ગુજરાત

gujarat

ETV Bharat / city

Kalabhairav Jayanti 2021: આજે ધાર્મિક આસ્થા સાથે કાળ ભૈરવ જયંતિની કરાઈ રહી છે ઉજવણી - religious faith

કારતક વદ આઠમ એટલે કે કાળ ભૈરવ જયંતિની ઉજવણી (Kalabhairav Jayanti is being celebrated) થઇ રહી છે. ભગવાન કાળ ભૈરવ (Kalabhairav) તંત્ર- મંત્ર વિદ્યાઓના દાતા તરીકે માનવામાં આવે છે. પ્રાચીન ધાર્મિક માન્યતા મુજબ અને શિવ પુરાણમાં (Shiva Purana) ઉલ્લેખ થયા પ્રમાણે ભૈરવનાથને ભગવાન શિવનું એક રૂપ માનવામાં આવે છે, જેને કારણે તેમને જગતના પાલનહાર તરીકે પણ પૂજવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ પૃથ્વીના પાપોના નષ્ટ કરવાને લઈને ભગવાન શિવજી ગુસ્સે થતા તે સમયે કાળ ભૈરવની ઉત્પત્તિ થઈ હોવાની ધાર્મિક માન્યતા છે. એક ધાર્મિક માન્યતા મુજબ કાળ ભૈરવે બ્રહ્માજીના મસ્તકને પોતાના નખથી કાપી નાખ્યું હતું, જેણે પૃથ્વી પરના પાપોના નાશ કરવા માટે અસમર્થતા દર્શાવી હતી. બ્રહ્માજીના મસ્તકનું છેદન કરવાથી કાળ ભૈરવને બ્રહ્મહત્યાનું પાપ પણ લાગ્યું હતું તેવી ધાર્મિક માન્યતા આજે પણ હિન્દુ ધર્મ ગ્રંથોમાં જોવા મળે છે.

Shiva Purana
Shiva Purana

By

Published : Nov 27, 2021, 8:33 AM IST

  • આજે કારતક વદ આઠમ એટલે કે કાળ ભૈરવ જયંતી ધાર્મિક આસ્થા સાથે ઉજવણી થઇ રહી છે
  • કાળ ભૈરવ જયંતીના દિવસે ભૈરવની ઉપાસના કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે
  • ઇચ્છિત ફળ પ્રાપ્તિ માટે પણ આજના દિવસે ભૈરવની ઉપાસનાને વિશેષ મહત્વ અપાયું છે

જૂનાગઢ: આજના દિવસે કાળ ભૈરવની પૂજા (Kalabhairav Jayanti 2021) કરવાનું વિશેષ મહત્વ આપણા હિન્દુ ધર્મગ્રંથોમાં (Hindu scriptures) આલેખવામાં આવ્યું છે. તે મુજબ કાળ ભૈરવ જયંતિના દિવસે સાધકો કાળ ભૈરવ દાદાની પૂજા કરીને તેમની કૃપા પ્રાપ્ત કરતા હોય છે. હિન્દુ ધર્મ ગ્રંથોમાં 64 કાળ ભૈરવની પૂજા કરવાનું વિશેષ મહત્વ આલેખવામાં આવ્યું છે. તે મુજબ પ્રત્યેક સાધક તેમની શક્તિ અને ભક્તિ મુજબ કાળ ભૈરવ દાદાની પૂજા કરીને તેમના અને તેમના પરિવાર પર કાળ ભૈરવ દાદાની કૃપા દ્રષ્ટિ બનાવી રાખે તે માટે સાધકો પૂજા કરતા હોય છે.

