ગુજરાત

gujarat

ETV Bharat / city

Union Budget 2022: માછીમારી ઉદ્યોગને એક વર્ષ બાદ પણ નથી મળ્યો રાહત પેકેજનો એકપણ રૂપિયો, આગામી બજેટમાં શું પુરી થશે આશાઓ?

ડીઝલના ભાવમાં વધારા (Price Hike In Diesel)થી માછીમારો અને માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને મોટો ફટકો પડ્યો છે. સૌરાષ્ટ્ર દરિયાકિનારે 70 ટકા બોટ લાંગરેલી જોવા મળી રહી છે. અનેક સમસ્યાઓનો સામનો કરી રહેલો માછીમારી ઉદ્યોગ (Fishing industry Gujarat) આગામી કેન્દ્રીય બજેટ 2022થી અનેક અપેક્ષાઓ રાખી રહ્યો છે.

Union Budget 2022: માછીમારી ઉદ્યોગને એક વર્ષ બાદ પણ નથી મળ્યો રાહત પેકેજનો એકપણ રૂપિયો, આગામી બજેટમાં શું પુરી થશે આશાઓ?
Union Budget 2022: માછીમારી ઉદ્યોગને એક વર્ષ બાદ પણ નથી મળ્યો રાહત પેકેજનો એકપણ રૂપિયો, આગામી બજેટમાં શું પુરી થશે આશાઓ?

By

Published : Jan 28, 2022, 5:12 PM IST

Updated : Jan 28, 2022, 7:45 PM IST

જૂનાગઢ: આગામી કેન્દ્રીય બજેટ (Union Budget 2022)માં માછીમારી ઉદ્યોગ સરકાર તરફથી અનેક આશાઓ સેવી રહ્યો છે. ડીઝલના ભાવમાં ઘટાડા (Price Hike In Diesel)ની સાથે 20,000 કરોડના જાહેર થયેલા આર્થિક પેકેજ (Economic package 2021)ની પણ માછીમારી ઉદ્યોગ (Fishing industry Gujarat) કેન્દ્ર સરકાર પાસેથી માંગ કરી રહ્યો છે. આગામી 1લી ફેબ્રુઆરીના દિવસે વર્ષ 2022નું સામાન્ય અંદાજપત્ર નાણા પ્રધાન નિર્મલા સીતારમણ રજૂ કરવા જઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના સાગરકાંઠાને સમૃદ્ધ કરતો, રોજગારીની સૌથી વધારે તકો આપવાની સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારને ખૂબ મોટું વિદેશી હુંડિયામણ કમાવી આપતો માછીમારી ઉદ્યોગ આ બજેટથી ઘણી આશાઓ રાખી રહ્યો છે.

ડીઝલના ભાવમાં ઘટાડાની માંગ કરી રહ્યા છે માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો.

ડિઝલના ભાવમાં ઘટાડાની માછીમારોની પ્રબળ માંગ

માછીમારી ઉદ્યોગ અને તેની સાથે જોડાયેલા તમામ પાસાઓને આવરી લઈને આગામીકેન્દ્રીય બજેટમાં કોઈ મોટી જાહેરાત અને જોગવાઈ કરવામાં આવે તેવી માંગ સૌરાષ્ટ્રના માછીમારો અને માછીમારી ઉદ્યોગ (Fishing industry in Saurashtra) સાથે જોડાયેલા ઉદ્યોગકારો તેમજ બોટના માલિકો કરી રહ્યા છે. માછીમારી ઉદ્યોગ પર સૌથી વધારે વિપરીત અસર ડિઝલના ભાવ વધારાને કારણે થઈ રહી છે. માછીમારી કરવા જતી એક બોટમાં અંદાજીત 5 લાખ કરતા વધુનો ખર્ચ 15 દિવસની એક ટ્રીપ દરમિયાન થતો હોય છે. આમાં સૌથી મોટો ખર્ચ ડીઝલનો થતો હોય છે. માછીમારી ઉદ્યોગને બચાવવા માટે માછીમારોની સાથે ઉદ્યોગકારો પણ ડીઝલના ભાવમાં તાકીદે ઘટાડો કરવાની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો:Union Budget 2022: ભાવનગરના પ્લાસ્ટિક ઉદ્યોગને કેન્દ્રિય બજેટમાં શું અપેક્ષા છે?

