- કોરોનાનું સંકટ દૂર થતાં પર્યટન સ્થળો પર પ્રવાસીઓનો ધસારો
- મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગિરનાર અને તેની આસપાસના ધાર્મિક અને પર્યટન સ્થળો પર જોવા મળ્યા
- લોકોની નિષ્કાળજી અને બેદરકારી કોરોનાની ત્રીજી લહેરને આવવા માટે આમંત્રણ આપતી હોય તેવી ચિંતાજનક વાત
જૂનાગઢ: કોરોનાનું સંક્રમણ સતત ધીમે ધીમે સમગ્ર રાજ્યમાંથી ઓછું થઈ રહ્યું છે. અત્યારે કોરોના સંક્રમિત વ્યક્તિનો આંકડો ડબલ ફિગરમાં જોવા મળી રહ્યો છે, જે ખૂબ જ રાહતના સમાચાર છે. પ્રતિદિન સંક્રમિત વ્યક્તિઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે પરંતું જે પ્રકારે કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે, તેની વચ્ચે પાછલા બે વર્ષથી ઘરમાં બંધ લોકો હવે પર્યટન સ્થળો પર ઉમટી રહ્યા છે. જાણે કે, ઘરમાં કેદ રહ્યા બાદ લોકો હવે પર્યટન અને ફરવા લાયક સ્થળો પર ખૂબ બહોળા પ્રમાણમાં ઉમટી રહ્યા છે.
આ પણ વાંચો: Girnar ropeway: 30 દિવસ કરતાં વધુ સમયથી બંધ ગિરનાર રોપ-વે આવતીકાલથી ફરી થશે શરૂ