ગુજરાત

gujarat

ETV Bharat / city

થોડા વર્ષો પહેલા નિકળેલી યાત્રા આજે સમગ્ર રાષ્ટ્રમાં જોવા મળી રહી છે

આઝાદી કા અમૃત મહોત્સવ Azadi ka Amrit Mohotsav અંતર્ગત હર ઘર તિરંગા યાત્રા પણ યોજાઈ રહી છે. પરતું આ પ્રકારનો કાર્યક્રમ આથી થોડા વર્ષો પહેલા ગુજરાતના Har Ghar Tringa એક શહેરમાં થવા પામ્યો હતો. જે આજે સમગ્ર રાષ્ટ્રમાં લોકો આવકારી રહ્યા છે.

થોડા વર્ષો પહેલા નિકળેલી યાત્રા આજે સમગ્ર રાષ્ટ્રમાં હર ઘર તિરંગા
થોડા વર્ષો પહેલા નિકળેલી યાત્રા આજે સમગ્ર રાષ્ટ્રમાં હર ઘર તિરંગા

By

Published : Aug 12, 2022, 4:00 PM IST

જૂનાગઢ સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે અનેક ઉજવણીના કાર્યક્રમોનું (Azadi ka Amrit Mohotsav) આયોજન થયું છે, ત્યારે વર્તમાન સમયમાં સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન રંગ લાવી રહ્યું છે. જે અંતર્ગત લોકો હર ઘર તિરંગા (Har Ghar Tringa) અભિયાનને સફળ બનાવવા તરફ સ્વયંભૂ આવી રહ્યા છે, ત્યારે આ જ પ્રકારની રેલીનું આયોજન જૂનાગઢમાં વર્ષ 2015માં કરવામાં આવ્યું હતું. સ્વતંત્ર સેનાની અને પૂર્વ આરોગ્યપ્રધાન હેમા આચાર્ય અને નારસિહ પઢિયાર સહિત જૂનાગઢનાં અનેક નામી અનામી લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા.

થોડા વર્ષો પહેલા નિકળેલી યાત્રા આજે સમગ્ર રાષ્ટ્રમાં હર ઘર તિરંગા

આ પણ વાંંચોHar Ghar Tiranga : તિરંગા અભિયાનમાં સર્વ ધર્મ સમભાવનો પ્રચંડ પ્રેમનો નજારો

તિરંગા યાત્રા હાલ સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની 75 વર્ષની ઉજવણીનો માહોલ સતત જોવા મળી રહ્યો છે. અત્ર તત્ર સર્વત્ર તિરંગા જોવા મળી રહ્યા છે. લોકો આઝાદીની 75 વર્ષની ઉજવણીમાં સહભાગી બની રહ્યા છે. દરરોજ (Har Ghar Tricolor campaign) તિરંગા યાત્રા તેમજ રાષ્ટ્રધ્વજને લઈને પ્રત્યેક લોકોમાં રાષ્ટ્રભાવના વધુ ઉજાગર થાય તે માટેના અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. જે આગામી 15મી ઓગસ્ટ સુધી સતત અને અવિરત પણે જોવા મળશે. આ અભિયાન અંતર્ગત 15મી ઓગસ્ટ સુધી દરરોજ તિરંગા (Tricolor Yatra in Gujarat) મહાયાત્રાનું આયોજન પણ થઈ રહ્યું છે, ત્યારે આ પ્રકારની તિરંગા યાત્રા વર્ષ 2015માં પ્રથમ વખત જૂનાગઢમાં આયોજિત થઈ હતી.

હર ઘર તિરંગા

આ પણ વાંચોધર્મશાળા બીએસએફ જવાનો સાથે જૂઓ કોણે ઉજવ્યું રક્ષાબંધન પર્વ

2015માં આયોજિત થઈ તિરંગા યાત્રાવર્ષ 2015માં જૂનાગઢના પ્રથમ નગરપતિ નારસિંહ પઢીયારની સાથે પૂર્વ આરોગ્ય પ્રધાન અને સ્વતંત્ર સેનાની હેમા આચાર્યની સાથે જૂનાગઢના નામી અનામી અનેક લોકો પ્રથમ વખત આયોજિત કરવામાં આવેલી તિરંગા યાત્રામાં (national flag) જોડાયા હતા. વર્ષ 2015માં આ યાત્રા સરદાર પટેલની પ્રતિમાથી શરૂ કરવામાં આવી હતી જે આઝાદ ચોક ખાતે પૂર્ણ કરાઈ હતી, ત્યારે વર્તમાન સમયમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જે તિરંગા યાત્રા નીકળી રહી છે. તેની શરૂઆત જૂનાગઢના લોકોને ખાસ કરીને સ્વતંત્ર સેનાનીઓએ વર્ષ 2015માં શરૂ કરી હતી. પરંતુ આ વખતે સમગ્ર રાષ્ટ્રમાં આ પ્રકારની યાત્રાનું આયોજન થયું છે. જેને લોકો પણ આવકારી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details