જૂનાગઢઃ દેશમાં 1 ફેબ્રુઆરીએ કેન્દ્રિય બજેટ રજૂ (Union Budget 2022) થશે. ત્યારે જૂનાગઢ જિલ્લાના નોંધપાત્ર યોજનાનો લાભ મળે તેવી માગ જૂનાગઢ વેપારી મહામંડળે કરી છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો ખેતી આધારિત અર્થવ્યવસ્થા ધરાવતો જિલ્લો છે. તેવામાં આગામી બજેટમાં કૃષિ આધારિત કેટલીક જોગવાઈ લાગુ કરવામાં આવે અને જૂની જોગવાઈઓમાં સુધારો વધારો કરી તેને પ્રજાભિમુખ બનાવવામાં આવે તેવી માગ (Demand for agro based industry in Junagadh) ઊઠી છે.
જૂનાગઢ કૃષિ આધારિત જિલ્લો છે
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો મુખ્યત્વે ખેતી આધારિત અર્થવ્યવસ્થા ધરાવતો જિલ્લો છે. રોજગારીનું સર્જન અને અર્થવ્યવસ્થાને ગતિશીલ રાખવા જૂનાગઢ જિલ્લો એક માત્ર કૃષિ ઉપજ અને તેના પર થતી આવક પર આજે નિર્ભર જોવા મળે છે. જૂનાગઢ શહેર કે જિલ્લામાં કોઈ મોટા કે નોંધપાત્ર ઉદ્યોગો આજે પણ અસ્તિત્વ ધરાવતા નથી. જિલ્લાની આવકનું એક માત્ર સાધન કૃષિ આધારિત પેદાશો અને તેનો વપરાશ છે. ત્યારે આગામી કેન્દ્રિય સામાન્ય બજેટમાં (Union Budget 2022) કૃષિ આધારિત કેટલીક નવી જોગવાઈ લાગુ (Demand for agro based industry in Junagadh) કરવામાં આવે. સાથે જ જૂની જોગવાઈઓમાં સુધારો વધારો કરીને તેને વધુ પ્રજાભિમુખ બનાવાય તેવી માગ વેપારી મહામંડળે (Demand for agro based industry in Junagadh) કરી છે.
કૃષિ આધારિત અર્થતંત્ર ધરાવતા જિલ્લામાં એગ્રો બેઈઝ્ડ ઉદ્યોગો આવે તેવી વેપારી મહામંડળની માગ આ પણ વાંચો-Pre Budget 2022: આવનારા બજેટમાં સોના-ચાંદીના વેપારીઓએ સરકાર સમક્ષ આયાત ડ્યુટીમાં રાહત આપવામાં આવે તેવી માગ કરી
કૃષિ આધારિત અર્થતંત્ર ધરાવતા જિલ્લામાં એગ્રો બેઈઝ્ડ ઉદ્યોગો આવે તેવી વેપારી મહામંડળની માગ
બંને જિલ્લાની વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા તંત્ર કૃષિ ઉત્પાદન પર નિર્ભર છે. પરંતુ તેનો પૂરતો લાભ આજે પણ બંને જિલ્લાને થઈ શકતો નથી. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે એક જિલ્લો એક પ્રોડક્ટ યોજના અંતર્ગત (Mention Junagadh in a District One Product Scheme) દેશના 100 જેટલા જિલ્લાને સામેલ કર્યા છે. આમાં એક માત્ર જૂનાગઢ જિલ્લાનો પણ સમાવેશ કરાયો છે. આવી પરિસ્થિતિમાં ગીરમાં પાકતી કેસર કેરીને વૈશ્વિક સ્તરે ઓળખ અને તેનો વેપાર મળે તે માટેની યોગ્ય અને અસરકારક યોજના આગામી કેન્દ્રીય સામાન્ય અંદાજપત્ર (Union Budget 2022)માં લાગુ કરવામાં આવે તેવી માંગ પણ વેપારી મહામંડળ જુનાગઢે કરી છે.
આ પણ વાંચો-Pre Budget 2022: ભાવનગરના અલંગ ઉદ્યોગમાં આવનાર બજેટમાં કયા પ્રકારની કરાઇ માગ જાણો તે બાબતે...
નિકાસ અને ગુણવત્તા જળવાઈ રહે તેવા કોમન ફેસિલિટી સેન્ટરોની કરાઈ માગ
જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લામાં મુખ્યત્વે મગફળી, કપાસ, કઠોળ અને સમગ્ર વિશ્વમાં જેની આગવી ઓળખ છે. તેવી કેસર કેરીની ખેતી થતી આવી છે, પરંતુ કેરીથી લઈને મગફળી અને કપાસના ઉત્પાદન બાદ તેને નિકાસ થઈ શકે તે હદે તેની ગુણવત્તા ચકાસવાનું અને તેનો સંગ્રહ કરવાના યોગ્ય ફેસિલિટી સેન્ટર આજે પણ જિલ્લામાં જોવા મળતા નથી. આગામી કેન્દ્રિય સામાન્ય (Union Budget 2022) અંદાજપત્રમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ફેસિલિટી સેન્ટર સ્થાપવામાં આવે તો કૃષિ આધારિત ઉદ્યોગ (Demand for agro based industry in Junagadh ) બંને જિલ્લામાં વિશાળ તક પ્રાપ્ત કરી શકે છે અને સમગ્ર ગુજરાતનું નામ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમા રોશન કરી શકે તેમ છે.
જિલ્લામાં જ ઉત્પાદન થાય તો લોકોને વધુ રોજગારી મળી શકે
જૂનાગઢ જિલ્લામાંથી આજે પણ કૃષિ આધારિત ઉત્પાદનોની (Demand for agro based industry in Junagadh) નિકાસ થઈ રહી છે, પરંતુ જે કૃષિ ઉત્પાદન થઈ રહ્યું છે. તેની પ્રોડક્ટ અહીં જ બને તો સ્થાનિક લોકોને રોજગારીની સાથે તેની આવકમાં પણ વધારો કરી શકાય તેમ છે