ગુજરાત

gujarat

ETV Bharat / city

સરકારે ગરબાની મંજૂરી આપતા ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે અનેરો ઉત્સાહ - Khailayas

કોરોના મહામારીને કારણે છેલ્લા 2 વર્ષથી ગુજરાતમાં નવરાત્રીના ગરબાનું આયોજન નહોતું કરવામાં આવ્યું. હાલમાં રાજ્યમાં કોરોનાના કેસ નિયત્રંણમાં છે જેને કારણે સરકારે ચોક્કસ નિયમો સાથે શેરી ગરબાને મંજૂરી આપી છે, જેન લઈને આખા રાજ્યમાં ખુશીની લહેર છે. કેટલાય લોકો ગરબાની તૈયારીઓમાં લાગી ગયા છે.

સરકારે ગરબાની મંજૂરી આપતા ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે અનેરો ઉત્સાહ
સરકારે ગરબાની મંજૂરી આપતા ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે અનેરો ઉત્સાહ

By

Published : Sep 26, 2021, 10:59 AM IST

Updated : Sep 26, 2021, 2:12 PM IST

  • નવરાત્રિની શરતી મંજૂરી આપતા ખેલૈયાઓમાં ગરબા ને લઈને જોવા મળી રહ્યો છે અનેરો થનગનાટ
  • અત્યારથી જ ગરબે ઘુમવા ખેલૈયાઓ કરી રહ્યા છે ગરબાની પ્રેક્ટિસ
  • આ વખતે મળેલી છૂટછાટ ખેલૈયાઓ મન ભરીને માણે તેવી પૂરી શક્યતા


જૂનાગઢ : કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે જેને ધ્યાને રાખીને રાજ્ય સરકારે બે વર્ષ બાદ નવરાત્રિનો તહેવાર ઉજવવા માટેની શરતી મંજૂરી આપી છે. રાજ્ય સરકારે પાર્ટી પ્લોટ ગરબા પર પ્રતિબંધિત મુક્યો છે પરંતુ શેરી ગરબાને ચોક્કસ દિશા નિર્દેશો અને મર્યાદિત ખેલૈયાઓને સાથે મંજૂરી આપી છે, જેને લઇને જૂનાગઢના ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ અને મનમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. 2 વર્ષ પછી ગરબા રમવાની તક મળતા ખૈલયાઓ નવા નવા ગરબાઓ શીખી રહ્યા છે.

આ પણ વાંચો : IPL-2021: પંજાબ કિગ્સે હૈદરાબાદ સન રાઈઝરને 5 રનથી હરાવ્યું

સરકારે આપી ગરબાની મંજૂરી

વિશ્વનો સૌથી લાંબો ધાર્મિક તહેવાર અને તે પણ તન અને મનને પ્રફુલ્લિત અને થનગનાટ ભર્યો બનાવનાર નવરાત્રીમાં દરેક ખેલૈયાઓને નવ દિવસ ગરબે ઘુમવાની એકમાત્ર ઇચ્છાઓ હોય છે. દર વર્ષે ખેલૈયાઓ નવરાત્રી આવતાની સાથે તેની તૈયારીઓમાં મશગુલ બની જતા હોય છે. કોરોના મહામારીને કારણે 2 વર્ષ પછી રાજ્ય સરકારે મર્યાદિત ગરબાને મંજૂરી આપી છે જેને લઇને જૂનાગઢના ખેલૈયાઓમાં નવરાત્રી પૂર્વેનો ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.

સરકારે ગરબાની મંજૂરી આપતા ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે અનેરો ઉત્સાહ

આ પણ વાંચો : Amit Shah Meeting: 10 રાજયોના મુખ્યપ્રધાનો સાથે ગૃહપ્રધાન અમિત શાહની આજે બેઠક, નક્સલવાદ પર થશે ચર્ચા

ખૈલયાઓમાં અનેરો ઉત્સાહ

બે વર્ષ બાદ ખૈલયાઓને ગરબા રમવા મળી રહ્યા છે. ગરબાના ઉત્સાહમાં ખેલૈયાઓ અત્યારથી અવનવા સ્ટેપ અને સ્ટાઇલને શીખી રહ્યા છે. સામાન્ય દિવસોમાં આ પ્રકારના ક્લાસીસ ખેલૈયાઓથી ધમધમતા હોય છે પરંતુ બે વર્ષથી નવરાત્રિનો તહેવાર પ્રતિબંધિત રાખવામાં આવતા ખેલૈયાઓના ઉત્સાહમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો હતો, પરંતુ જે પ્રકારે ગરબાના તાલ અને સૂરની સંગાથે ખેલૈયાઓના પગ થીરકી રહ્યા છે તે જોતા ખેલૈયાઓનો મિજાજ ગરબાને આ વર્ષે મન ભરીને માણવાનો દેખાઈ આવે છે.

Last Updated : Sep 26, 2021, 2:12 PM IST

ABOUT THE AUTHOR

...view details