ગુજરાત

gujarat

ETV Bharat / city

આજે થનારા ચંદ્રગ્રહણને લઈને દામોદર કુંડના તીર્થ પુરોહીતે સમજાવ્યું મહત્વ - Lunar eclipse event

આજે બુધવારે ચંદ્રગ્રહણની ખગોળીય ઘટના અવકાશ અને અંતરિક્ષમાં સરળતાથી જોવા મળશે. આજનું ગ્રહણ ગુજરાતમાં જોવા મળવાની શક્યતા નહિવત છે, પરંતુ દેશના કેટલાક ભાગોમાં ચંદ્રગ્રહણ જોવા મળી શકે છે. હિન્દુ ધર્મગ્રંથોમાં પણ ગ્રહણને લઈને ખાસ મહત્વ અને આ સમય દરમિયાન વિશેષ પૂજા અને કેટલીક તકેદારીની સાથે સાવચેતીથી રાખવાની પરંપરા આદી અનાદીકાળથી જોવા મળે છે, ત્યારે જૂનાગઢના તીર્થ પુરોહિતો દ્વારા ચંદ્રગ્રહણને લઈને પૂજન અને મોક્ષ વિશે પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

The first lunar eclipse of 2021
The first lunar eclipse of 2021

By

Published : May 26, 2021, 3:31 PM IST

  • આજે અવકાશમાં આકાર લેશે ચંદ્રગ્રહણની ખગોળીય ઘટના
  • ચંદ્રગ્રહણનું ધાર્મિક મહત્વ હિન્દુ ધર્મગ્રંથોમાં આલેખવામાં આવ્યું છે
  • જૂનાગઢના તીર્થ પુરોહિતો એ પણ ચંદ્રગ્રહણને લઈને કેટલીક જાણકારીઓ પૂરી પાડી

જૂનાગઢ : આજે બુધવારે વર્ષ 2021નું પ્રથમ ચંદ્ર ગ્રહણ જોવા મળશે. વર્ષની પ્રથમ ખગોળીય ઘટના ચંદ્રગ્રહણના રૂપમાં આજે અવકાશ ક્ષેત્રમાં આકાર પામતી જોવા મળશે. આજનું ચંદ્રગ્રહણ ગુજરાતમાં જોઈ શકવાની શક્યતાઓ નહીવત છે, પરંતુ ચંદ્રગ્રહણ દેશના અન્ય કેટલાક પ્રાંત અને પ્રદેશોમાં નિહાળી શકવાનો આહલાદક લ્હાવો વૈજ્ઞાનિક અને ધાર્મિક લાહવો મળવા જઈ રહ્યો છે. જૂનાગઢના દામોદર કુંડના તીર્થ પુરોહિતો દ્વારા ચંદ્રગ્રહણને લઈને તેની અસરો, પૂજન તેમજ મોક્ષ બાદની સ્થિતિને લઇને તમામ પ્રકારની ધાર્મિક જાણકારી Etv Bharatના દર્શકોને પૂરી પાડી છે.

આજે ચંદ્રગ્રહણની ખગોળીય ઘટના અવકાશમાં જોવા મળશે

આ પણ વાંચો : દેશમાં બુધવારે ચંદ્રગ્રહણ દેખાશે, બપોરે 4.39 વાગ્યે શરૂ થશે ગ્રહણ

ધાર્મિક દ્રષ્ટિ ગ્રહણને ખૂબ જ ઉપયોગી અને મહત્વનું માનવામાં આવી રહ્યું છે

અવકાશમાં આકાર લઈ રહેલા ચંદ્રગ્રહણની ખગોળીય ઘટના વૈજ્ઞાનિક જોવા મળે છે, પરંતુ આદિ અનાદિકાળથી વૈજ્ઞાનિક ઘટનાઓ ખાસ કરીને ચંદ્ર અને સૂર્ય ગ્રહણને આપણા હિન્દુ ધર્મગ્રંથોમાં વિશેષ અને આગવું સ્થાન આપવામાં આવ્યું છે. ગ્રહણનો સમય અને ગ્રહણ બાદની પરિસ્થિતિને લઈને આપણા ધર્મગ્રંથોમાં પણ અભિપ્રાયો જોવા મળે છે.

દામોદર કુંડ

આ પણ વાંચો : આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ, ભારતમાં દેખાશે આંશિક ચંદ્રગ્રહણ

આ ચંદ્રગ્રહણ હિન્દુ ધાર્મિક વિધિમાં આસ્થા ધરાવનારા લોકો માટે ખૂબ જ મહત્વનું રહેશે

ગ્રહણ શરૂ થવાથી લઈને ગ્રહણના મોક્ષ સમય દરમિયાન કેવા પ્રકારની પૂજા અને ધાર્મિક વિધિને અગ્રીમતા આપવી તેમજ ગ્રહણકાળ દરમિયાન કેવા પ્રકારના કાર્યોને વર્જિત રાખવા અને ગ્રહણનો મોક્ષ થયા બાદ કયાં પ્રકારે ધાર્મિક પૂજા કરવી અને કયાં કર્મોને સર્વ પ્રથમ પ્રાધાન્ય આપીને તેને પૂર્ણ કરવા તે અંગે સ્પષ્ટ અભિપ્રાય આપણા હિન્દુ ધર્મગ્રંથોમાં આપ્યો છે. જેથી આજનું વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ હિન્દુ ધાર્મિક વિધિમાં આસ્થા ધરાવનારા લોકો માટે ખૂબ જ મહત્વનું અને પથદર્શક પણ બની રહેશે તેવો મત જૂનાગઢના તિર્થ પુરોહિતોએ વ્યક્ત કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details