જૂનાગઢઃ જિલ્લાના વિસાવદર તાલુકાના બરવાળા અને મુંડીયારાવણી ગામમાં જાતીય દુષ્કર્મની બે ઘટના પ્રકાશમાં આવતા વિસાવદર તાલુકામાં આરોપીઓ વિરુદ્ધ ફિટકાર જોવા મળી રહ્યો છે. મુડીયારાવણી ગામની ઘટનામાં મામાએ જ ભાણેજ પર કુદ્રષ્ટિ કરી તેને છેલ્લા બે મહિનાથી ભાણેજ પર દુષ્કર્મ આચરતો હતો, ત્યારે ભાણેજે મામા પર દુષ્કર્મની પોલીસ ફરિયાદ દાખલ કરતા વિસાવદર પોલીસે આરોપીની ધરપકડ કરીને ગુરુવારના રોજ જૂનાગઢ કોર્ટમાં રજૂ કર્યો હતો. જેને કોર્ટે જેલ હવાલે કરવાનો આદેશ કરતા આરોપીને જૂનાગઢ જેલ ભેગો કરવામાં આવ્યો છે.
જૂનાગઢ જિલ્લામાં 2 દુષ્કર્મની ઘટના સામે આવી, કોર્ટે આરોપીઓને જેલ હવાલે કર્યા - Two incidents of misconduct have been reported in Junagadh district
જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં દુષ્કર્મની બે ઘટનાઓ સામે આવતા સંબંધો તારતાર થયા છે. બંન્ને ઘટનામાં પહેલી ઘટના મુંડીયારાવણી અને બીજી બરવાળામાં સામે આવી છે. પહેલી ઘટનામાં સગા મામાએ ભાણેજ પર દુષ્કર્મ આચર્યું હતૃું. જ્યારે મુુંડીયારાવણીના આરોપીઓને જૂનાગઢના કોર્ટમાં રજૂ કરાતા તેને કોર્ટે જેલ હવાલે કર્યો છે.
જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં એક સાથે બે દુષ્કર્મની ઘટના સામે આવી છે. છેલ્લા કેટલાક સમયથી દેશની સાથે ગુજરાતમાં પણ દુષ્કર્મની ઘટનાઓ ચિંતાજનક રીતે માથું ઉંચકી રહી છે. પાછલા દિવસોમાં જામનગરમાં પણ એક સાથે ત્રણેક જેટલી દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. ત્યારે ગુરૂવારના રોજ વિસાવદર તાલુકામાં પણ બે દુષ્કર્મની ઘટના સામે આવતા આરોપીઓ વિરુદ્ધ જૂનાગઢ જિલ્લામાં ચારે તરફ ફિટકાર જોવા મળી રહ્યો છે. જે પ્રકારે દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે, તે સભ્ય સમાજ માટે ખૂબ જ ચિંતાની સાથે મનોમંથનનો પણ વિષય બન્યો છે.