માલના બદલામાં તરત નાણા ચૂકવવામાં આવે

આ ઉપરાંત ફિસરીઝ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઉદ્યોગકારો માછીમારોને માલના બદલામાં તરત નાણા ચૂકતે કરી આપે તેવી માંગ પણ થઈ રહી છે. માછીમારી કરવા જતી વખતે બોટમાં ડીઝલથી લઈને અન્ય વસ્તુઓ રોકડેથી ખરીદીને માછીમારો અને બોટના માલિકો દરિયામાં માછીમારી માટે કરવા જતા હોય છે. માછીમારી કરીને આવ્યા બાદ બોટમાં રહેલી માછલીઓ ફેક્ટરી માલિક ખરીદે છે, પરંતુ તેનું રોકડમાં રૂપાંતર અમુક દિવસો બાદ થાય છે. માછીમારો અને બોટના માલિકો માટે આ એક મોટી પરેશાનીનું કેન્દ્ર બની રહ્યું છે.

છેલ્લા 30 વર્ષથી બંદરોમાં વિકાસના નામે એક ઈંટ પણ મુકાઈ નથી

છેલ્લા 30 વર્ષમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા વેરાવળ (Veraval fishing harbour), પોરબંદર (porbandar fishing harbour), માંગરોળ સહિત તમામ બંદરોમાં વિકાસને લઈને માત્ર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વાતો કરવામાં આવી છે. પાછલા 30 વર્ષથી બંદરોના વિકાસને લઈને એક ઈંટ સુધા મૂકવામાં આવી નથી. તેનો વસવસો પણ માછીમારો અને તેના ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે. વધુમાં લોકડાઉન (Lockdown In Gujarat) દરમિયાન માછીમારી ઉદ્યોગને મરણતોલ ફટકો પડ્યો છે. સતત વધી રહેલી મોંઘવારી તેમજ દરિયામાં ઉદ્યોગો દ્વારા ઠાલવવામાં આવતું પ્રદૂષિત પાણી પણ દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન કરી રહ્યું છે.

આ પણ વાંચો:Union Budget 2022 : મોરબી સિરામિક ઉદ્યોગને નેચરલ ગેસના ભાવનો પ્રશ્ન ઉકેલાય તેવી આશા

કેન્દ્રએ જાહેર કરેલા રાહત પેકેજનો એક પણ રૂપિયો હજુ સુધી નથી મળ્યો

આવી પરિસ્થિતિમાં દરિયામાં માછલીનો જથ્થો પણ મર્યાદિત બની ગયો છે, જેને કારણે પણ માછીમારોને ખુબ મોટું આર્થિક નુકસાન (fishing industry economic loss in gujarat) થઈ રહ્યું છે. 5 લાખ કરતા વધુના ખર્ચા ઉપરાંત માછીમારોને માછીમારી દરમિયાન ક્યારેક અકસ્માત નડે છે. તો ક્યારેક પાકિસ્તાનની સરહદમાં પહોંચી જાય છે, જ્યાં પાકિસ્તાન પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવે છે તેને લઈને પણ માછીમારોમાં ચિંતા જોવા મળે છે. બીજી તરફ ગત વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા માછીમારી ઉદ્યોગને પૂર્વવત ધબકતો કરવા માટે 20 હજાર 520 કરોડનું રાહત અને સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. આજે એક વર્ષ કરતાં વધુ સમય વીતી ચૂક્યો છે તેમ છતાં કેન્દ્ર સરકારે જાહેર કરેલા રાહત પેકેજનો એક પણ રૂપિયો હજુ સુધી માછીમાર ઉદ્યોગ કે માછીમારોને મળ્યો નથી.

70 ટકાથી વધુ બોટો બંદર પર લાંગરેલી જોવા મળે છે

સરકારની આ જાહેરાત કરવાની નીતિ સામે પણ માછીમારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનેક સમસ્યાથી ઘેરાયેલો માછીમાર અને માછીમારી ઉદ્યોગ આજે ખૂબ જ સંકટ ભર્યા સમયમાંથી પસાર થઇ રહ્યો છે. વર્ષો પૂર્વે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો (Coastal areas of Saurashtra)ને 100 ટકા રોજીરોટી આપતા તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારને અરબો રૂપિયાનુ વિદેશી આર્થિક હૂંડિયામણ મેળવી આપતો માછીમારી ઉદ્યોગ આજે મરણ પથારીએ જોવા મળે છે. વર્તમાન સમયમાં 70 ટકા કરતાં વધુ બોટ આજે પણ બંદર પર લાંગરેલી જોવા મળે છે, જે આ ઉદ્યોગની માઠી દશાનો પુરાવો આપે છે.

Last Updated : Jan 28, 2022, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details