- તમિલનાડુના વિશાખાપટ્ટનમના પરિવારે જૂનાગઢને બનાવી કર્મભૂમિ
- 30 વર્ષ અગાઉ ગુમ થયેલા ભાઈને શોધતાં આવી ચડેલા પરિવારે જૂનાગઢને કર્મભૂમિ બનાવી
- મહિલાને પતિ દ્વારા તરછોડવામાં આવતાં મહિલા પોતાના પરિવાર સાથે જૂનાગઢમાં બની સ્થાયી
- પરિવારને મોભી મહિલા રિક્ષા ડ્રાઈવિંગ કરીને પરિવારનું કરી રહી છે ભરણપોષણ
જૂનાગઢઃ આજથી 30 વર્ષ પહેલાં તમિલનાડુના વિશાખાપટ્ટનમનો એક તમિલ પરિવાર પોતાના ગુમ થયેલા ભાઈને શોધતો શોધતો જૂનાગઢ આવી ચડ્યો. જૂનાગઢમાં આવ્યા બાદ ગુમ થયેલા ભાઈનો કોઈ પત્તો ન લાગ્યો. ત્યારબાદ આ પરિવારે જૂનાગઢને પોતાની કર્મભૂમિ બનાવવાનું નક્કી કર્યું અને ત્યારથી જૂનાગઢમાં નિવાસ કરી રહ્યું છે. જૂનાગઢ આવ્યા બાદ થોડા જ સમયમાં તમિલ મહિલા તિલ્લકરશીને પતિએ પણ તરછોડી દીધી અને અન્યત્ર ચાલ્યા ગયાં તેનો પણ આજે કોઈ પત્તો નથી. જેથી મહિલા પોતાની માતા, અસ્થિર મગજનો ભાઈ અને 2 પુત્રોનું 14 વર્ષથી જૂનાગઢમાં રિક્ષા ચલાવી પરિવારનું ભરણપોષણ કરી રહી છે.