ગુજરાત

gujarat

ETV Bharat / city

કેન્દ્રિય પ્રધાન રામદાસ આઠવલે જૂનાગઢની લીધી મુલાકાત, પાટીદાર સમાજ અને ડ્રગ્સ મુદ્દે આપ્યું નિવેદન - દલિત અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે સમરસ હોસ્ટેલ

કેન્દ્રિય સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન રામદાસ આઠવલે (Union Minister for Social Justice and Empowerment Ramdas Athavale) આજે જૂનાગઢની મુલાકાતે (Junagadh Visit) આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે ડ્રગ્સનું (Drugs) સેવન અંગે એક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ડ્રગ્સનું સેવન કરતા બંધાણીઓને જેલની જગ્યાએ વ્યસનમુક્તિ કેન્દ્રમાં (De-addiction center) મોકલવા જોઈએ. તેના માટે તેમનો વિભાગ આગામી દિવસોમાં કોઈ કાયદો બનાવવા માટે આગળ વધશે.

કેન્દ્રિય પ્રધાન રામદાસ આઠવલે જૂનાગઢની લીધી મુલાકાત, પાટીદાર સમાજ અને ડ્રગ્સ મુદ્દે આપ્યું નિવેદન
કેન્દ્રિય પ્રધાન રામદાસ આઠવલે જૂનાગઢની લીધી મુલાકાત, પાટીદાર સમાજ અને ડ્રગ્સ મુદ્દે આપ્યું નિવેદન

By

Published : Nov 20, 2021, 4:17 PM IST

  • કેન્દ્રિય પ્રધાન રામદાસ આઠવલે (Union Minister Ramdas Athavale) લીધી જૂનાગઢની મુલાકાત
  • ડ્રગ્સના (Drugs) બંધાણીઓને જેલની જગ્યાએ વ્યસનમુક્તિ કેન્દ્રમાં (De-addiction center) મોકલવા કરી હિમાયત
  • ડ્રગ્સના (Drugs) સેવન અંગે કાયદો બનાવવા અમે આગળ વધીશુંઃ કેન્દ્રિય પ્રધાન
  • ડ્રગ્સના (Drugs) બંધાણીઓને જેલની જગ્યાએ વ્યસનમુક્તિ કેન્દ્ર (De-addiction center) મોકલવા જોઈએઃ કેન્દ્રિય પ્રધાન

જૂનાગઢઃ વર્તમાન સમયમાં ડ્રગ્સનો મુદ્દો ખૂબ જ ગરમ છે. તેવામાં કેન્દ્રિય પ્રધાન રામદાસ આઠવલે (Union Minister Ramdas Athavale) જૂનાગઢની મુલાકાતે (Junagadh Visit) આવ્યા હતા. અહીં તેમણે ડ્રગ્સનું સેવન અંગે નિવેદન આપ્યું હતું. અહીં તેમણે જણાવ્યું હતું કે, ડ્રગ્સના સેવનનો (Drugs) કોઈ પણ બંધાણી જેલમાં જવાની જગ્યા પર વ્યસનમુક્તિ કેન્દ્રમાં (De-addiction center) જવો જોઈએ. તે પક્ષના તેવો આજે હિમાયતી છે. વધુમાં રામદાસ આઠવલે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં તેમનો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ (Department of Social Justice and Empowerment) કાયદામાં સંશોધન (Research in law) કરી શકે છે. તે પક્ષમાં પણ તેઓ હિમાયત કરી હતી અને જણાવ્યું હતું કે, ડ્રગ્સના સેવન સાથે સંકળાયેલી કોઈ પણ વ્યક્તિ વ્યસનમુક્તિ કેન્દ્રમાં (De-addiction center) જાય તો ડ્રગ્સ ના સેવનને અટકાવી શકવાની શક્યતા વધી જાય છે.