આજે ધાર્મિક આસ્થા સાથે કાળભૈરવ જયંતિની કરવામાં આવી રહી છે ઉજવણી

હિન્દુ ધર્મગ્રંથોમાં 64 કાળ ભૈરવની પૂજાનું વિશેષ મહત્વ જોવા મળે છે

હિન્દુ ધર્મગ્રંથોમાં 64 ભૈરવની પૂજાનું (Kalabhairav Jayanti 2021) વિશેષ મહત્વ આલેખવામાં આવ્યું છે. 51 શક્તિપીઠોમાં મા જગદંબાના સૈનિક તરીકે કાળ ભૈરવ આજે પણ દ્રષ્ટિમાન થાય છે અને તેમની પૂજા પણ કરવામાં આવે છે. બાર જ્યોતિર્લિંગમાં પણ કાળ ભૈરવ દાદાના દર્શન અચુક પણે થઈ રહ્યા છે તેમજ 64માં ભૈરવ તરીકે બટુક ભૈરવની પણ હિન્દુ ધર્મગ્રંથોમાં (Hindu scriptures) પૂજા માટેની વિશેષ મહત્વ જોવામાં આવ્યું છે. કાળ ભૈરવને ભગવાન શિવના રુદ્ર સ્વરૂપ ભગવાન કાળ ભૈરવ તરીકે પૂજા કરવાની ધાર્મિક પરંપરા છે. આપણી ધાર્મિક માન્યતા અનુસાર જે ભગવાન કાળ ભૈરવના ભક્તો સાથે દુષ્ટ કરે છે તેને ત્રણેય લોકમાં ક્યાંય પણ સ્થાન મળતુ નથી. આવી પ્રબળ હિન્દુ ધાર્મિક માન્યતા આજે પણ કાળ ભૈરવના સાધકોમાં જોવા મળે છે. જેને લઇને કાળ ભૈરવ જયંતીના દિવસે દાદાની પૂજાનું વિશેષ મહત્વ સાધકોમાં જોવા મળે છે.

આજે ધાર્મિક આસ્થા સાથે કાળ ભૈરવ જયંતિની કરાઈ રહી છે ઉજવણી

કાળ ભૈરવ શિવનું પૂર્ણ સ્વરૂપ આજે કાળ ભૈરવ જયંતી

શિવ પુરાણમાં કાળ ભૈરવ દાદાનો (Kalabhairav) ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કાળ ભૈરવ દાદા ભગવાન શિવના ભાગમાંથી ઉદભવ્યા હોવાનો ઉલ્લેખ શિવ પુરાણમાં છે. વર્તમાન સમયમાં કાળ ભૈરવ દાદાની પૂજા બટુક ભૈરવ અને કાળ ભૈરવના રૂપમાં ઉપાસના તેમના સાધકો દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ તંત્ર સાધનામાં ભૈરવના 8 સ્વરૂપો વર્ણવવામાં આવ્યા છે. આ સ્વરૂપો પૈકી ભીષણ ભૈરવ, ચંદ્ર ભૈરવ, કૃદ્ધ ભૈરવ, રુદ્ર ભૈરવ, અસિતંગા ભૈરવ, સંહાર ભૈરવ, કપાળી ભૈરવ, મનમત ભૈરવ છે. અષ્ટમીના દિવસે કોઇપણ ભૈરવની પૂજા કરવાથી જીવનમાં આવેલા અવરોધો દૂર થાય છે અને સર્વે મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે. તેઓ આપણા ધર્મગ્રંથોમાં વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આજે ધાર્મિક આસ્થા સાથે કાળ ભૈરવ જયંતિની કરાઈ રહી છે ઉજવણી

કાળ ભૈરવની સવારી અને તેને ચડાવવામાં આવતા નૈવેદ્ય

કાળ ભૈરવ (Kalabhairav) દાદાની સવારી કાળા રંગનો સ્વાન જોવા મળે છે. જેથી આજના દિવસે સ્વાનને દૂધ પીવડાવીને કાળ ભૈરવ દાદાને પ્રસન્ન કરી શકાય છે. તેવી ધાર્મિક માન્યતા પણ આજે કાળ ભૈરવ દાદાના સાધકોમાં અચૂક જોવા મળે છે. કાળ ભૈરવ દાદાને ખિચડી, ભાત, ગોળ અને તેલ જેવા નૈવૈધ દાદાને અર્પણ કરવામાં આવે છે. કાલાષ્ટમી (Kalashtami) અને કાળ ભૈરવ જયંતિના દિવસે વ્રત કરવાથી રોગ દુઃખ અને શત્રુની પીડામાંથી મુક્તિ મેળવવા માટે કાલાષ્ટમીની પૂજા મદદરૂપ બને છે. કાલાષ્ટમીના દિવસે ભગવાન કાળ ભૈરવને પ્રિય ચીજ વસ્તુઓનું દાન પણ કરી શકાય છે. જેમાં લીંબુ, કાળા તલ, ધૂપ, મદિરા, સરસવનું તેલ, અડદ, દાળ, ખીર વગેરેનું દાન કરીને કાળ ભૈરવ દાદાની કૃપા પ્રાપ્ત કરી શકાય છે.

