- પોલીસે પુરાવા એકત્ર કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા
- વકીલ નિલેશ દાફડાની કરાઇ હત્યા
- પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી
જૂનાગઢ- જૂનાગઢના મધુરમ વિસ્તારની મંગલધામ સોસાયટીમાં રાત્રિના સમયે વકીલ નિલેશ દાફડાની ઘરમાં તિક્ષ્ણ હથિયાર વડે ગળુ કાપીને હત્યા નિપજાવવાનો બનાવ સામે આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ સોમવારે સવારે જૂનાગઢ પોલીસને થતાં વિભાગીય પોલીસ અધિક્ષક સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે તપાસ માટે રવાના થયો હતો. હત્યાના સંબંધિત પુરાવાઓ એકત્ર કરીને હત્યાનો ભેદ ઉકેલવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
શંકાના આધારે મૃતક નિલેશ દાફડાની પત્ની સહિત કેટલાક લોકોની પૂછપરછ કરાઇ
ઘટનાસ્થળ પરથી પોલીસને મળેલી પ્રાથમિક માહિતી અનુસાર મૃતક નિલેશ દાફડાની હત્યા તેના પરિચિત કે પરિવારજનો દ્વારા કરવામાં આવી હશે અથવા તો તેમાં તેઓ સામેલ હશે. તેવી શંકાના આધારે મૃતક નિલેશ દાફડાની પત્ની સહિત કેટલાક લોકોની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં આજે ઘટસ્ફોટ થયો છે.