ગુજરાત

gujarat

ETV Bharat / city

આજે સમગ્ર વિશ્વ મનાવી રહ્યું છે, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ - આંતરરાષ્ટીય માતૃભાષા દિવસની ઉજવણી

આજે સમગ્ર દુનિયાના દેશોમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 21 ફેબ્રુઆરીએ લુપ્ત થતી જતી વિશ્વની માતૃભાષાની ચિંતા કરીને આજના દિવસની ઉજવણી કરવામાં આવી રહીં છે. અંગ્રેજી ભાષાની આંધળી દોડમાં સમગ્ર વિશ્વની માતૃભાષા આજે વિસરાઈ રહી છે, ત્યારે માતૃભાષાનું મહત્વ વધે અને સમગ્ર વિશ્વ તેને લઈને સચેત બને તે માટે આજના દિવસની ઉજવણી કરવામાં આવી રહીં છે.

ETV BHARAT
આજે સમગ્ર વિશ્વ મનાવી રહ્યું છે આંતરરાષ્ટ્રીય માતૃભાષાદિવસ

By

Published : Feb 21, 2020, 8:18 AM IST

જૂનાગઢ: આજે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરી રહ્યું છે. વિવિધ ભાષાઓના આવેલા ઘોડાપૂરની વચ્ચે માતૃભાષા પર ઊભા થયેલા ખતરાને લઈને શિક્ષણ જગત પણ ચિંતિત જોવા મળી રહ્યું છે. આજે વૈશ્વિક ભાષાના વધતા જતા વ્યાપની વચ્ચે હવે દરેક વ્યક્તિ પોતાની માતૃભાષા પ્રત્યે જાણે કે, અજાણે દુર્લક્ષ સેવતો થયો છે, ત્યારે આજના દિવસે માતૃભાષા પર ઊભા થયેલા ખતરા અને તેમાંથી માતૃભાષાને કઈ રીતે બચાવી શકાય તેના વિશે સમગ્ર દુનિયાના દેશો આજના દિવસે મનોમંથન કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, માતૃભાષા બચાવો વંદના રેલીનું ભૂતકાળમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન બતાવી આપે છે કે, આપણી માતૃભાષા પર કેવો અને કેટલો ખતરો ઝઝુમી રહ્યો છે

આજે સમગ્ર વિશ્વ મનાવી રહ્યું છે આંતરરાષ્ટ્રીય માતૃભાષાદિવસ

આજે સમગ્ર વિશ્વમાં 7,000 કરતાં પણ વધારે ભાષાઓ પોતાનું અસ્તિત્વ ધરાવે છે. જેમાંની અડધો-અડધ ભાષા લગભગ લુપ્ત થવાની તૈયારીમાં છે. જેને ધ્યાને લઇને વર્ષ 2000ની 21 ફેબ્રુઆરીથી લોકોમાં માતૃભાષા અંગેની સમજણ વધે અને માતૃભાષાનો વ્યાપ ખૂબ વિસ્તારે તેવા હેતુસર આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.

ગાંધીજીના શબ્દોમાં કહીએ તો, શિક્ષણ કોઈપણ ભાષામાં ચાલે પરંતુ કેળવણી તો દરેક વ્યક્તિને તેની માતૃભાષામાં જ મળવી જોઇએ અને તેને આપવાની જવાબદારી આપણા સૌ કોઈની છે, ત્યારે આપણે આપણી જવાબદારીમાંથી છટકી રહ્યાં છીંએ. જેને કારણે આજે માતૃભાષા પર ખૂબ મોટો ખતરો ઉભો થયો છે અને તેને બચાવવા માટે ખાસ આ દિવસની ઉજવણી પણ કરવા માટે આપણે મજબૂર બન્યાં છીંએ.

આજે વિશ્વ માતૃભાષા દિવસે મહાત્મા ગાંધીની યાદ આવે તે સ્વાભાવિક છે. ગાંધીજી પોતે એવું માનતા હતા કે, કોઈ પણ વ્યક્તિની કેળવણી તેની માતૃભાષામાં જ થવી જોઈએ. જો કોઈ વ્યક્તિની કેળવણીમાં ઉણપ રહી જાય તો માની લેવું કે, તેની કેળવણી તેની માતૃભાષામાં કરવામાં આવી નથી. વધુમાં રાષ્ટ્રપિતા કહેતા હતા કે, મને અંગ્રેજી નથી ગમતું પણ અંગ્રેજી ભાષા પ્રત્યે મને આજે પણ આદર છે, ત્યારે જો માતૃભાષા પ્રત્યે જાગૃતિ કેળવવા માટે અન્ય ભાષાને પણ યોગ્ય ન્યાય આપવામાં આવે તો સોનામાં સુગંધ ભળે તેવો સમન્વય જોવા મળશે. જેના થકી સમગ્ર વિશ્વની માતૃભાષાઓ સુરક્ષિત થશે અને તેને લુપ્તપાઈ થતી બચાવવા માટે કોઈ દિવસ ઉજવણીની જરૂર પણ નહીં પડે.

ABOUT THE AUTHOR

...view details