જૂનાગઢ : ગીરમાં વેકેશન ચાલી રહ્યું છે આગામી 15 દિવસ બાદ ગીર પ્રવાસીઓની (Junagadh Tourists) ધમધમતી પ્રવૃત્તિથી ચોમાસાના ચાર મહિના માટે શુષ્ક પડતું જોવા મળશે. પરંતુ, વેકેશનના અંતિમ દિવસોમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગીરની મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસીઓ ગીરના સિંહોને જોવા માટે વર્ષોથી આવી રહ્યા છે. પરંતુ, છેલ્લા કેટલાક સમયથી ગીરમાં સિંહની સાથે અન્ય પર્યટન પ્રવૃતિઓ પણ જોડાતી જોવા મળી રહી છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગીરમાં ભક્તિ અને જેનું નામ સમગ્ર વિશ્વમાં ગૂંજી રહ્યું છે. તેવી જ કેસર કેરીને લઈને પણ હવે પ્રવાસીઓ ખૂબ જ ઉત્કંઠાની કેસરીની (Gir Kesar Mango Information) સાથે કેસરની માહિતી મેળવતા થયા છે.
આ પણ વાંચો :Junagadh Mango Auction: કેરીના ચાહકો માટે સારા સમાચાર, થઇ શકે છે આટલો ફાયદો
પ્રવાસીઓ કેસરની રસપ્રદ માહિતી કરી એકત્ર -ગીર આવેલા પ્રવાસીઓએ કેસર અને અન્ય જાતની (Gir Mangoes Types) કેરીઓની માહિતી ખૂબ જ રસ દાખવીને એકત્ર કરી રહ્યા છે. મોટે ભાગે કેરીમાં કેસર રાજાપુરી, હાફૂસ, દશહરી અને તોતાપુરી આવા પ્રચલિત નામો છે. આ તમામ કેરીના ફળનો સ્વાદ અને કેરીના રસિકોએ જોઈ અને માણી હશે. પરંતુ, ગીરમાં પચાસ કરતાં વધુ જાતની કેરીનું ઉત્પાદન આજે પણ થાય છે, ત્યારે ગીર આવતા પ્રવાસીઓ ગીર કેસરીની સાથે ગીરની અન્ય ઓળખ કેરીની વિવિધ જાતો પ્રત્યે માહિતગાર થાય અને તેની નજર સમક્ષ નિહાળે તેનો સ્પર્શ કરે તેની સુગંધની અનુભૂતિ કરે અને કેરી શું છે તે અંગેની માહિતી પ્રાપ્ત કરે છે.