કેન્દ્રિય પ્રધાનનું મહત્ત્વનું નિવેદન

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ પ્રસિદ્ધ ફિલ્મસ્ટાર શાહરૂખ ખાનનો (Aryan Khan, Son of Shah Rukh Khan) પૂત્ર આર્યન ખાનને પણ ડ્રગ્સના સેવનને લઈને કેટલા સમય સુધી જેલમાં રહેવાનો સમય આવ્યો હતો. ત્યારે કેન્દ્રિય પ્રધાન રામદાસ આઠવલેનું (Union Minister Ramdas Athavale) નિવેદન ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવે છે.

ડ્રગ્સના (Drugs) બંધાણીઓને જેલની જગ્યાએ વ્યસનમુક્તિ કેન્દ્રમાં (De-addiction center) મોકલવા કરી હિમાયત

આ પણ વાંચો-ગુજરાત ATSને વધુ એક સફળતા, દ્વારકા માંથી ટીમે વધુ 12 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું

કેન્દ્રિય પ્રધાને પાટીદાર સમાજને OBCમાં સામેલ કરવાની હિમાયત કરી

કેન્દ્રિય સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન રામદાસ આઠવલેએ (Union Minister for Social Justice and Empowerment Ramdas Athavale) પાટીદાર સમાજને લઈને પણ નિવેદન આપ્યું છે. તેમનું આ નિવેદન ચૂંટણીલક્ષી હોઈ શકે છે. તેવું લાગી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી અને ખાસ કરીને ગુજરાતમાં પાટીદાર સમાજ OBC સમાજમાં સામેલ થવાની માગ કરી રહ્યો છે. પાટીદાર સમાજની માગ સાથે તેઓ વ્યક્તિગત અને તેમનો પક્ષ રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (Republican Party of India) દ્વારા પાટીદાર સમાજની માગને યોગ્ય ગણાવી છે અને કાયદામાં જરૂરી સંશોધન થાય તો પાટીદાર સમાજને OBC સમાવી શકવાની શક્યતાઓને તેઓ આવકારે છે.

જૂનાગઢમાં સમરસ હોસ્ટેલ્સ આપવાની પણ કેન્દ્રિય પ્રધાન આઠવલેની જાહેરાત

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ નીચે આવતા દલિત-આદિવાસી અને અન્ય પછાત વર્ગ માટેની એક સમરસ હોસ્ટેલ (Samras Hostel) સ્થાપવાની પણ કેન્દ્રિય પ્રધાન રામદાસ આઠવલેએ (Union Minister Ramdas Athavale) માહિતી આપી હતી. તેના પર પ્રકાશ પાડતા જૂનાગઢ જિલ્લા કલેક્ટર રચિત રાજે જણાવ્યું હતું કે, સમગ્ર મામલાને લઈને જમીન સંપાદન કરવાની તમામ ક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો-મોરબી ડ્રગ્સ કેસઃ ગુજરાત ATSની ટીમને મોટી સફળતા મળી, વધુ પાંચ લોકોની ધરપકડ

રાજ્ય સરકાર સાથે કેન્દ્રિય વિભાગ કામ કરી રહ્યું છે

જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, જમીનનો કબજો જિલ્લા વહીવટી તંત્રને મળ્યા પછી સમગ્ર કામની દરખાસ્ત રાજ્ય સરકારને (State Government) મોકલવામાં આવશે અને ત્યારબાદ એક હજાર જેટલા દલિત ઓબીસી અને અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે રહી શકે તે પ્રકારની આધુનિક સમરસ હોસ્ટેલ (Samras Hostel)ના નિર્માણની દિશામાં પણ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રની સાથે રાજ્ય સરકાર અને કેન્દ્રિય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ પણ ખૂબ જ કામ કરી રહ્યું છે અને આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લામાં સમરસ હોસ્ટેલ (Samras Hostel)નું સપનું પણ સાકાર થવા જઇ રહ્યું છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details