABOUT THE AUTHOR

...view details