જૂનાગઢ: ઈસાઈ ધર્મના ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ (the birthday of Jesus Christ) 25મી ડિસેમ્બરના દિવસે સમગ્ર વિશ્વના ઈસાઈ ધર્મના અનુયાયીઓ નાતાલના પર્વ (Celebration Of Christmas 2021) તરીકે ઉજવી રહ્યા છે. નાતાલને પ્રેમ, ભાઈચારો અને અહિંસાના પર્વ તરીકે પણ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આજના દિવસે જંગલ વિસ્તારમાં મરિયમની કુખે ભગવાન ઇસુનો જન્મ થયો હતો. બચપણ કાળથી ભગવાન ઇસુ ધર્મ અને ચર્ચમાં પ્રાર્થના માટે સતત પોતાના સમય આપતા હતા, ત્યારથી લઈને તેમના જીવનના અંતિમ સમય સુધી ઈસુ ખ્રિસ્તે ઈસાઈ ધર્મના ઉત્થાન અને પ્રેમ, ભાઈચારો અને અહિંસાનો સંદેશો સમગ્ર વિશ્વમાં (whole world will celebrate christmas) ફેલાવી અને સમગ્ર વિશ્વ ભાઇચારાની ભાવનાથી એક જુથ બને તે માટે લોકોને ઉપદેશ આપ્યો હતો, જેના માનમાં નાતાલનું પર્વ ઉજવવામાં આવે છે.
આજે સમગ્ર વિશ્વ ઉજવશે ભગવાન ઈસુ મસીહાનો જન્મદિવસ નાતાલ નાતાલ પર્વ સમગ્ર વિશ્વમાં પ્રેમ અને નવી આશાના પર્વ તરીકે પણ ઉજવાય છે
ભગવાન ઈસુએ તેના સમગ્ર જીવનકાળ દરમિયાન પ્રેમ અને નવી આશાનો ઉપદેશ સમગ્ર વિશ્વના લોકોમાં ફેલાય તે માટે તેનું જીવન અર્પણ કરી દીધું હતું, જેથી સમગ્ર વિશ્વમાં નાતાલના પર્વની પ્રેમ અને નવી આશાના પર્વ તરીકે પણ ઉજવણી થાય છે. કોઈપણ મહાન વ્યક્તિનો જન્મ એક ચોક્કસ ઉદ્દેશ્ય (The message of the Lord Jesus Christ) સાથે થતો હોય છે. બાઈબલમાં જણાવ્યા મુજબ ઇસુનો જન્મ પણ માનવ ધર્મના ઉત્થાનને સમજાવવા માટે થયો હોવાનું માનવામાં આવે છે. નાતાલનું પર્વ મનુષ્યમાત્રને પ્રભુ અને પ્રેમ સાથે જોડતું પર્વ પણ છે, જેને લઇને પણ સમગ્ર વિશ્વમાં ક્રિસમસના તહેવારની પ્રેમ અને ભાઇચારા સાથે ઉજવણી (Celebration Of Christmas 2021) થતી હોય છે.
નાતાલ પર્વ સમગ્ર વિશ્વમાં પ્રેમ અને નવી આશાના પર્વ તરીકે પણ ઉજવાય છે સમગ્ર વિશ્વમાં શાંતિ, પ્રેમ અને ભાઈચારો ઈશુ ખ્રિસ્તનો એક માત્ર જીવન ઉદ્દેશ્ય હતો
ભગવાન ઈસુ ખ્રિસ્તે તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન તમામ વિશ્વના લોકો શાંતિ, પ્રેમ અને ભાઇચારાના ઉદ્દેશ્યને (The message of the Lord Jesus Christ) આત્મસાધ કરીને સમગ્ર વિશ્વમાં સુખ અને શાંતિની સ્થાપના કરે તે માટેનો એક માત્ર ઉદ્દેશ્ય તેમના જીવનમાં જોવા મળે છે. ઈસુ ખ્રિસ્તનો શાંતિ, પ્રેમ અને ભાઇચારાનો ઉદ્દેશ્ય ધર્મના નામે પાખંડ ચલાવતા કેટલાક લોકોને આંખમાં કણાની જેમ ખૂંચતો હતો, જેને કારણે કેટલાક કટ્ટરપંથી ધર્મજનુનીઓએ રોમન ગવર્નર પેલાતુંસનને ભગવાન ઈસુ ખ્રિસ્તની ફરિયાદ કરી સત્તા ટકાવી રાખવા રોમન ગવર્નરે ભગવાન ઈસુ ખ્રિસ્ત મૃત્યુ ન પામે ત્યાં સુધી તેને ક્રોસ પર લટકાવવાની સજા ફરમાવી અને અંતે ભગવાને ઈસુ ખ્રિસ્તનો પ્રેમ, શાંતિ અને ભાઈચારાના ઉદ્દેશ સિદ્ધ કરવાને લઈને પોતાના જીવનને મૃત્યુ સુધી લઈ ગયા. ઈસાઈ ધર્મના લોકો આજે પણ માને છે કે, મૃત્યુના ત્રણ દિવસ બાદ ભગવાન ઇસુનું પુનઃ ઉત્થાન થયું હતું અને ત્યારબાદ 40 દિવસ પછી ભગવાન ઈસુ ખ્રિસ્ત સ્વર્ગ લોકમાં સિધાવ્યા હતા. આજે નાતાલનું મહાપર્વ ઈસાઈ ધર્મના અનુયાયીઓ સમગ્ર વિશ્વમાં મનાવી (whole world will celebrate christmas) રહ્યા છે.
સમગ્ર વિશ્વમાં શાંતિ, પ્રેમ અને ભાઈચારો ઈશુ ખ્રિસ્તનો એક માત્ર જીવન ઉદ્દેશ્ય હતો આ પણ વાંચો:Pre Christmas Eve in Diu: નાતાલ પર્વની પૂર્વ સંધ્યાએ દીવમા જોવા મળ્યો ખરીદદારીનો માહોલ
આ પણ વાંચો: Gurpurab Celebration At Lakhpat Gurudwara: જાણો લખપત ગુરુદ્વારા સાહિબની ઐતિહાસિક વાતો