આજે ધાર્મિક આસ્થા સાથે કાળ ભૈરવ જયંતિની કરાઈ રહી છે ઉજવણી

આ પણ વાંચો: ગુજરાત પ્રથમ શિખરબંધી કાલ ભૈરવ મંદિરે 741દિવાની આરતી યોજાઇ

કેટલીક જગ્યા પર કાળ ભૈરવ દાદાના સાધકો દાદાને મદિરા પણ અર્પણ કરે છે

પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં આવેલા પ્રભાસ પાટણના ભોઈ જ્ઞાતિના લોકો હોળી અને ધૂળેટીના તહેવારો નિમિત્તે ભગવાન કાળ ભૈરવની સ્થાપના કરે છે અને તેનું પૂજન પણ ધાર્મિક વિધિ વિધાન સાથે કરે છે. અહીં કાળભૈરવ દાદાને મદિરા અર્પણ કરવાની વિશેષ ધાર્મિક માન્યતા અને પરંપરા આજે પણ જળવાતી જોવા મળે છે અને હોળી અને ધૂળેટીના તહેવારના દિવસોમાં કાળભૈરવ દાદાની સ્થાપના સાથે તેનું પૂજન કરવામાં આવે છે. પ્રત્યેક સાધક કાળ ભૈરવ દાદાને મદિરા અચૂકપણે અર્પણ કરે છે. જે વ્યક્તિના શનિ રાહુ- કેતુ જેવા ગ્રહો નબળા હોય તો આવી વ્યક્તિ જો કાળ ભૈરવ દાદાની સાધના કરે તો નબળા ગ્રહો પ્રબળ બને છે અને જે તે વ્યક્તિ ઉન્નતિ તરફ આગળ વધી શકે છે. તેવી પણ આપણી ધાર્મિક માન્યતાઓ છે ભગવાન કાળ ભૈરવ દાદાને સુગંધિત અગરબત્તી પણ પ્રગટાવવાનું વિશેષ ધાર્મિક મહત્વ ભૈરવ ચાલીસામાં દર્શાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: કાલ ભૈરવ અષ્ઠમીના વ્રત વિશે જાણો, કાલ ભૈરવની પૂજાનું મહત્વ અને શુભ મુહૂર્ત વિશે પણ

કાળ ભૈરવ જયંતિના દિવસે કાળ ભૈરવની પૂજા કરવાથી થતા લાભ

કાળ ભૈરવ જયંતિના (Kalabhairav Jayanti 2021) દિવસે ભૈરવની ઉપાસના કરવાથી મનુષ્ય જીવનમાંથી નકારાત્મક શક્તિઓ શત્રુ અને જાણે અજાણે થયેલા પાપો દૂર થતા હોય છે. આ ઉપરાંત ઇચ્છિત ફળ પ્રાપ્તિ માટે પણ આજના દિવસે ભૈરવની ઉપાસનાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. કોઈપણ વ્યક્તિના ગ્રહ અશુભ પ્રભાવ આપી રહ્યા હોય તો કાળ ભૈરવની ઉપાસના કરવાથી ક્રૂર ગ્રહોની અશુભ અસરો દૂર કરીને શુભ પરિણામ કાળ ભૈરવની સાધના કરવાથી મેળવી શકાય છે. અષ્ટમીના દિવસે શિવ ચાલીસાની સાથે ભૈરવ (Kalabhairav) ચાલીસાના પાઠને પણ મહત્વ આપવામાં આવ્યું છે. સાથે જ ભૈરવ મંત્રનો 108 વારનો જપ પણ કાળભૈરવ જયંતીના દિવસે શુભ માનવામાં આવ્યો છે. આજના દિવસે ઉપવાસ પૂર્ણ થયા બાદ કાળા રંગના સ્વાનને મીઠી રોટલી અથવા તો કાચું દૂધ આપવાની ધાર્મિક માન્યતા છે. સાથે જ ભૈરવ અષ્ટમીના દિવસે સ્વાનની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ ધર્મગ્રંથોમાં આલેખવામાં આવ્યું છે. જે બાદ રાત્રિના સમયે ભૈરવના સાધકો સરસવનું તેલ, ઉદડ, દીવો કે કાળા તલની પૂજા કરીને કાળભૈરવ અષ્ટમીની ધાર્મિક વિધિ વિધાન સાથે પુજા કરી અને ઉત્તમ અને ઇચ્છિત ફળ પણ મેળવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details