ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાનું સંકટ દૂર કરવા વેપારીઓએ ઉઠાવ્યું લોકડાઉનનું હથિયાર - Corona epidemic

જૂનાગઢ શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે વેપારી મહામંડળ અને નાના-મોટા વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ એ બપોરના 1 વાગ્યા બાદ જૂનાગઢ શહેરના તમામ ધંધા-રોજગાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે જેનો ગુરુવારથી ચુસ્ત અમલ થઇ રહ્યો છે

band
કોરોનાનું સંકટ દૂર કરવા વેપારીઓએ ઉઠાવ્યું લોકડાઉનનું હથિયાર

By

Published : Apr 22, 2021, 9:22 AM IST

  • જુનાગઢ વેપારી મહામંડળ અને વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું
  • શહેરમાં સવારે 9 થી બપોરના 1સુધી વેપારી કામકાજ થશે
  • નિર્ણયથી જૂનાગઢ શહેરમાં સંક્રમણ વધુ ફેલાતું અટકાવી શકવામાં મદદ મળશે

જૂનાગઢ: કોરોના સંક્રમણ સામે જૂનાગઢના વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉનનો અંતિમ હથિયાર ઉઠાવી લીધું છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર લોકડાઉનને લઈને હજુ સ્પષ્ટ નથી એવા સમયમાં જુનાગઢ વેપારી મહામંડળ અને શહેરમાં ધંધો અને રોજગાર કરતા નાના-મોટાં વેપારીઓએ સર્વાનુમતે નિર્ણય કર્યો છે કે જૂનાગઢ શહેરની મોટા ભાગની બજારો સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી કામ કરશે ત્યારબાદ તમામ વ્યાપારિક સંકુલો લોકડાઉનનો અમલ કરશે. લોકડાઉનના સમર્થનમાં શહેરના મોટા ભાગના વિસ્તારોની બજારો બપોરે 1 વાગ્યા બાદ બંધ રાખી રહ્યા છે.

આ પણ વાંચો : કોરોનાને નાથવા વિવિધ એસોસિએશનોએ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી


લાખોની કમાણી જતી કરી શહેરના વેપારીઓએ

કોરોના સંક્રમણ અટકાવવા માટે હજુ કેન્દ્ર અને રાજ્ય સરકાર પહેલ કરે તેની પહેલા જૂનાગઢના વેપારીઓ પહેલ કરતા જોવા મળી રહ્યા છે. હાલ લગ્નસરાની સિઝન પણ ચાલી રહી છે આવા સમયે ખરીદીની ખૂબ મોટી શક્યતાઓ ઉભી થતી હોય છે અને વધુમાં રમજાન માસ પણ ચાલી રહ્યો છે, આ સમયે ધંધા વેપાર અને રોજગાર ખૂબ ધમધમતા હોય છે. લગ્નસરાની સિઝન હોય કે સોના ચાંદીનો વેપાર માટે આજ સમય છે કે જે સમયમાં ખૂબ ગ્રાહકોને ભીડ બજારોમાં જોવા મળતી હોય છે સોના ચાંદીથી લઈને કપડાં અને કરિયાણા સહિતના વેપારીઓ લાખો રૂપિયાની કમાણી કરતા હોય છે પરંતુ જે પ્રકારે કોરોના વાઇરસ સતત જીવલેણ બની રહ્યો છે આવી પરિસ્થિતિમાં જૂનાગઢના વેપારીઓએ પણ માનવતા ભર્યું પગલું ઉઠાવ્યું છે અને લાખોની કમાણી જતી કરીને ગ્રાહકોની સાથે તેમનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તે માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે જેનો પ્રત્યેક વેપારી ખૂબ જ ચીવટતાથી અમલ પણ કરી રહ્યો છે

ABOUT THE AUTHOR

...view details